કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાની જી-20 એમ્પાવર ડિજીટલ ઇન્ક્લુઝન પ્લેટફોર્મ લોન્ચ કરશે
2 થી 4 ઓગસ્ટ દરમિયાન મહિલા સશક્તિકરણ પર જી- 20 મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ યોજાશે: વિવિધ વિષયો પર થશે ચર્ચા
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે જી20 એમ્પાવર સમિટ 1થી 4 ઓગસ્ટ દરમિયાન યોજાશે અને 2થી 4 ઓગસ્ટ દરમિયાન મહિલા સશક્તિકરણ પર જી20 મિનિસ્ટરીયલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેની થીમ વિમેન લેડ ડેવલપમેન્ટ : એન્સ્યોરીંગ અ સ્સટેનેબલ, ઇન્ક્લુઝીવ એન્ડ ઇક્વીટેબલ ગ્લોબલ ઇકોનોમિક ગ્રોથ એન્ડ વિમેન-લેડ ઇન્ક્લુઝીવ ડેવલપમેન્ટ એઝ કસ્પ ઓફ ઇન્ટર-જનરેશનલ ટ્રાન્સફોર્મેશન છે. વિશ્વભરમાંથી 600 થી વધુ પ્રતિનિધિઓ આ બેઠકોમાં સામેલ થશે. અમુક મહિલા મંત્રી, ભારત અને વિદેશના જાણીતા વક્તા, જિન20 એમ્પાવર ડેલીગેટ્સ અને વિવિધ વૈશ્વિક સંસ્થાઓના પ્રતિનિધિ આ બેઠકોમાં જોડાશે.
ભારતની જી20 પ્રેસિડેન્સી હેઠળ એમ્પાવર સમિટ 31મી જુલાઈના રોજ જી 20 એમ્પાવરના અધ્યક્ષ ડો. સંગીતા રેડ્ડી, એફાઇસીસીઆઈ અને અપોલો હોસ્પિટલ્સ એન્ટરપ્રાઇઝેસ લિ.ના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર, અને બોટ ઈન્ડિયાના સહ-સ્થાપક અને સીએમઓ, અમન ગુપ્તા સાથે ચર્ચાથી શરૂ થશે. ત્યારબાદ રાત્રિ ભોજન અને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે.
મુખ્ય કાર્યક્રમ પહેલી ઓગસ્ટના રોજ શરૂ થશે, જેમાં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ તેમજ લઘુમતી બાબતોના મંત્રી શ્રીમતિ સ્મૃતિ ઇરાની અને જી20 શેરપા જી20 એમ્પાવર ડિજીટલ ઇન્ક્લુઝન પ્લેટફોર્મ લોન્ચ કરશે. ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સચિવ શ્રી ઇન્દેવર પાંડે; જી20 એમ્પાવરના અધ્યક્ષ ડો. સંગીતા રેડ્ડી; યુએન વુમનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, સિમા બાહૌસ તેમજ વિશ્વ બેંકના વાઇસ પ્રેસિડેન્ટ, લક્ષ્મી શ્યામ સુંદર સહિતના વિશેષ મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
ત્યારબાદ, પ્લેનરી સેશન યોજાશે જેમાં આદિત્ય બિરલા સેન્ટર ફોર કોમ્યુનિટી ઇનિશિયેટિવ્સ એન્ડ રૂરલ ડેવલપમેન્ટના અધ્યક્ષ તેમજ એફઆઇસીસીઆઈ સીએસઆર અને કમ્યુનિટી ડેવલપમેન્ટ કમિટીના ચેરપર્સન, રાજશ્રી બિરલા, એસઆઇઆઇડીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, શિવસુબ્રમણ્યમ રામન તેમજ હિન્દુસ્તાન યુનિલીવરના ભૂતપૂર્વ સીઇઓ અને એમડી અને એફઆઇસીસીઆઈના ભૂતપૂર્વ અધ્યક્ષ, સંજીવ મહેતા સંબોધન કરશે.
3 ઓગસ્ટના બીજા દિવસે વહેલી સવારે માઇન્ડફુલનેસ ધ્યાન સત્ર યોજાશે. ત્યારબાદ સમગ્ર દિવસ દરમિયાન વિવિધ વિષયો પર મંત્રી સ્તરની ચર્ચાઓ થશે; તેમાં વિમેન એન્ડ સ્પેસ, સંસ્કૃતિ અને મહિલા સશક્તિકરણની શક્તિ, ક્લાઇમેટ રેઝીલ્યન્સ એક્શન-ઇમ્પેક્ટ ઓન વિમેન્સ હેલ્થ એન્ડ ફાર્મિંગ, વિમેન એન્ડ ગર્લ્સ એઝ ચેન્જમેકર્સ ઇન ક્લાઇમેટ રેઝીલ્યન્સ એક્શન, ગ્રાસરૂટમાં નેતૃત્વને પ્રોત્સાહન આપવા માટે ભાગીદારી અને મહિલા સાહસિકતા અને એન્ટરપ્રાઇઝ સહિતના વિષયોનો સમાવેશ થાય છે.
પ્રતિનિધિઓ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જીવન પર નિર્માણ કરવામાં આવેલ દાંડી કુટીર મ્યુઝિયમની મુલાકાત લેશે. સાંસ્કૃતિક કાર્યક્રમ અને ગુજરાતી વાનગીઓથી ભરપૂર રાત્રિ ભોજન દ્વારા તેમને ગુજરાતની સંસ્કૃતિનો પરિચય કરાવવામાં આવશે. મહેમાનોને ગિફ્ટ સિટીની મુલાકાતે પણ લઇ જવામાં આવશે તેમજ તેઓ અમદાવાદ હેરિટેજ વોકમાં પણ સામેલ થશે. મહાત્મા મંદિર ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં હસ્તાંતરણ સમારોહ સાથે મહિલા સશક્તિકરણ પર જી20 મંત્રી સ્તરીય કાર્યક્રમની આ બેઠક સમાપ્ત થશે.
મહિલા સશક્તિકરણ અંગેની મિનિસ્ટરીયલ કોન્ફરન્સમાં આ મુદ્દાઓની થશે ચર્ચા
- શિક્ષણ, મહિલા સશક્તિકરણ માટે એક પરિવર્તનકારી માર્ગ
- મહિલા સશક્તિકરણ માટે ડિજિટલ કૌશલ્ય
- શિક્ષણ અને સ્ટેમ
- મહિલાઓ માટે કૌશલ્યની તકો
- વિમેન ઇન ઇમર્જીંગ ટેક્નોલોજીસ
આટલા વિષયો પર પાંચ પેનલની ચર્ચાઓ પણ યોજાશે
- લીડીંગ ધ ચેન્જ: મહિલા નેતૃત્વને પુન:વ્યાખ્યાયિત કરવું,
- મહિલાઓની નાણાકીય સમાનતાને આગળ વધારવા માટે ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ફાયદો લેવો,
- ક્લોઝિંગ ધ ગેપ: એચીવીંગ ટેક્વીટી ફોર વિમેન,
- શી-પ્રિન્યોર્સ: મહિલાઓની આગેવાની હેઠળના સાહસોની શક્તિનો ઉપયોગ અને
- લીડરશીપ અનપ્લગ્ડ: પ્રેરણાદાયી નેતાઓ દ્વારા સશક્તિકરણ વાર્તાઓ