ભાજપના કાર્યકરમાં ચૂંટણી કેમ લડવી અને કેમ જીતવી તેનો બહોળો અનુભવ: પ્રદેશ ભાજપ અધ્યક્ષ
ચૂંટણી જીત્યા બાદ જનપ્રતિનિધિઓ સાતમા આસમાને પહોચી જતા હોય છે. જનતા સાથેનો સંપર્ક ઘટાડી નાંખતા હોય છે.જેના કારણે પક્ષને ભવિષ્યમાં નુકશાની વેઠવી પડતી હોય છે. ભાજપના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને જો આમંત્રણ મળ્યું હોય તો નાનામાં નાના કાર્યક્રમાં અવશ્ય પણ હાજરી આપવા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા ટકોર કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપ દ્વારા હવે અલગઅલગ જિલ્લા પંચાયતના સભ્યોના પ્રશિક્ષણ વર્ગ યોજવામાંઆવી રહ્યા છે.
પેજ સમિતિના પ્રણેતા અને મજબૂત સંગઠન શક્તિથી પાર્ટી વધુ મજબૂત થઇ છે તેવા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજીના અધ્યક્ષસ્થાને તેમજ પ્રદેશના સંગઠન મહામત્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ સુરત જિલ્લાના પ્રમુખ ભરતભાઇ રાઠોડ ,પ્રદેશના ઉપાધ્યક્ષ જનકભાઇ બગદાણાની ઉપસ્થિતિમાં સુરત ખાતે દક્ષિણ ગુજરાતના જિલ્લા પંચાયતના સભ્યોનો અભ્યાસ વર્ગનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજીએ તમામ સભ્યોને જનતાની અપેક્ષા મુજબ કામ કરવા તેમજ કાર્યકર્તાઓને મહત્વ આપવા સાથે સરકારની યોજનાઓ અને તેમજ સદસ્યોના સવાલોનું નિવારણ કર્યુ
સી.આર.પાટીલે જણાવ્યું હતુ કે, બુથનું મેનેજમેન્ટ અને વ્યવસ્થા અને જનતાનો વિશ્વાસ વઘારવાના વિષય અંગે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને ક્યારેય શિખવાડવુ નથી પડતુ. કાર્યકર્તાઓની ગળથૂથીમાં જ લોકોનો સંપર્ક અને મેનેજમેન્ટની એક આગવી સ્કીલ હોય જ છે જેના કારણે કોઇ પણ ચૂંટણી જેવી કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત,નગર પાલિકા, મહાનગર પાલિકા વિઘાનસભા કે લોકસભાની ચૂંટણી કેવી રીતે જીતવી તેનો બહોળો અનુભવ છે. આખા દેશમાં કોઇ કાર્યકર્તાઓને ચૂંટણીમાં કેવી કામગીરી કરવી તેની સમજ જો કોઇનામાં હોય તો તે ગુજરાતના કાર્યકરોમાં છે તે બદલ સૌને અભિનંદન.
ગત 31 ચૂંટણીઓનો ચિતાર જોઇએ તો ફકત 5 જિલ્લા પંચાયત આપણી પાસે હતી અને ગયા વખતે 31 જિલ્લા પંચાયત બહુમતથી મેળવી છે.રોડ રસ્તા,પિવાનું પુરતુ પાણી, લાઇટની વ્યવસ્થા, તમારા વિસ્તારમાં કેવી છે તેની તકેદારી રાખવા હાંકલ કરી. લોકસભા અને વિઘાનસભા જીતવાનો આધાર જિલ્લા પંચાયત કે મહાનગર પાલિકાના ચૂંટાયેલા સભ્યો પર આધાર રાખે છે. જીલ્લા પંચાયતના સભ્યો જનતાના કામમાં સતર્કતા રાખે ટેકનોલોજીનો ઉપયોગ કરી સરકારી યોજનાનો લાભ અપાવે. ચૂંટાયેલા સભ્યો તેમને મળેલી સત્તાના માધ્યમથી લોકોને વધુ ઉપયોગી થઇ શકો તેનો પ્રયત્ન કરજો. ચૂંટાયેલા સભ્યો કાર્યકર્તાઓને મળો ત્યારે વર્તન યોગ્ય હોવું જોઇએ.
ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી 180 જેટલી યોજના જાહેર કરી છે તેનો લાભ ટેક્નોલોજીના માધ્યમથી મહત્તમ લોકોને મળે તેનો પ્રયાસ કરવામાં આવે. દરેક જગ્યાએ નાનામા નાના કાર્યક્રમમાં આમંત્રણ હોય તો ચૂંટાયેલા પ્રતિનિધીઓ ચોક્કસ જવાનો આગ્રહ રાખવો જોઇએ. જનતાની અપેક્ષા પ્રમાણે સમસર કામ યોગ્ય દિશામાં થાય તેની તકેદારી રાખવી જોઇએ.