માતા બાદ પુત્રનો મૃતદેહ મળ્યો

ગત તા.23 રવિવાર ના જસદણ અને કોટડા સાંગાણી પંથક મા પડેલા ભારે વરસાદ ને કારણે નદીના પુર મા ઈશ્વરીયા ગામ નુ પરીવાર તણાયુ હતુ.જેમા અન્ય નો બચાવ થયો હતો પરંતુ માતા પુત્ર પુર ના પાણી મા લાપતા બન્યા હતા.જોકે આજ દિવસે બપોર ના સતાપર પાસે થી માતાનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે તણાઇ ને લાપતા બનેલા પુત્ર નો મૃતદેહ આજે પાંચ દિવસ બાદ શિવરાજગઢ ખારાવાડી ભાદર ડેમ ના કાંઠે થી મળી આવતા ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.

પ્રાપ્ત વિગત મુજબ સવાર ના સુમારે ભાદર ના કાંઠા પર કોઈ યુવાન ની લાશ તરતી હોવાની જાણ ગોંડલ ફાયરબ્રિગેડ ને થતા ટીમ શિવરાજગઢ દોડી ગઈ હતી અને ડેમ ના પાણી મા થી મૃતદેહ બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખસાડ્યો હતો.જ્યા   મૃતક ઇશ્વરીયા નો રવિ દિનેશભાઈ સોલંકી ઉ.25 હોવાની ઓળખ થઈ હતી.

ગત તા.23 રવિવાર ના  ભારે વરસાદ ને કારણે કરમાળ નદી મા ઘોડાપુર આવ્યા હોય વધુ મા કરમાળ ડેમ ના પાણી છોડાયા હોય નદી ગાંડીતુર બની હતી.નદીના પાણી કાંઠે આવેલા ખેતરો મા ફરી વળતા ઇશ્વરીયા ગામ  પાસે નદી કાંઠે રહેતા દિનેશભાઈ દોહાભાઇ સોલંકી તેમના પત્નિ મધુબેન, પુત્ર રવિ સહિત નો પરીવાર નદીના ભિષણ પુર માં તણાયો હતો.દિનેશભાઈ સહિત અન્ય નો બચાવ થયો હતો.

જ્યારે મધુબેન તથા રવિ પાણી મા લાપતા બન્યા હતા.મધુબેન નો મૃતદેહ તેજ દિવસે સતાપર પાસેથી મળી આવ્યો હતો.પણ રવિ નો કોઈ પતો નહી લાગતા પરીવાર તથા ગ્રામજનો દ્વારા નદી કાંઠે તેની શોધ ખોળ કરી હતી.દરમિયાન આજે પાંચ દિવસ બાદ શિવરાજગઢ ખારાવાડી ભાદર ના કાંઠે થી કોહવાયેલી હાલત મા તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.