કુલ 207 ડેમમાં હાલ 58.40 ટકા પાણીનો જથ્થો,સરદાર સરોવરમાં 66.92 ટકા પાણી
રાજ્યમા સારા વરસાદને પગલે 72 જેટલા જળાશય છલકાયા છે. આ ઉપરાંત રાજ્યમા સીઝનનો અત્યાર સુધીમા સૌથી વઘુ વરસાદ કચ્છ અને સૌરાષ્ટ્રમાં નોધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 30 જિલ્લામાં વરસાદ નોંધાયો હતા. અગામી સમયમાં પણ દ્વારકા, કચ્છ, જાનનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, તાપી, સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
રાજ્યમાં ભારે વરસાદને લઇને જળાશયો પણ છલકાયા છે. રાજ્યના 72 જળાશયો સારા વરસાદને પગલે છલકાયા છે. આ 72 જળાશયો 90 ટકા ભરાયા છે જેથી આ જળાશયને લઈને રાજ્ય સરકારે હાઇ એલર્ટ જાહેર કર્યા છે. રાજ્યના 15 જળાશય 80 થી 90 ટકા ભરાયા છે. જેથી રાજ્ય સરકારે 15 જળાશયને ઍલર્ટ જાહેર કર્યા છે. રાજ્યના 20 જળાશય 70 થી 80 ટકા ભરાયા છે જેથી આ 20 જળાશયને વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્યના 99 જળાશય 70 ટકા જેટલા ભરાયા છે. રાજ્યના 207 જળાશયમાં અત્યાર સુધીમાં 58.40 ટકા પાણી સ્ટોરેજ થયો છે.
જ્યારે સરદાર સરોવરમાં 66.92 ટકા પાણી સ્ટોરેજ થયુ છે.ઝોન વાઇઝ જળાશયમાં પાણીનો જથ્થો જોઈએ તો ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 63.12, ટકા મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 37.73 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 48.34 ટકા, કચ્છના 20 જળાશયોમાં 66.27 ટકા, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 74.96 ટકા અને સરદાર સરોવરમાં 66.92 ટકા મળી કુલ 207 જળાશયોમાં 58.40 ટકા પાણીનો જથ્થો છે.
રાજ્યમાં સીઝનનો અત્યાર સુધીમાં 63.22 ટકા જેટલો વરસાદ નોધાયો છે. રાજ્યમાં વર્ષ 1993 થી લઇને 2022 સુધી સરેરાશ ચોમાસા દરમિયાના 877 મીમી વરસાદ નોધાતો હોય છે તેના સામે આ વર્ષે 554.18 મીમી જેટલો વરસાદ થઇ ગયો છે. જેમાં સૌથી વધુ કચ્છમાં 119.90 ટકા એટલે કે 555.80 મીમી વરસાદ થયો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં 92.02 ટકા એટલે કે 664.33 ટકા વરસાદ નોંધાયો છે. સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે.
ઉત્તર ગુજરાતમાં સરેરાશ ચોમાસામાં 727 મીમી વરસાદ થતો હોય છે. જેની સામે આ વર્ષે અત્યાર સુધી 40716 મીમી વરસાદ થયો છે. તેવી જ રીતે મધ્ય ગુજરાતમાં ચોમાસા દરમિયાના સરેરાશ 810 મીમી વરસાદ થતો હોય છે તેની સામે આ વર્ષે 396.89 ટકા વરસાદ થયો છે. રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ થતો હોય છે. દક્ષિણ ગુજરાતના ડોગ અને વલસાડ જિલ્લમાં સૌથી વધુ વરસાદ વડે છે. જો કે, દક્ષિણ ગુજરાતમાં સીઝનનો 49.82 ટકા વરસાદ નોધાયો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 30 જિલ્લાના 130 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. 24 કલાકમાં રાજ્યમાં સરેરાશ 257 મીમીવરસાદ વરસ્યો છે. જેમાં 23 તાલુકામાં 126 થી 250 મીમીવરસાદ વરસ્યો, 122 તાલુકામાં 251 થી 500 મીમી વરસાદ થયો, 77 તાલુકામાં 501 થી 1000 મીમી વરસાદ થયો છે. 1000 મીમી વરસાદ થયો હોય તેવા 28 તાલુકા નોંધાયા છે. તેમાં પણ રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા અગામી 48 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.