વિશ્વનું પહેલું કોન્ડોમ કેવા મટિરિયલ માથી બન્યું હતું???
કોન્ડોમ શબ્દ સાંભળતા જ સેક્સના વિચાર આવે છે, પરંતુ ક્યારેય વિચાર્યું છે કે વિશ્વનું પહેલું કોન્ડોમ કેમાથી અને ક્યારે બન્યું હતું ? કોન્ડોમ શારીરિક સંબંધ બાંધતા સમયે સુરક્ષાના ભાગ રૂપે આપણે ઉપયોગમાં લઈએ છીએ પરંતુ જો તેના રોચક ઇતિહાસ વિષે નથી જણતા તો આવો આહિ જાણીએ કે કોન્ડોમની ઉપયોગિતા કઈ રીતે વધી અને તેમાં કેવા કેવા બદલાવ આવતા ગયા…???
સામાન્યરીતે કોન્ડોમનો જન્મ નિયંત્રણ માટે થયો છે, અને સાથે સાથે તે જાતીય રોગથી રક્ષણ પણ આપે છે.
19મી સદીમાં વિવિધ સામગ્રી માથી કોન્ડોમ બનાવવામાં આવ્યું હતું અને રસાયણિક રીતે પ્રાયોગિક ધોરણે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ત્યાર બાદ 19મી સદીના મધ્ય ભાગમાં પહેલી વાર કોન્ડોમની બનાવટ માટે રબરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
20મી સદીની શરૂઆતમાં કોન્ડોમની બનાવાટમાં થોડા ફેરફારો થયા હતા અને તે જન્મ નિયંત્રણ માટેનું લોકપ્રિય ઉપકરણ બન્યું હતું. તેના મધ્ય સમય સુધીમાં તો કોન્ડોમ વિકસિત વિશ્વમાં પરિવાર નિયોજન અને એઇડ્સ જેવી બીમારીઓથી રક્ષણ મેળવવા માટેનું ઉત્કૃષ્ટ માધ્યમ બની ગયું હતું.
વિશ્વનું પહેલું કોન્ડોમ
વિશ્વનું પહેલું કોન્ડોમ ડડલી કેસલના મેદાનના ખોદકામ દરમિયાન મળી આવ્યું હતું અને 1642 માં તે પ્રાણીની ખાલમાંથી બનાવવામાં આવ્યું હતું.
ભારતનું પહેલું કોન્ડોમ ….
ભારતમાં કોન્ડોમની શરૂઆત 1940 થી થયી છે, ત્યાર બાદ 1968ની સાલ સુધીમાં 47 મિલિયનની વસ્તી સામે માત્ર 10 લાખ કોન્ડોમ જ બજારમાં ઉપલબ્ધ હતા. તે સમયે ભરતની સ્થિતિ વિશ્વના એવા દેશો જેવી જ હતી જેની આમદની તેની વસ્તી કરતાં ઓછી હોય. જેની આર્થિક પરિસ્થિતી એમ કહીએ કે કોન્ડોમ ખરીદી શકે તેવી હાલતમાં નહોતી. તેવા સમયે વસ્તી નિયંત્રણ પણ એટલું જ જરૂરી હોવાથી સલાહકારોની સલાહ મુજબ અન્ય દેશમથી કોણડોમની આયાત કરવામાં આવે અને તે ભારતીય નાગરિકોને સસ્તા ભાવે આપવામાં આવે અને તે સલાહ કારગર નીવળી હતી ,જેના માટે 1968માં અમેરિકા, જાપાન અને કોરિયાથી કોન્ડોમની આયાત કરવામાં આવી હતી જે નિરોધના સ્વરૂપમાં લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જેની કિમ્મત 0.05 અથવા 2017ની તેની કિમ્મ્ત 2.00 રૂપિયા આંકવામાં આવી હતી.
તો આ રીતે કોન્ડોમનો જન્મ નિયંત્રણ માટે થયો હતો જે આજે સુરક્ષાના ભાગ રૂપે સેક્સ માટે ઉપયોગમાં લેવામાં આવે અને જેની વૃધ્ધિ થતાં વર્તમાન સમયમાં વિવિધ સ્વરૂપે બજારમાં ઉપલબ્ધ થયા છે.