વિસાવદર કોર્ટની જગ્યામાં આવેલ બાંધકામ દૂર કરવા કલેકટરે હુકમ કરેલ અને જિલ્લાના એસ.પી.એ પણ કોર્ટને બાંધકામ ઉતારી લેશે તેવી ખાતરી આપ્યા બાદ પણ અડધું બાંધકામ જ દૂર કરતા અને અન્ય બાંધકામ દૂર ન કરાતા આ બિલ્ડીંગ અત્યંત જર્જરિત થયેલ હોય ગમે ત્યારે મોટી જાનહાની થાય તેમ હોય અને તે પણ વિસાવદર-ભેસાણ બન્ને તાલુકાના માણસો આવતા હોય તે જગ્યાએ આવેલ હોય અને મામલતદારનો ચાર્જ સંભાળી ને બેઠેલા અધિકારી નગરપાલિકા ના પણ વહીવટદાર હોય દરરોજ આ બિલ્ડીંગ પાસેથી જ પસાર થતા હોય તેમજ અન્ય તમામ અધિકારીઓ ને પણ આ બાંધકામ દેખાતું ન હોય જિલ્લા કલેકટરના આદેશ મુજબ જાનહાનિ થશે તો ક્યાં અધિકારીઓ આ બાબતે ની જવાબદારી સંભાળશે ..?
તેવો પ્રશ્ન પ્રજાજનો કરી રહિયા છે.અન્ય ભાડૂતી મિલકતો ખાલી થતી ન હોય તે મકાન માલિકના કહેવાથી જર્જરિત ગણી નોટિસો આપવામાં માહેર અધિકારીઓ શુ આ બાબતે કોર્ટને કે પોલીસને કે આર.એન્ડ બી.ના અધિકારીઓને નોટિસ આપવાની હિંમત કરશે ખરા કે જેમ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવે છે તે રીતે વિસાવદરના અધિકારીઓને ઝનૂનના ટીપાં પીવડાવવા પડશે તેવો પ્રશ્ન તથા આજુબાજુના લતાવાસીઓ કરી રહિયા છે.