123 એકરમાં ફેલાયેલા વિશાળ પરિસરમાં કોમ્પ્લેક્ષનું નિર્માણ, વિશ્વમાં ટોપ-10માં આ ક્ન્વેન્શન સેન્ટરનો સમાવેશ : આ જ કોમ્પલેક્ષમાં જી 20 બેઠક પણ યોજાશે
દિલ્હીના પ્રગતિ મેદાનનું આઇટીપીઓ ( ઇન્ડિયન ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશન) જેને આઈઇસીસી ( ઇન્ટિગ્રેટેડ એક્ઝિબિશન કમ ક્ન્વેન્શન સેન્ટર) કોમ્પ્લેક્ષ જી-20 બેઠક માટે તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આ કોમ્પ્લેક્ષનું શાસ્ત્રોક્ત વિધિ સાથે તેનું લોકાર્પણ કર્યું છે. આ સંકુલ માત્ર જી-20 મીટિંગનું જ આયોજન નહિ પણ દિલ્હીની અનેક પરિષદો અને પ્રદર્શનો માટે વિશ્વ સ્તરની સુવિધાઓ સાથેનું આયોજન કરશે.
પ્રગતિ મેદાન સંમેલન કેન્દ્ર વિશ્વના 10 સૌથી મોટા સંમેલન કેન્દ્રોમાંનું એક છે. તે જર્મનીના હેનોવર એક્ઝિબિશન સેન્ટર અને શાંઘાઈમાં નેશનલ એક્ઝિબિશન એન્ડ ક્ન્વેન્શન સેન્ટર સાથે સ્પર્ધા કરશે. અત્યાર સુધી દિલ્હીનું વિજ્ઞાન ભવન એકમાત્ર એવું સ્થળ હતું જ્યાં મોટી સભાઓ થતી હતી. તે 1956 માં બનાવવામાં આવ્યું હતું. અને તે આગામી બે દાયકામાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી રહેલા ભારતની ભાવિ જરૂરિયાતોને પૂરી કરી શકશે નહીં. આ પછી સરકારે આઇટીપીઓ ક્ન્વેન્શન સેન્ટર બનાવવાનો નિર્ણય લીધો.
એક હોલમાં 7,000 લોકોની બેઠક ક્ષમતા છે, જે 5,500 સીટવાળા સિડની ઓપેરા હાઉસ કરતા પણ મોટો છે. આ હોલમાં દિવાલો છે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકાય છે. તેની મદદથી તેને ત્રણ અલગ-અલગ હોલમાં પણ બદલી શકાય છે.
પ્રગતિ મેદાન ક્ન્વેન્શન સેન્ટરની રચના કરતી વખતે, દક્ષિણ કોરિયા, અમેરિકા, જર્મની અને ચીન સહિતના દેશોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો જ્યાં આવી સુવિધાઓ છે. પ્રગતિ મેદાન ખાતેનું આઇટીપીઓ 123 એકરમાં ફેલાયેલું છે. તેમાં 3,000ની બેઠક ક્ષમતા સાથે એમ્ફીથિયેટરનો સમાવેશ થાય છે, જે સંયુક્ત રીતે ત્રણ પીવીઆર થિયેટરોની સમકક્ષ છે.
તેનો ઉપયોગ પ્રદર્શન, સાંસ્કૃતિક શો અને મનોરંજન કાર્યક્રમો માટે થઈ શકે છે. ક્ન્વેન્શન સેન્ટરમાં 4,800 વાહન પાર્કિંગની જગ્યા છે. અહીં હજારો લોકો કોઈપણ સમસ્યા વિના સરળતાથી આવી શકે છે. આ ઉપરાંત પદયાત્રીઓ માટે સંદિગ્ધ માર્ગો પણ આપવામાં આવ્યા છે.
પ્રોજેકટ પાછળનો ખર્ચ રૂ. 2150 કરોડ 6 વર્ષ તેના નિર્માણમાં લાગ્યા
ક્ન્વેન્શન સેન્ટર હવે આંતરરાષ્ટ્રીય કક્ષાની ઇવેન્ટ માટે સજ્જ
લેવલ –1
24 જનરલ મિટિંગ રૂમ
લેવલ-2
જી 20 રૂમ, લીડર્સ લોન્જ, 2 ઓડિટોરિયમ, 1 સ્પેશિયલ લોન્જ, વીઆઇપી લોન્જ
લેવલ-3
7000 લોકો માટેની બેઠક વ્યવસ્થા
લેવલ-4
ઇન્ટરપ્રિટર રૂમ્સ, 3000 બેઠક વ્યવસ્થા સાથેનું એમ્ફીથિયેટર, ફુડ અને બેવરેજીસ આઉટલેટ
અન્ય સુવિધાઓ
6 એક્ઝિબિશન હોલ, નાના મિટિંગ રૂમ્સ, ફૂડ કોર્ટ, 4800 કાર પાર્ક થઈ શકે તેવું પાર્કિંગ