બંધારણીય રીતે પાટીદારોને અનામત આપવાની કોંગ્રેસે રજૂ કરેલી ત્રણ ફોર્મ્યુલાનો પાટીદાર અનામત આંદોલન સમિતિએ કર્યો સ્વીકાર
કોંગ્રેસે તાજેતરમાં બંધારણીય રીતે પાટીદારોને અનામત આપવા ત્રણ ફોર્મ્યુલા રજૂ કરી હતી. જેને પાટીદાર અનામત આંદોલન સમીતીની કૌર કમીટીએ ગઈકાલે સ્વીકારી લીધી હોવાની જાહેરાત થઈ છે. હવે આ ફોર્મ્યુલામાં શું સંશોધન કરીને ઉમેરી શકાય તે માટે મોભીઓ સમક્ષ રજૂ કરીને સંમતિ લેવામાં આવશે.
ઘણા પાટીદારો અનામત ઓબીસી કવોટામાંથી આપવામાં આવે તેવું ઈચ્છે છે. હાર્દિક પટેલે પણ કોંગ્રેસ આ મામલે સંપૂર્ણ વલણ સ્પષ્ટ કરે તેવું ઈચ્છે છે. કોંગ્રેસ આ મામલે હવે ફસાઈ ગઈ છે. બંધારણમાં ૫૦ ટકાથી વધુ અનામત અપાઈ શકે તેમ નથી અને ઓબીસીમાંથી કવોટા અપાય તો ઓબીસી મત હાથમાંથી સરકી જાય તેવી કોંગ્રેસને દહેશત છે. બીજી તરફ પાટીદારોને માંગણી પણ સ્વીકારવી પડે તેવી સ્થિતિ છે. બંધારણીય રીતે પાટીદારોને અનામત આપવાની કોંગ્રેસની ત્રણ ફોર્મ્યુલા ઉપર હજુ ચર્ચા-વિચારણા થઈ શકે છે.
આ મામલે હાર્દિક પટેલે કહ્યું હતું કે, ૫૦ ટકાથી વધુ અનામત ન મળી શકે તેવું બંધારણમાં કયાંય નથી અને બંધારણની જોગવાઈ મુજબ જ પાટીદારોને અનામત મળી શકે છે. તે માટે પાટીદારોનો સર્વે પણ કરાવવો પડે તેમ છે. કોંગ્રેસ અનામતના મુદ્દાને તેના ચૂંટણી ઢંઢેરામાં સમાવવા માટે ભલામણ થઈ છે. કોંગ્રેસ અનામત આપે કે ન આપે તો પણ સત્તા માટે સમાજના હિતમાં અનામતની લડાઈ ચાલુ રહેશે તેમ હાર્દિક પટેલનું કહેવું છે.
બીજી તરફ અનામત આંદોલન સાથે જોડાયેલા સરદાર પટેલ ગ્રુપ-એસપીજીની બેઠકમાં કોંગ્રેસ પાટીદારોને ઓબીસીમાં સમાવવાનો સ્ટેન્ડ કલીયર કરે તેવી માંગણી કરવામાં આવી છે. તે માટે હાર્દિક પટેલ અને કોંગ્રેસ અનામત મુદ્દે ફુલડીમાં ગોળ ભાંગતા હોવાનો આક્ષેપ પણ થયો છે. પાટીદાર સમાજની માંગ હવે ઓબીસીમાં અનામત માટેની જ છે. કારણ કે ઈબીસી ભાજપ આપી ચૂકી છે અને અન્ય રીતે અનામત મળી શકે તેમ નથી.
પાટીદાર અનામત આંદોલન સમિતિની કોર કમિટીની સોમવારે મળેલી બેઠકમાં કોંગ્રેસે બંધારણીય રીતે પાટીદારોને અનામત આપવાની રજૂ કરેલી ૩ ફોર્મ્યુલા સ્વીકારી હોવાનું ક્ધવીનર હાર્દિક પટેલે જાહેર કર્યું છે. જેમાં હવે શું સંશોધન કરીને ઉમેરી શકાય તે માટે તેને સમાજના મોભીઓ સમક્ષ રજૂ કરીને સંમતિ લેવામાં આવશે. હાર્દિકે જણાવ્યું હતું કે, ૫૦ ટકાથી વધુ અનામત ન મળી શકે તેવું બંધારણમાં ક્યાંય નથી અને બંધારણની જોગવાઇ મુજબ જ પાટીદારોને અનામત મળી શકે છે. તે માટે પાટીદારોનો સર્વે પણ કરાવવો પડે તેમ છે.
કોંગ્રેસ અનામતના મુદ્દાને તેના ચૂંટણી ઢંઢેરામાં પણ સમાવવા માટે કહી રહ્યો છે પરંતુ કોંગ્રેસ અનામત આપે કે ન આપે તો પણ સત્તા સામે સમાજના હિતમાં અનામતની લડાઇ ચાલુ રહેશે તેમ કહેતા હાર્દિકે જણાવ્યું હતું કે, કોંગ્રેસે પણ મંગળવાર સુધીમાં તેનું સ્ટેન્ડ ક્લીયર કરી દેવું જોઇએ. ભાજપ દ્વારા સમાજ પર જે અત્યાચાર કરાયો છે તેની સામે લડત ચાલુ રહેશે. સરદાર પટેલ ગ્રૂપ સાથે પણ આ મુદ્દે વાતચીત કરવામાં આવશે.