લોકસભાની ચૂંટણી પ્રચારનું બ્યુગલ ફૂંકશે

રાજકોટ ઇન્ટરનેશન એરપોર્ટનું ઉદઘાટન કરશે કોર્પોરેશનના ર34 કરોડના વિકાસ કામો અને સૌનિ યોજના લીંક-3નું પણ કરશે લોકાપર્ણ

ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા કાલે રાજકોટમાં જાહેર સભા પૂર્ણ કરી રાત્રી રોકાણ ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે કરશે

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતીકાલથી બે દિવસ માટે માદરે વતન ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ સૌરાષ્ટ્ર અને ગુજરાતની જનતાને અનેકાવિધ વિકાસ કામોની ભેટ આપશે. ગુજરાતના પ્રથમ ગ્રિન ફિલ્ડ એરપોર્ટ કે જેની નિર્માણ હિરાસર પાસે કરવામાં આવ્યું છે. અને જેને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ નામ આપવામાં આવ્યું છે. તેનું લોકાપર્ણ કરવામાં આવશે. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના રૂ. 234 કરોડના વિકાસ કામોની જનતાને ભેટ આપશે રેસકોર્સ ખાતે જંગી જાહેર સભાને સંબોધશે.

લોકસભાની ચુંંટણીના આડે હવે માત્ર આઠ મહિનાનો સમય બાકી રહ્યો છે ત્યારે ગુજરાતની લોકસભાની તમામ ર6 બેઠકો સતત ત્રીજી વખત જીતવા માટે ભાજપ દ્વારા તૈયારીઓ આરંભી  દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા આવતીકાલથી રાજકોટથી વિધિવત રીતે લોકસભાની ચુંટણીના પ્રચાર-પ્રસારના શ્રી ગણેશ કરી દેશે કારણ કે હિરાસર ખાતે એરપોર્ટનું લોકાપર્ણ કર્યા બાદ વડાપ્રધાન રાજકોટ ખાતે રેસકોર્સમાં જંગી જાહેર સભા સંબોધશે. જેમાં એક લાખથી વધુની માનવ મેદની એકત્રીત કરવાનો ભાજપનો લક્ષ્યાંક છે.

આવતીકાલે બપોરે 3.10 કલાક આસપાસ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું હિરાસર ખાતે આગમન થશે જયાં તેઓ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરી 1પ મીનીટ  સુધી રોકાણ કરી એરપોર્ટના ખુણે-ખુણાની ચકાસણી કરશે. ત્યારબાદ તેઓ હવાઇ માર્ગ રાજકોટના જુના એરપોર્ટ ખાતે આવી પહોચશે. અગાઉ જાહેર કરવામાં આવેલા કાર્યક્રમમાં પીએમ રાજકોટમાં એરપોર્ટથી રેસકોર્સમાં સભા સ્થળ સુધી રોડ-શો યોજવાના હતા પરંતુ તે રદ કરવામાં આવ્યો છે.

હવે તેઓ એરપોર્ટથી સિઘ્ધા રેસકોર્સમાં સભા સ્થળે પહોચશે જયાં પીએમના હસ્તે સૌની યોજનાના લીંક-3 પેકેટ 8 અને 9 લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના ર34 કરોડના વિકાસ કામોનું પણ લોકાપર્ણ કરશે. જેમાં કે.કે.વી. ચોક ફલાય ઓવરબ્રીજ, વોટર ટ્રીટમેન્ટ, ન્યારી-1 ડેમથી રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ સુધી સ્ટીલની  પાઇપલાઇન સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, અધતન લાયબ્રેરી અને નવુ આરોગ્ય કેન્દ્રનું ઉદધાટન કરશે. રાજકોટમાં જંગી જાહેરસભા સંબોઘ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી હવાઇ માર્ગ ગાંધીનગર જવા રવાના થશે. જયાં રાજભવન  ખાતે રાત્રી રોકાણ કરશે દરમિયાન શુક્રવારના રોજ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે સેમિકોન ઇન્ડીયા 2023નું ઉદઘાટન કરશે. શુક્રવારે બપોરનું ભોજન પીએ ભાજપના ધારાસભ્યો અને સાંસદો સાથે લેશે.

ગુજરાત વિધાનસભાની ચુંટણીમા ભવ્ય જીત મેળવ્યા બાદ હદે લોકસભાની ચુંટણીમાં સતત ત્રીજી વખત રાજયની લોકસભાની તમામ ર6 બેઠકો જીતવા માટે  કાલથી જ બ્યુગલ ફુંકી દેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.