કારગીલનું યુદ્ધ દરેક ભારતીય માટે ગર્વ સમાન
“ઓપરેશન વિજય” સફળ એવા શબ્દો સંભાળતા જ આખા દેશે નિરાંતના શ્વાસ લીધા હતા. વાત છે કારગીલ યુદ્ધની, ૮મી મે ૧૯૯૯ના દિવસે પાકિસ્તાને કારગીલમાં યુદ્ધ છેડ્યું હતું. જેનો પગપેસારો ૧૯૯૮થી શરૂ થયી ચુક્યો હતો, પાકિસ્તાની આર્મી અને ઇસ્લામાબાદના ઘુસણખોરો ભરતમાં બદઈરાદા સાથે ઘુસી ચુક્યા હતા. તેનો ટાર્ગેટ કાશ્મીરને લદાખ સાથે જોડતો એકમાત્ર હાઇવે ધ્વસ્ત કરવાનો હતો જેમાં ધ્રાસ અને બટાલિક સેક્ટર મુખ્ય નિશાના પર હતા.
૧૮૦૦૦ ફૂટની ઉચાઇ પર કળ કળતી ઠંડીથી પણ વધુ ઠંડીમાં ભારતીય જવાનોએ હિંમત હાર્યા વગર દુશ્મનો નો સામનો કર્યો અને ૧૦૦૦ જેટલા પાકિસ્તાની સૈનિકોને ઠાર કર્યા. પાકિસ્તાને કબજો કરેલા NH1- A ને પાછો મેળવ્યો હતો અને ફરી તેના પર કોઈ આંચ ન આવે તે માટે ત્યાં ને ત્યાં અડીખમ ઉભા રહી તેની રક્ષા કરી હતી.
આ યુધ્ધમાં ૫૦૦૦ જેટલો તોપમારો, રોકેટ અને બોમ્બમારો તેમજ ૩૦૦ ગન યુદ્ધ લડવા માટે સજ્જ્ર રખાયા હતા. ૨,૫૦,૦૦૦ જેટલા રોકેટ અને શેલ તો ફાયર થયી ગયા હતા. આ યુધ્ધમાં ઇન્ડિયન એર ફોર્સ દ્વારા એર સ્ટ્રાઈક કરીને દુશ્મનોનો ખાત્મો બોલાવ્યો હતો.
ટાઈગર હિલ, પોઈન્ટ ૪૮૭૫ અને ટોલોલીંગ જેવા વિસ્તારો દુશ્મન દેશ પાસેથી પાછા મેળવવામાં કારગીલ યુદ્ધ સફળ નીવડ્યું હતું. ૧૯૭૧ના યુદ્ધ બાદનું આ બીજું મહત્વનું યુદ્ધ સાબિત થયું હતું.
આ યુધ્ધમાં ૫૦૦ જેટલા ભારતીય જવાનો સહીદ થયા હતા જેમાં ઇન્ડિયન એર ફોર્સના કેપ્ટન વિક્રમ બત્રાએ પણ શહીદી વહોરી હતી જેને મરણોપરાંત પરમ વીર ચક્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત લેફ્ટનેન્ટ મનોજ કુમાર પાંડે, રાઈફલ મેન સંજય કુમાર અને ગ્રેનેડીઅર યોગેન્દ્ર સિંહ યાદવને પણ ભારતના અર્વોચ્ચ સંન્માન અને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમજ ૧૧ જવાનોને મહા વીર ચક્રથી પુરસ્કૃત કરાયા હતા.
૨૬ જુલાઈ ૧૯૯૯ના દિવસે યુદ્ધ વિજયી થતા જે લાગણી જવાનોની અને દેશવાસીઓની હતી એ લાગણી તો અહી વર્ણવા કોઈ શબ્દો નથી. પણ એ દિવસને યાદ કરી દેશની સફળતા અને સહીદ જવાનોની કુરબાનીને સાલમ કરવાનું ભૂલવું ના જોઈએ.