ChatGPT અત્યારના સમયમાં ખુબજ ઉપયોગી સાબિત થયી રહ્યું છે, તેવા સમયે આજના ઝડપી યુગમાં ChatGPTને મોબાઈલ એપ્લીકેશનના સ્વરૂપમાં પણ હવે ઉપયોગમાં લઇ શકાશે. એનડ્રોઈડ સ્માર્ટફોન ઉપયોગકર્તાઓ માટે હવે ChatGPT ડાઉનલોડ કરી ઉપયોગ કરવો સરળ બનશે. OpenAIએ ટ્વીટરના માધ્યમથી એનડ્રોઈડ યુઝર્સ માટે ChatGPTની જાહેરાત કરી હતી . જેમાં પ્રી-રજીસ્ટ્રેશ કરી આવતા અઠવાડિયા સુધીમાં એપ લોન્ચ થાવની છે ત્યારે ડાઉનલોડ કરી ઉપયોગ કરી સકાશે. IOSમાં આ એપ પહેલાથી જ ઉપલબ્ધ છે તો જો તમે IOSવર્ઝન યુસ કરો છો તો આ એપ ડાઉનલોડ કરી શકો છો.
આવતા અઠવાડિયે ChatGPTની એપ લોન્ચ થવાની છે તો એના માટે કેવી રીતે પ્રી-રજીસ્ટ્રેશન કરશો એ જાણીએ.
તમારા એનડ્રોઇડ ડિવાઈસ પર ગુગલ પ્લે સ્ટોર પર જઈને ChatGPT ટાઇપ કરશો એટલે એપનો ઓપ્શન આવશે
ત્યાં ઇન્સ્ટોલ કરવા માટેના ઓપ્શન પર ક્લિક કરવું.
એ ઓપ્શન પર ક્લિક કરશો એટલે પ્રી- રજીસ્ટ્રેશનનું ઓપ્શન આવશે.
ત્યાં ક્લિક કરવાથી તમારું રજીસ્ટ્રેશન કન્ફર્મ થશે.
જયારે એપ લોન્ચ થશે એટલે ઓટોમેટીકલી ફોનમાં ડાઉનલોડ થયી જશે અને જો તમારે મેન્યુઅલી એપ ડાઉનલોડ કરવી છે તો ‘automatic install’ નું ઓપ્શન બંધ પણ કરી શકો છો.