મેચ નિહાળવા આવેલા ક્રિકેટ રસિકોને નિ:શુલ્ક પાણી પૂરું પાડવામાં આવશે અને સ્વાસ્થ્યનું પણ ધ્યાન રખાશે
આઇસીસીએ તાજેતરમાં આ વર્ષે ભારત દ્વારા યોજાનાર વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું હતું. ટૂર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થશે. જ્યારે ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે. આ વર્ષે ભારત દ્વારા યોજાનાર વર્લ્ડ કપમાં સૌથી મોટી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમવાની છે. આ મેચ 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની છે. પરંતુ સુત્રો મુજબ આ મેચની તારીખ બદલાઈ શકે છે. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહનું એક મોટું નિવેદન સામે આવ્યું છે.
જય શાહે કહ્યું છે કે આ વર્ષે ભારતમાં યોજાનાર વર્લ્ડ કપના શેડ્યૂલમાં ફેરફારની સંભાવના છે. આગામી દિવસોમાં તેની જાહેરાત થઈ શકે છે. જય શાહે કહ્યું કે 2-3 સભ્ય બોર્ડે વર્લ્ડ કપના શેડ્યૂલમાં કેટલાક ફેરફાર કરવા અપીલ કરી છે. ખાસ કરીને તે ભારત અને પાકિસ્તાનની મેચ માટે નથી. જય શાહે કહ્યું છે કે આ વર્ષે ભારતમાં યોજાનાર વર્લ્ડ કપના શેડ્યૂલમાં ફેરફારની સંભાવના છે. આગામી દિવસોમાં તેની જાહેરાત થઈ શકે છે. જય શાહે કહ્યું કે 2-3 સભ્ય બોર્ડે વર્લ્ડ કપના શેડ્યૂલમાં કેટલાક ફેરફાર કરવા અપીલ કરી છે. ખાસ કરીને તે ભારત અને પાકિસ્તાનની મેચ માટે નથી.
વિવિધ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડ એ બીસીસીઆઈને રજૂઆત અને ભલામણ કરી છે કે ઘણા એવા મેચો છે કે જે ટૂંકાગાળામાં હોવાથી એ સમય અને તારીખમાં બદલાવ કરવામાં આવશે. આગામી થોડા દિવસોમાં નવી તારીખો અને સમય નો બદલાવ કરી દેવાશે. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે જણાવ્યું હતું કે સ્ટેડિયમમાં આવનાર ક્રિકેટ રસિકોને નિશુલ્ક પાણી પણ આપવામાં આવશે સાથોસાથ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન પણ રખાશે.
આયર્લેન્ડ પ્રવાસ માટે બૂમ-બૂમ બુમરાહ ફિટ
ભારતનો ઝડપી બોલર જસપ્રીત બુમરાહ સંપૂર્ણ સ્વસ્થ છે અને આયર્લેન્ડ સામે આગામી મહિને ત્રણ ટી20 મેચની શ્રેણીમાં રમશે તેવો આશાવાદ બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે વ્યક્ત કર્યો હતો. ભારત આયર્લેન્ડના પ્રવાસ પર તેની બી ટીમને મોકલશે. બુમરાહે સ્ટ્રેસ ફ્રેક્ચરની ઈજા બાદ સર્જરી કરાવી હતી અને ત્યારપછીથી તે એનસીએમાં રિહેબિલિટેશન હેઠળ છે. તેની સ્થિતિમાં સુધારો જણાય છે અને તેની ફરીથી ભારતીય ટીમમાં પસંદગી થાય તે અગાઉ તે કેટલીક વોર્મ અપ મેચ રમશે.