ચુડાના સમઢીયાળામાં ડબલ મર્ડરની ઘટનાના પગલે
એસટીએસટી સેલની સાથે મળી ડીવાય.એસ.પી. દ્વારા પંદર દિવસે એટ્રોસિટીની ફરિયાદ અને અરજી અંગે રિવ્યુ કરશે
પોલીસ મથકના ઇન્ચાર્જ દ્વારા અરજીનો 72 કલાકમાં નિકાલ અંગે સુપર વિઝન કરી કડક કાર્યવાહી કરાવવા આદેશ કરાયો
ચુડા તાલુકાના સમઢીયાળા ગામના બે દલિત સગા ભાઇની થયેલી કરપીણ હત્યાના સમગ્ર રાજયમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ફરજમાં બેદરકારી અંગે બે પીએસઆઇને રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવે બે પીએસઆઇને સસ્પેન્ડ કર્યા બાદ આવી અનિચ્છનીય ઘટના ફરી ન બને તે માટે રાજકોટ રેન્જના પાંચેય જિલ્લામાં અનુસુચિત જાતિના લોકો દ્વારા ન્યાય માટે કરવામાં આવતી અરજીનું વિશેષ રજીસ્ટર રાખવાનું ફરજીયાત બનાવી 72 કલાકમાં પોલીસ મથકના ઇન્ચાર્જના સુપર વિઝન હેઠળ અરજીનો નિકાલ કરવા તેમજ દર પંદર દિવસે એસટીએસસી સેલ સાથે મળી ડીવાય.એસ.પી.ની રિવ્યું બેઠક યોજવા અંગે પરિપત્ર બહાર પાડયો છે.
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેકટર પાસે ન્યાય મેળવવા અને રક્ષણ માટે રજૂઆત કરવા છતાં પોલીસ દ્વારા સમયસર કાર્યવાહી કરવામાં ન આવતા સમઢીયાળા ગામના આલજીભાઇ પરમાર અને તેમના ભાઇ મનોજભાઇ પરમારની જમીન વિવાદના પ્રશ્ર્ને સુદામડા અને સમઢીયાળાના શખ્સોએ તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી કરપીણ હત્યા કર્યાની હીચકારી ઘટનાના સમગ્ર રાજયમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે.
રાજકોટ રેન્જ હેઠળ આવતા રાજકોટ રુરલ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર અને સુરેન્દ્રનગરના તમામ પોલીસ મથકમાં અનુસુચિત જાતિ અને અનુસુચિતજન જાતી માટે વિશેષ અરજી રજીસ્ટર મેઇન્ટન કરવા અને તાત્કાલિક કાર્યવાહી કરવા માટે રાજકોટ રેન્જ આજી અશોકકુમાર યાદવે પરિપત્ર બહાર પડાયો છે. અરજીનો 72 કલાકમાં નિકાલ કરવા માટે તાકિદ કરવામાં આવી છે. અરજી પોલીસ મથકના ઇન્ચાર્જ દ્વારા સુપર વિઝન કરવું ફરજીયાત કરવામાં આવ્યું છે.
એટ્રોસિટીના નોંધાયેલા કેસ અંગે દર મહિનાની તા.15 અને 30 એસટીએસટી સેલની સાથે નાયબ પોલીસ અધિક્ષક દ્વારા રિવ્યુ બેઠક કરી ત્વરિત કાર્યવાહી કરવા હુકમ કરવામાં આવ્યો છે. અનુસુચિત જાતિ અને અનુસુચિતજન જાતિ દ્વારા થતી અરજી અને ફરિયાદનું અત્યાર સુધી એક જ સ્થળેથી તપાસ થતી હોવાના કારણે વિલંબ થતો હોવાથી આવી અરજીનો તાત્કાલિક કાર્યવાહી કરવાના ઉદેશ સાથે તમામ પોલીસ મથકે વિશેષ અરજી રજીસ્ટર મેઇન્ટેન કરવા પરિપત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. આ રજીસ્ટરનું ડીવાય.એસ.પી. દ્વારા સુપર વિઝન કરવાનું ફરજીતા કરવામાં આવ્યું છે.
ખીરસરા ગામે અનુ.જાતિ વિસ્તારની મુલાકાત લેતા એસ.પી. જયપાલસિંંહ રાઠૌર
લોધીકાના ખીરસરા ગામના અનુસુચિત જાતિ વિસ્તારની મુલાકાત દરમિયાન સમાજ ના આગેવાનો સાથે બેઠક તેમજ સર્વે જ્ઞાતિના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરતા રાજકોટ જીલ્લા ગ્રામ્ય એસપી જયપાલસિંહ રાઠોડ તેમજ લોધીકા પીએસઆઈ પરમાર ખીરસરા ગ્રામપંચાયત સરપંચ મુકેશભાઇ મકવાણા ઉપસરપંચ ખીમજીભાઈ સાગઠીયા અનુસુચિત જાતિ આગેવાનો માવજીભાઈ સાગઠીયા ભરતભાઈ સાગઠીયા મુળજીભાઈ સાગઠીયા મનજીભાઈ સાગઠીયા ડી.કે. સાગઠીયા ગ્રામપંચાયત સભ્યો કમલેશભાઈ વાગડીયા મચ્છાભાઇ લાબરીયા ક્ષત્રિય સમાજ ના આગેવાનો કિશોરસિંહ ઝાલા પુષ્પરાજસિહ જાડેજા અનિલસિહ જાડેજા દોલુભા જાડેજા સવજીભાઈ વાગડીયા નુરાભાઇ મોદી તેમજ ગામ ના સર્વે જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહેલ તેમજ રાજકોટ જીલ્લા રૂરલ પોલીસ એસપી જયપાલસિંહ રાઠોડ દ્વારા કાયદાકીય જરૂરી સુચનો આપ્યા હતા.