સમાજ કલ્યાણ ખાતામાંથી 195 વિદ્યાર્થીઓની સ્કોલરશીપનાં રૂા.39 લાખ હજમ કરી ગયા: બંને આરોપી સાત દિવસના રિમાન્ડ પર: મુખ્ય સુત્રધારની શોધખોળ
સુરેન્દ્રનગર જિલ્લામાં છેતરપિંડી તેમજ સરકારી ગ્રાન્ટનો ગેરઉપયોગ થતા હોય તેવા કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વિદ્યાર્થીઓના નામે સ્કોલરશીપ ઉઘરાવી લીધી હોય તેવું સમગ્ર કારસ્તાન સામે આવ્યું છે ત્યારે જોરાવનગર પોલીસે 19મી જુલાઈના રોજ રતનપર નજીક આવેલા સ્વામી વિવેકાનંદ કોમ્પલેક્ષના પહેલા માળેથી વિદેશી દારૂની બોટલ સાથે બે ઇસમોની અટકાયત કરવામાં આવી હતી.
અને આ મામલે શૈલેષભાઈ પરબતભાઈ રથવી અને શુભમ ભરતભાઈ રાઠોડ ની અટકાયત કરવામાં આવી હતી બંને ઉપર દારૂનો ગુનો દાખલ કરી અને પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ મુદ્દે જોરાવનગર પોલીસ મથકના પીએસઆઇ જાડેજા તથા તેમની ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવતા ઝડપાયેલા બંને ઇસમોની કડક પૂછપરછ હાથ ધરવામાં આવતા તેમના દ્વારા સમાજ કલ્યાણ ખાતામાંથી 60% થી વધુ માર્કસ મેળવેલા વિદ્યાર્થીઓને મળતી સ્કોલરશીપ નું કૌભાંડ આચરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું.
આ મામલે ઝડપાયેલા બંને આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત ગુજરાત રાજ્યના કુલ 195 જેટલા વિદ્યાર્થીઓની ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલી માર્કશીટ આધાર કાર્ડ જરૂરી ડોક્યુમેન્ટ તથા જરૂરી પુરાવો મેળવી અને સમાજ સુરક્ષા ખાતામાં જે સ્કોલરશીપ લેવા ફોર્મ ભરવાનું હોય તેમાં અપલોડ કરી અને એક વિદ્યાર્થી દીઠ રૂ.20,000 ની સ્કોલરશીપની ઉચાપત કરી અને પોતાના ખાતામાં જમા કરાવી લેવામાં આવ્યા હતા કુલ 39 લાખ રૂપિયાની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે.
આ મુદ્દે ઝડપાયેલા જે બંને આરોપીઓ છે તેમની હજુ પણ કડક પૂછપરછ હાથ ધરવા જોરાવર નગર પોલીસે ઝડપાયેલા બંને આરોપીઓને કોર્ટ સમક્ષ હાજર કરી અને રિમાન્ડ માંગ્યા હતા કોર્ટે આ મુદ્દે સાત દિવસના બંને આરોપીઓના રિમાન્ડ આપ્યા છે બંનેની હાલમાં જોરાવનગર પોલીસે કડક પૂછપરછ હાથ ધરી છે જોકે આ ઝડપાયેલા બંને દારૂ સાથે ઝડપાયા હતા અને ત્યારબાદ કડક પૂછપરછ હાથ ધરવામાં આવતા સ્કોલરશીપનું કૌંભાંડ કર્યા હોવાનું સામે આવ્યું છે.
પોલીસે બોગસ બનાવટી રીસીપ્ટ ટ્રસ્ટોના બોગસ દસ્તાવેજો કબ્જે કર્યો
સુરેન્દ્રનગર જિલ્લામાંથી રાજ્ય વ્યાપી સ્કોલરશીપ નું કૌંભાંડ ઝડપાયું છે ત્યારે વિદ્યાર્થીઓના નામે સમાજ કલ્યાણ ખાતામાં મળતી સ્કોલરશીપ ના 39 લાખ રૂપિયાની ઉચાપત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ બે આરોપીઓ પોલીસે ઝડપી લીધા છે ત્યારે ઝડપાયેલા આરોપીઓ પાસેથી વિવિધ ટ્રસ્ટ અને વિવિધ સેવા કે સંસ્થાઓના પ્રમાણપત્રો જે ડુપ્લીકેટ હાલતમાં મળી આવ્યા છે આ ઉપરાંત લેપટોપ તેમજ બોગસ બનાવટી રીસીપ્ટ તેમજ વિદ્યાર્થીઓની આધારકાર્ડ બેંક પાસબુક ની ઝેરોક્ષ મોબાઈલ ફોન સહિતનો મુદ્દા માલ જપ્ત કર્યો છે અને આ અંગે ઝડપાયેલા બે આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી છે. હજુ મુખ્ય સૂત્રધાર દવે સાહેબ ઝડપાવવાના બાકી છે તેની શોધ પણ પોલીસ વિભાગે હાથ ધરી છે.