ડાઈમંડ સીટી સુરતનો ડંકો આખા વિશ્વમાં વાગ્યો
સુરતનું જમણ, સુરતની સાદી, સુરતના હીરા આ છે આપણા સુરતની ઓળખ પરંતુ હવે વિશ્વ સ્તરે ઓળખ સુરત બન્યું છે ભારતની ઓળખ. અમેરિકા જેવા વિકસિત દેશને પણ હવે પાછળ મુકીને પહેલા નંબરે આવ્યું છે સુરતનું ડાઈમંડ બુર્સ. હીરા ઉદ્યોગ માટે વન સ્ટોપ એટલે સુરતનું ડાઈમંડ બુર્સ જ્યાં સુરતની સાથે મુંબઈની કંપનીઓ પણ આ ડાઈમંડ બુર્સનો ભાગ બનવા જઈ રહી છે જેમાં આશરે 109 કંપનીઓની ઓફીસ આવેલી હશે.
કરોડોના ખર્ચે બનેલું ડાયમંડ બુર્સ
૩૦૦૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે ડાયમંડ બુર્સ, જેનાં નિર્માણ માટે ચાર વર્ષ જેટલો સમય લાગ્યો છે. ૩૫ એકરમાં ફેલાયેલી નવ ઈમારતોમાં ૪૨૦૦ ઓફીસ કાર્યરત થાશે. તેમજ આ નવ ઈમારતો એકબીજા સાથે સંકળાયેલી છે. આ આખું માળખું લંબચોરસ આકારમાં વિકાસિત થયેલું છે. ડાયમંડ બુર્સના જાજરમાન ડાયમંડ આકારના પ્રવેશ દ્વારનું નિર્માણ નવ કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે.
એકજ પટાંગણમાં ૪૦૦૦ જેટલી હીરા ઉદ્યોગની ઓફીસ એક સાથે સહ્રું થવા જઈ રહીછે ત્યારે હીરા ઉદ્યોગના વેપારીઓને અને ઉદ્યોગકારોને સુરતમાં જ રફ હીરા મળી રહેશે . ડાયમંડ બુર્સ શરુ થયા બાદ હીરાના ઉદ્યોગને વધુ વેગ મળશે જેમાં વેપારીઓને 2 લાખ કરોડથી પણ વધુ વાર્ષિક આવકની અપેક્ષા છે તેમજ હીરાની આયાત નિકાસને પણ વધુ વેગીલી બનવાની તૈયારી દાખવી છે.
કોણ છે ચાળીયાતું ?
અમેરિકાનું ડિફેન્સ કાર્યાલય પેન્ટાગન દુનિયાની સૌથી મોટી બિલ્ડીંગમાં આગળ હતી જે ૬૭ લાખ ચોરસ ફૂટ જગ્યામાં આકાર પામેલી છે, પરંતુ હવે તેને પાછળ રાખીને સુરતનું ડાયમંડ બુર્સ ૬૮ લાખ ચોરસ ફૂટમાં વિકાસ પામ્યું છે. જેણે વિશ્વની સૌથી મોટી કનેક્ટેડ બિલ્ડીંગનું બિરુદ પ્રાપ્ત કર્યું છે.
આ નવ ઇમારતોમાં કુલ ૪૦૦૦ સીસીટીવી કેમેરા પણ મુકવામાં આવ્યા છે. જે અત્યંત કીમતી એવા હીરા અને ઘરેણાની સુરક્ષા માટે ખુબ ઉપયોગી સાબિત થાશે. આ ઉપરાંત દરેક બિલ્ડીંગમાં ફાયર સેફટી અને ફાયર સેન્સર પણ મુકવામાં આવ્યા છે. જ્યાં ૪૨૦૦ ઓફીસ આવેલી છે તેવા પટાંગણમાં પરકીન અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય એ માટે ૪૫૦૦ ફોર વ્હીલ અને 10 હાજર ટુ વ્હીલ પાર્ક કરી શકવાની ક્ષમતા વાળું પાર્કિંગ બનાવામાં આવ્યું છે.
ઈમ્પોર્ટ એક્ષપોર્ટની સુવિધાને ધ્યાનમાં રાખીને ડાયમંડ બુર્સમાં એરપોર્ટની ઓફીસ તેમજ કસ્ટમ ઓફિસની સુવિધા પણ રાખવામાં આવી છે. વર્તમાન સમયમાં એક્સપોર્ટ માટે હીરા મુંબઈ મોકલવામાં આવે છે પરંતુ ભવિષ્યમાં એ સુવિધા એક છત નીચે જ મળી રહેશે. ડાયમંડ બુર્સની શરૂઆત આડકતરી રીતે 10 લાખ જેટલા લોકોને રોજગાર પૂરો પાડવા સક્ષમ બનશે.