દિવાળી સમયે ફટાકડા ફોડવાના પ્રશ્ને થયેલા ઝઘડાના કારણે ગાળો દઇ છેડતી કરીની રાવ
ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા ગાંધીનગરમાં રહેતી પરિણીતા પર પાડોશી શખ્સે નિર્લજ્જ હુમલો કરી ગાળો દીધાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા ગાંધીનગર શેરી નંબર 3માં રહેતી નેહાબેન જયેશભાઇ સોલંકી નામની પરિણીતાએ પોતાના પાડોશમાં રહેતા ઉત્સવ ઉર્ફે કાનો પરમાર અને રીનાબેન ગાળો દઇ નિર્લજ્જ હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ગત દિવાળીએ ઉત્સવ શેરીમાં ફટાકડા ફોડતો હોવાથી પોતાની કારમાં નુકસાન થશે તેમ કહી દુર ફટાકડા ફોડવાનું કહેતા ઝઘડો થયો હતો પરંતુ પોલીસમાં ફરિયાદ નોંધાવી ન હતી ત્યારથી અદાવત રાખી અવાર નવાર ગાળો દઇ હેરાન કરતો હોવાની તેમજ નેહાબેન સોલંકીની પાછળ જઇ અવાર નવાર છેડતી કરતો હોવા અંગે ઠપકો દેતા ઉત્સવ અને તેની બહેન રીનાએ ઝઘડો કરી નિર્લ્લજ હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. ગાંધીગ્રામ પોલીસે નેહાબેન સોલંકીની ફરિયાદ પરથી ઉત્સવ અને તેની બહેન રીના સામે ગુનો નોંધી હેડ કોન્સ્ટેબલ સલીમભાઇએ તપાસ હાથધરી છે.