ચોમાસુ બરાબર જામતા સુરતીઓ ખાજા લેવા ઉમટી પડયા છે
સુરત, ભાવેશ ઉપાધ્યાય
હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે..અને વરસાદમાં તીખા ખાજા ખાવાની અનેરી જ મજા છે
આપણા વડવાઓએ અનેક કહેવતોનો ઉલ્લેખ સમય અને સંજોગો પ્રમાણે કર્યો છે. જેમાં સુરતની એક ખાસ વાત માટે પણ કહેવતનો ઉલ્લેખ થયો છે. જે આજે પણ એટલી પ્રખ્યાત છે. એવું કહેવાય છે કે કાશીનું મરણ અને સુરતનું જમણ ક્યારેય ભુલાય નહિ. બસ એવુજ એક વ્યંજન ખાસ ચોમાસાની ઋતુમાં વધુ ટેસ્ટી લાગે એવું છે તો આવો જાણીએ એ સ્વાદિષ્ટ વાનગી વિષે.
અને તેને લીંબુ નાખીને ખાવામાં આવે તો બહુ ટેસ્ટી લાગે છે .ત્યારે ચોમાસુ બરાબર જામતા સુરતીઓ ખાજા લેવા ઉમટી પડયા છે..આ અંગે એસ મોતીરામના માલિકના હિમાંશુ ભાઈએ જણાવ્યું હતું કે સમય બદલાતા ખાજાના ટેસ્ટમાં પણ થોડો ઘણો બદલાવ આવ્યો છે .વર્ષો પેહલા ખાજા ખૂબ તીખા બનાવવામાં આવતા હતા ત્યારે હવે સમય બદલાતા અને સુરતીઓના ટેસ્ટમાં પરિવર્તન આવતા ખાજામાં તીખાશ થોડી ઓછી રાખવામાં આવે છે . પરંતુ આજે પણ ખાજાની લોકપ્રિયતા અકબંધ છે .આજના પીઝા પાસ્તાના સમયમાં યંગ જનરેશન પણ આ ખાજા ખાવાનું પસંદ કરે છે …અને ખાસ સુરતના ખાજાની ડિમાન્ડ દેશ તેમજ વિદેશમાં પણ એટલી જ છે .અને વિદેશમાં પણ એકસપોર્ટ કરવામાં આવે છે .તેને માટે તેનું અલગથી પેકિંગ કરવામાં આવે છે જેથી તે ૧ મહિના સુધી બગડતા નથી .ત્યારે સુરતી ખાજાનો ટેસ્ટ વિદેશીઓ પણ હોંશે હોંશે ખાય છે .