Screenshot 7 17  ધર્મ-ઐતિહાસિક-પૌરાણીક નગરીમાં પ્રકૃત્તિના પ્રકોપ બાદ

ગીરનાર પરના ધોધમાર વરસાદથી નવું જૂનાગઢ ધોવાઇ ગયું- હવે બચાવ રાહત, માનવ સહાયની કામગીરીનો ધમધમાટ

જૂનાગઢમાં શનિવારે ભવનાથ-ગીરનાર જંગલમાં વાદળ ફાટવા જેવા વરસાદથી શહેરમાં સર્જાયેલી જળ બંબાકારની સ્થિતિ વચ્ચે વાહનો-પશુઓ પાણી તળાવાથી અને મકાનો-દુકાનોમાં પાણી ભરાઇ જવાથી કરોડોના નુકશાનની ભીતી સેવાઇ રહી છે.

જૂનાગઢ ઢોળાવવાળું હોવાથી જૂના જૂનાગઢમાંથી વરસાદનું પાણી ગણતરીની મીનીટોમાં જ વહી ગયું હતું પણ નવું વસેલું જૂનાગઢ પાટાની પેલે પાર વસાહતો સોસાયટીઓમાં પારાવાર તારાજી સર્જાય છે. હજ્જારો મોટરો ઘર પાસેથી બાકસના ખોખાની જેમ તણાઇ ગઇ હતી. ભવનાથ, દાતાર, ગીરનાર અને જોગણીયા ડુંગરમાં વસતા માલધારીઓના પશુ પાણી તણાઇ ગયા.

ગીરનાર દરવાજા ભરડાવાવ, નીચલા દાતાર, મુબારક બાગ, ધારાગઢ દરવાજા, મોતીબાગ અને ટીંબાવાડી સુધીના નીચાણવાળા વિસ્તારોની વસાહતો, સોસાયટીઓ, દુકાનો અને ઘરમાં પુરના પાણી ઘુસી જતા નાની-મોટી દિવાલો, નબળા મકાનો, પુલની રેલીંગો ધરાશાઇ થઇ ગઇ હતી. પુરના પાણી ઘુસી જતા ઘરો અને દુકાનોમાં બે થી લઇ પાંચ ફૂટ સુધીનું કાદવ ભરાઇ ગયું છે. જૂનાગઢમાં હવે પૂર ઓસરી ગયા છે પણ જાનમાલની નુકશાનીથી આંસુઓ છલકાઇ રહ્યા છે. તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહેલી જાનમાલની નુકશાનીના સર્વેમાં દહેશતથી વધુ ખુંવારીના આંકડા બહાર આવે તેવું દેખાઇ રહ્યું છે.

જૂનાગઢમાં ક્યારેય આવા વરસાદનો અનુભવ ન થયો હતો. વર્તમાન પેઢી માટે આ પ્રથમ અનુભવ બન્યો છે. શહેરમાં સરકારી તંત્ર, સામાજીક સંસ્થાઓ દ્વારા ફૂટ પેકેટથી લઇ સેવા સહાયનો યજ્ઞ શરૂ થયો છે.

જૂનાગઢ શહેરના અસરગ્રસ્તો માટે શનીવાર રાત્રિથી જ તંત્ર અને સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન, સત્યમ સેવા યુવક મંડળ સહિતની અનેક સંસ્થાઓ અને શહેરના સેવાભાવી લોકો હજારોની સંખ્યામાં ફૂડ પેકેટો તૈયાર કરવામાં આવ્યા હતા અને રાત્રિના સમયે જ અસરગ્રસ્ત લોકોને આ ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું સંકટના આ સમયમાં જૂનાગઢની સેવાભાવી સંસ્થાઓ અને.લોકો એ આગળ આવી શનિવારે રાત્રેથી જ જરૂરિયાત મંદોને ફૂડ પેકેટ વિતરણ શરૂ કરી દીધું હતું તે રાજકોટ અને ગીર સોમનાથ જિલ્લા પ્રશાસનને પણ સેવાકીય સંસ્થાઓની મદદથી જૂનાગઢ માટે ફોડ પેકેટ્સ મોકલી આપ્યા છે.

Screenshot 8 15

આ સાથે મોટું મન રાખી જુનાગઢના સેવાભાવી લોકોએ આશરા વગરના બની ગયેલ લોકોને અત્યારે પોતાના એપાર્ટમેન્ટ અને ખાલી ઘરોમાં આપ્યા છે તો તે સાથે કપડાં સહિતની વ્યવસ્થાઓ પણ જુનાગઢ વાસીઓએ જરૂરિયાત મંદોને કરી આપી શક્ય તેટલી જરૂરિયાત મંદોને મદદ થઈ રહી છે. કલેકટરના માર્ગદર્શનમાં જિલ્લા પુરવઠા અધિકારી અને ઇન્ચાર્જ પ્રાંત અધિકારી રીનાબેન ચૌધરી ફુડ પેકેટ્સ બનાવવા અને વિતરણ માટે જરૂરી સંકલન કરી રહ્યા છે.

કેશોદ તાલુકાના ઘેડ પંથકનો આકાશી ડ્રોન નજારો

Screenshot 10 9

કેશોદ તાલુકાના બામણાસા ઘેડ,  પાડોદર,સરોડ, અખોદડ સહિતના ગામો જળબંબાકાર સર્જાયા હતા. ચારેકોર પાણીપાણી વચ્ચે  ખેતરોમાં જળબંબાકાર અને  વ્યાપક તારાજીના દ્રશ્યો ખડા થયા છે.

રાજકોટ ફાયર બ્રિગેડની ત્રણ ટીમોનો જૂનાગઢમાં પડાવ

Screenshot 9 11

જૂનાગઢ શહેરમાં પડેલ અતિ ભારે વરસાદમાં રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી શાખાની ત્રણ રેસ્ક્યુ ટીમ જેમાં પુરની બચાવ કામગીરીના સાધનો સાથે લાઈફ જેકેટ, લાઈફબોયા, રસ્સા, રેસ્ક્યુ બોટ, ઇલેક્ટ્રિક વુડન કટરો વગેરે સાધનો સાથે મીની રેસ્ક્યુ વાહન, ફાયર ફાઇટર, એમ્બ્યુલન્સ સાથે બે સ્ટેશન ઓફિસર, લિડિંગ ફાયરમેન, ફાયરમેન અને ડ્રાઇવર સહિત મનપાના ફાયર બ્રિગેડના 17 થી 18 અધિકારી / કર્મચારીઓ તરવૈયા સાથે રાહત બચાવની કામગીરી કરવા માટે જૂનાગઢ શહેરની મદદ માટે પહોંચી ગયેલ છે.

ઉપરાંત ગઈ કાલે ગીર સોમનાથ ખાતે વધારે પાણી શેરીઓમાં ભરાતા મનપાના બે હાઈ કેપેસિટી ડીવોટરિંગ વહીકલ પમ્પ સાથેના સ્ટાફ ગયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.