પાન ઇન્ડિયા : દેશ એક, ટેક્સ એક ક્યારે ?
જીએસટી ડેટાની સાથે ઇનકમટેક્સના રેકોર્ડની ચકાસણી શરૂ કરાઇ, કંપનીઓ પર જીએસટી નોટિસનો મારો વધ્યો
સરકારે જીએસટીની અમલવારી જે સમયે કરી ત્યારે તેનો હેતુ એ જ હતો કે વન નેશન વન ટેક્સ. બીજી તરફ જ્યારે ભારત વૈશ્વિક ફલક ઉપર પોતાનું આધિપત્ય સ્થાપિત કરવા માટે કાર્ય કરી રહ્યું છે ત્યારે એ વાત પણ એટલી જ જરૂરી છે કે કંપનીઓને કોઈપણ પ્રકારની અગવડતા નો સામનો ન કરવો પડે અને અન્ય કોઈ સીમાડાઓ તેમને ન નડે. પરંતુ ખરી વાસ્તવિકતા તો એ છે કે સરકાર હાલ છેલ્લા પાંચ વર્ષ ની પૂર્તતા કરવા માટે કંપનીઓ પાસે વિવિધ વિગતો મંગાવી રહી છે અને નોટિસ પણ સાચવી રહી છે જેનાથી કંપનીઓ માટે માથાનો દુખાવો વધ્યો છે.
એક તરફ સરકાર ડિજિટલાઇઝેશન વધુને વધુ વિકસિત કરવા માટે જે પગલાં ભરવામાં આવી રહ્યા છે ત્યારે કંપનીઓને કોઈ અગવડતા ન પડે સરકારે તે વાતનું ધ્યાન રાખવું જોઈએ. છેલ્લા પાંચ વર્ષના દસ્તાવેજો પૂર્તતા માટે કયા કારણોસર લેવામાં આવી રહ્યા છે જેનાથી કંપનીને ઘણા પ્રશ્નો ઉદ્ભવે થઈ રહ્યા છે. સરકાર હાલ વિવિધ રાજ્યોના જીએસટી ડેટા એકત્રિત કરી રહ્યું છે સાચો સાથ જે તે કંપનીના ઇન્કમટેક્સના ડેટા સાથે ક્રોસ ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે અને એ તમામ ઉદ્યોગોને નોટિસ બજાવવામાં આવી છે.
દેશની સર્વિસ પ્રોફાઇડર જેવી કે બેંક, મોર્ટગેજ લેન્ડર, ટેકનોલોજી કંપની તથા ઇન્સ્યોરન્સ કંપની હાલ જે રીતે તકલીફનો સામનો કરી રહ્યું છે તે ન થાય તેના માટે સરકારે ગંભીરતાપૂર્વક વિચાર કરવો આવશ્યક છે. સૌથી મોટી વાત તો એ છે કે જે કંપનીઓને નોટિસ પાઠવવામાં આવી રહી છે તે તમામ કંપનીઓએ પોતાના ખાતા સેન્ટરલાઈઝ કરી દીધા છે અને કોઈપણ પ્રકારની બેલેન્સશીટ અલગ કરવામાં આવી નથી. કંપની મોટર ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ ક્ષેત્રના બુક્સ ઓફ એકાઉન્ટ અલગ નથી કર્યા તેના પરિણામે ઘણા પ્રશ્નો ઉદ્ભવિત થઈ રહ્યા છે એ વાતને ધ્યાને રાજ્ય સરકાર દ્વારા કંપનીઓને નોટિસ પાઠવવામાં આવી રહી છે.
હાલ જે નોટિસ ફટકારવામાં આવી રહી છે તેની પુરતતા કરવા માટે ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે એટલું જ નહીં જે જવાબો આપવાના હોય તે ઘણા પ્રશ્નોનો નિકાલ લાવવો ખુબજ કપરો સાબિત થઇ રહ્યો છે. કંપનીઓની છે કે જે રાજ્ય સરકાર દ્વારા જીએસટી નોટિસ બજાવવામાં આવી રહી છે તેનાથી કંપનીઓને ઘણી નુકસાની અને ઘણો સમય વ્યય થઈ રહ્યો છે અને કંપનીની મૂંઝવણો પણ વધી રહી છે જે ખરા અર્થમાં ન થવું જોઈએ. તરફ સરકારને જે રીતે આપી રહ્યું છે ત્યારે આ તમામ મુદ્દાઓને પણ સરકારે ગંભીરતા પૂર્વક વિચાર કરવો આવશ્યક છે કારણ કે દેશની વ્યવસ્થાને બેઠી કરવામાં કંપનીઓનો મુખ્ય સિંહ ફાળો છે. ગત પાંચ વર્ષના રેકોર્ડ લેવા માટે વિવિધ રાજ્યો દ્વારા નોટીશો આપવામાં આવી રહી છે તે ખરા અર્થમાં કંપનીઓને હેરાન કરવાની વાત છે.