કોલેસ્ટ્રોલ શું છે
કોલેસ્ટ્રોલ શરીરમાં ચરબીના રૂપમાં સંગ્રહિત થાય છે. જેટલું વધુ તેલ, જંક ફૂડ ખોરાક ખાઓ છો, તેટલી વધુ ચરબી શરીરમાં જમા થાય છે. જ્યારે શરીરમાં કોલેસ્ટ્રોલ વધારે હોય છે, ત્યારે તે ધીમે ધીમે નસોને અવરોધવા લાગે છે. તેનાથી રક્ત પરિભ્રમણ પ્રભાવિત થાય છે અને હૃદયને પમ્પ કરવામાં મુશ્કેલી પડે છે. જેના કારણે હાર્ટ એટેક, સ્ટ્રોક અને હૃદયની અનેક બીમારીઓ થઈ શકે છે.
કોલેસ્ટ્રોલ એ ચરબીમાં સમાયેલા મુખ્ય ઘટકોમાંનું એક ઘટક છે. તે શરીરના દરેકેદરેક કોષમાં જોવા મળે છે. કોલેસ્ટ્રોલ ચરબીને પચાવવામાં, કોષની દીવાલને મજબૂત બનાવવામાં મદદરૂપ બને છે. રક્તવાહિનીઓની દીવાલમાં કોલેસ્ટ્રોલ જમા થવાથી દીવાલ જાડી થતી જાય છે અને અંદર લોહીના પરિભ્રમણ માટેની જગ્યા સાંકડી થતી જાય છે. આમ થવાથી જે તે ભાગને લોહી ઓછું મળે છે.
પરિણામે હૃદયરોગનો હુમલો, મગજનો લકવો, લોહીનું ઊંચું દબાણ જેવા રોગ થાય છે. કોલેસ્ટ્રોલને તેના વાહક લિપોપ્રોટીનના જોડાણને આધારે જો મૂલવવામાં આવે તો દરેક પ્રકારનું કોલેસ્ટ્રોલ શરીર માટે નુકસાનકારક નથી બલકે અમુક પ્રકારનું કોલેસ્ટ્રોલ શરીર માટે જરૂરી પણ છે. ઉદાહરણ તરીકે વધુ ઘનતાવાળું લિપોપ્રોટીન (HDL). આ પ્રકારનું કોલેસ્ટ્રોલ હૃદયરોગના હુમલા સામે રક્ષણ આપે છે. જે કોલેસ્ટ્રોલને “સારા” કોલેસ્ટ્રોલ તરીકે ઓળખવામાં આવે છે.
ઓછી ઘનતાવાળું લિપોપ્રોટીન(LDL). આ કોલેસ્ટ્રોલ સ્વાસ્થ્ય પર વિપરિત અસર કરે છે. લો-ડેન્સિટી લિપોપ્રોટીન કોલેસ્ટ્રોલ, જેને “ખરાબ” કોલેસ્ટ્રોલ તરીકે ઓળખવામાં આવે છે.હાલ નાની વયમાં પણ કોલેસ્ટ્રોલ નું વધુ પ્રમાણ જોવા મળે છે. મેદસ્વી હોય કે પાતળા વ્યકિતઓમાં બંનેમા લોહીમાં કોલેસ્ટ્રોલનું ઊંચું સ્તર કોઈ પણ વ્યક્તિમાં થઈ શકે છે. કોલેસ્ટ્રોલ વ્યકિત ઉંમર, અથવા વજન સાથે સબંધિત નથી. જો કે કોલેસ્ટ્રોલ સંબધિત સમસ્યા કોઈ પણ ઉંમરે થય શકે છે.
જો કોઈ મેદસ્વી વ્યક્તિમાં કોલેસ્ટ્રોલ હોય તો તેઓ તેને સરળતાથી નિયંત્રિત કરી શકે છે. પણ પાતળા લોકો માટે તે કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરવું કઠિન છે. પાતળા લોકો કે જેઓ દરરોજ વ્યાયામ કરે છે. અને તળેલા ચરબીયુક્ત ખોરાકનું સેવન કરતા નથી તેઓમાં હજુ પણ ઉચ્ચ કોલેસ્ટ્રોલ હોઈ શકે છે.વેકલ્પિક રીતે કોલેસ્ટ્રોલનું ઊંચું સ્તર અને ખરાબ કોલેસ્ટ્રોલનું નીચું સ્થળ વધુ સારું છે. તેની ખાતરી કરવા માટે કોલેસ્ટ્રોલનું સ્તર તંદુરસ્ત શ્રેણીમાં હોવું જોઈએ. માણસના શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ 150થી 250 મિ.ગ્રા. હોય છે. આ પ્રમાણ વધી જાય ત્યારે લોહીમાં ફરતું કોલેસ્ટ્રોલ રક્તવાહિનીઓની દીવાલના અંદરના ભાગમાં જમા થાય છે. તેથી દીવાલ જાડી થતી જાય છે. તેને મેડિકલ ભાષામાં અવિંયજ્ઞિતભહયજ્ઞિતશત કહે છે. યોગ્ય કસરત આહાર અને સ્વસ્થ વજન સાથે સારી જીવનશૈલી શ્રેષ્ઠ બની શકે છે.
કોલેસ્ટ્રોલ નું વધુ પ્રમાણ આખા શરીરમાં કોઈપણ અંગને નુકસાન પહોંચાડી શકે છે. ડાયાબિટીસ અને ઉચ્ચ કોલેસ્ટ્રોલ એક સાથે હોવાને કારણે હૃદયરોગના હુમલા અને સ્ટ્રોક જેવા કાર્ડિયોવેસ્ક્યુલર રોગો થવાનું જોખમ વધી જાય છે. તેથી, ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિઓ માટે સુગરનાં નિયંત્રણની સાથે તેમના કોલેસ્ટ્રોલના સ્તરનું સંચાલન કરવું જરૂરી છે.બીપી વધવું, પૂરતો શ્વાસ ન લઈ શકાઈ, પગમાં દુખાવો, ચક્કર આવા કે ચાલવામાં તકલીફ હોય તો સમજવું કોલેસ્ટ્રોલ નું પ્રમાણ વધુ છે. કોલેસ્ટ્રોલનું પ્રમાણ જાળવવા માટે ફ્રુટ, કઠોળ,લીલા શાકભાજી આરોગવું જોઈએ તથા નિયમિત કસરત કરવી જોઈએ. શરીરમાં સારા કોલેસ્ટ્રોલનું સ્તર વધારવા અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે, જીવનશૈલી અને ખોરાકની આદતોમાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમજ તળેલી વસ્તુઓ, સિગારેટ અને દારૂથી દૂર રહેવુ જોઈએ.
બદલાયેલી જીવન શૈલીનાં કારણે હવે નાની ઉંમરમાં પણ કોલેસ્ટ્રોલનું ઉચું પ્રમાણ જોવા મળે છે: ડો.મલય પારેખ
સનાયા ડાયાબિટીસ એન્ડ ઓબીસીટી સેન્ટરનાં ડો. મલય પારેખ અબતક સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું કે, પહેલાંના સમયમાં કોલેસ્ટ્રોલ અમુક ઉંમરે જોવા મળતુ હતું.પણ હવે બદલાયેલી જીવન શૈલી, બેઠાળું જીવનને કારણે હવે નાની ઉંમરમાં પણ કોલેસ્ટ્રોલનું ઉચ્ચ પ્રમાણ જોવા મળે છે.કોલેસ્ટ્રોલ એક પ્રકારની ચરબી છે એના ઘણા બધા ફાયદા અને ગેરફાયદા છે. કોલેસ્ટ્રોલ જો કંટ્રોલમાં રહે તો શરીરના સ્વાસ્થ્ય માટે માટે ખૂબ સારું પરંતુ કોલેસ્ટ્રોલની માત્રા અમુક કરતા વધી જાય ત્યારે એની અસર કરતા એની આડઅસર વધી જાય છે. કોલેસ્ટ્રોલ મેદસ્વી લોકોને હોય તેવું જરુરી નથી હાલના સમયમાં પાતળા લોકોને પણ કોલેસ્ટ્રોલનુ
ઉચ્ચું પ્રમાણ જોવા મળે છે.સારા કોલેસ્ટ્રોલ થી આખું શરીર તંદુરસ્ત રહે છે જ્યારે ખરાબ કોલેસ્ટ્રોલ શરીરમાં આડઅસર ઊભી કરે છે. વધુ કોલેસ્ટ્રોલના કારણે બ્લડ પ્રેસર વધે, ભવિષ્યમાં ડાયાબિટીસ થવાના શક્યતા હાર્ટ એટેક કે પેરાલીસીસ થવાની શક્યતા રહે છે.કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ બને સાથે આવવાથી બ્લડ પ્રેસર વધી જાય છે જે લાંબા ગાળે હાર્ટને અસર કરે છે. અને હૃદય રોગનો હુમલો થવાના સંભાવના રહે છે.
હાઇ કોલેસ્ટ્રોલને કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધુ: ડો. આર. જે. કડીવાર
કડીવાર હોસ્પિટલના ડો. આર. જે. કડિવારે અબતક સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું હતું કે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધવાથી બ્લડ વેસલ્સમાં ફેટ જમા થઈ જાય છે. જેના કારણે બ્લડ વેસલ્સ બ્લોક થઈ જાય છે અને બ્લડમાં પરિભ્રમણ ઘટવાથી હૃદય પર વધુ ભાર પડે છે. જેના કારણે હાર્ટની બીમારીઓ શરૂ થઈ જાય છે. અત્યારે બદલાયેલી જીવનશૈલી વધુ પડતું કામનું ભારણ યુવાનોમાં સાઇલેન્ટલી ઊભી થઈ ગયેલી બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ ,વ્યસન ,તનાવનું સ્તર વધી ગયું હોય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. કોલેસ્ટ્રોલ શરીરમાં ચરબીના રૂપમાં સંગ્રહિત થાય છે. તમે જેટલું વધુ તેલ, જંક ફૂડ ખોરાક ખાઓ છો, તેટલી વધુ ચરબી શરીરમાં જમા થાય છે.
જ્યારે શરીરમાં કોલેસ્ટ્રોલ વધારે હોય છે, ત્યારે તે ધીમે ધીમે નસોને અવરોધવા લાગે છે. તેનાથી રક્ત પરિભ્રમણ પ્રભાવિત થાય છે અને હૃદયને પમ્પ કરવામાં મુશ્કેલી પડે છે. જેના કારણે હાર્ટ એટેક, સ્ટ્રોક અને હૃદયની અનેક બીમારીઓ થઈ શકે છે.