જૂનાગઢ, જામનગર, ભાવનગર તેમજ રાજકોટ, પોરબંદર જિલ્લામાં ભારે વરસાદની આગાહી તો અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી છે તો બીજી તરફ ખેડા અને આણંદ જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે
હવમાન વિભાગની આગાહી મુજબ અગામી ચાર દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. જેમાં સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. જૂનાગઢ, જામનગર, ભાવનગર તેમજ રાજકોટ, પોરબંદર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી છે તો બીજી તરફ ખેડા અને આણંદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. તેમજ માછીમારોને અગામી 4 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
આજે ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે તો મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. તેમણે કહ્યું કે, આજે ગીર સોમનાથ, ભાવનગર, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, બનાસકાંઠા, વડોદરા, સાવલી, કરજણ, પેટલાદ, તારાપુર, આણંદ, નડીયાદ, ખેડા, અમદાવાદમાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે મહેસાણા, સાંબરકાઠામાં હળવાથી ભારે વરસાદની આગાહી છે.
રાજ્યમાં હજુ 24 કલાક મુશળધાર વરસાદનું એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે. 6 જિલ્લામાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ છે તો 11 જિલ્લામાં વરસાદનું ઓરેંજ એલર્ટ અપાયું છે.સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે પણ મેઘમહેર યથાવત છે. જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ 12 ઈંચ વરસાદ વરસ્યો તો જામનગર, પોરબંદર, દ્વારકા, સોમનાથમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તાર પાણી પાણી થઇ ગયા છે. ભારે વરસાદથી ભરુચના જંબુસરમાં જળબંબાકારની સ્થિતિ છે. ગજેરા ગામના રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે. માળી ફળીયા વિસ્તાર પાસે મુખ્ય રસ્તા પર પણ પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત થયું છે. બોટાદ જિલ્લામાં ભારે વરસાદના કારણે અંડર પાસમાં પાણી ભરાયા છે. અંડર પાસમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે.
છ જિલ્લામાં ઓરેન્જ તો નવ જિલ્લામાં યલો એલર્ટ
ઓરેન્જ એલર્ટ
ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, સુરત અને વલસાડ
યલો એલર્ટ
જૂનાગઢ, પોરબંદર, વડોદરા, આણંદ, ભરૂચ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને ડાંગ
કાલે મુખ્યમંત્રી સોરઠના અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોની લેશે મૂલાકાત
સવારે 10 કલાકે સુત્રાપાડા, વેરાવળ અને માંગરોળ સહિતના વિસ્તારોમાં હવાઈ નિરીક્ષણ કરશે: વાતાવરણ સારૂ હશે તો લોકોને પણ મળશે
સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે સોરઠને મેઘરાજાએ છેલ્લા બે દિવસમાં રિતસર ધમરોળી નાંખ્યા છે. ગઈકાલે હદ બહારનો વરસાદ વરસ્યા બાદ આજે સવારથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સોરઠના અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોની મૂલાકાતે આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.
સૌરાષ્ટ્રમાં છેલ્લા એક માસથી સતત વરસાદ વરસી રહ્યો છે. હવે લીલા દુષ્કાળની ભીતિ ઉભી થવા પામી છે. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં બે બે દિવસથી આકાશી સુનામી ત્રાટકી છે. બેફામ વરસાદના કારણે સોરઠની સ્થિતિ ભયંકર હદ સુધી કથળી જવા પામી છે. 22 થી 25 ઈંચ જેટલો વરસાદ વરસી ગયા બાદ પણ મેઘરાજા વિરામ લેવાનું નામ લેતા નથી આજે સવારથી સોરઠ પંથકમાં ભારે વરવાસ વરસી રહ્યો છે.
દરમિયાન આવતીકાલે શુક્રવારે સવારે 10 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સૌરાષ્ટ્રની મૂલાકાતે આવો અને અતિવૃષ્ટિગ્રસ્ત ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની મૂલાકાત લેશે સીએમ હવાઈ નિરીક્ષણ કરશે જો વાતાવરણ ચોખ્ખુ રહેશે તો અતિવૃષ્ટિીગ્રસ્ત વિસ્તારના લોકોને મળી તેઓના હાલ ચાલ પણ પુછશે. જો આવતીકાલે વરસાદ વાતાવરણ રહેશે તો મુખ્યમંત્રીનો સૌરાષ્ટ્રનો પ્રવાસ રદ થવાની સંભાવના રહેલી છે.