જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસો. દ્વારા
આજે સાંજે મેવાસા ગામે સ્વ.વિઠ્ઠલભાઇ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ
સૌરાષ્ટ્રના સિંહ, ભામાશા વગેરે જેવા શબ્દોના સંબોધનના માલિક એવા સ્વ.વિઠ્ઠલભાઇ રાદડિયાની ચોથી પુણ્યતિથિએ જેતપુર પંથકમાં વિવિધ સેવાકીય કાર્યોની હારમાળા સર્જાઇ છે. જેમાં આ પંથકની જુદી-જુદી સંસ્થાઓ, વેપારીઓ, સમાજ શ્રેષ્ઠીઓ વગેરેનો અભૂતપૂર્વ સહયોગ મળી રહ્યો છે. ત્યારે જેતપુર ખાતે મહા સર્વરોગ નિદાન કેમ્પ તેમજ સ્વ.વિઠ્ઠલભાઇ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ જેવા અનેક કાર્યક્રમોનું આયોજન થયું છે.
આજે સ્વ.વિઠ્ઠલભાઇ રાદડિયાની ચોથી પુણ્યતિથિએ જેતપુર પંથક જાણે કે સેવાનું પરબ બની ગયું હોય તેમ આ પંથકમાં અનેકવિધ કાર્યક્રમોનો આયોજન થયા છે. જેતપુરના ધોરાજી રોડ ખાતે આવેલ લેઉવા પટેલ સમાજની વિશાળ જગ્યામાં ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસો.ના પ્રમુખ જેન્તીભાઇ રામોલીયા, પૂર્વ પ્રમુખ રાજુભાઇ હિરપરા, સેક્રેટરી દિપુભાઇ જોગી, જીતુભાઇ હિરપરા સહિત મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
જ્યારે જેતપુરના લેવાસા ગ્રામજનો દ્વારા આજે સાંજે 4:00 કલાકે સ્વ.વિઠ્ઠલભાઇ રાદડિયાની પ્રતિમાનો અનાવરણ જેતપુર ડાઇંગ પ્રિન્ટીંગના પૂર્વ પ્રમુખ રાજુભાઇ હિરપરા (જયશ્રી ગ્રુપ)ના વરદ હસ્તે કરવામાં આવશે.