દબંગ સલમાન ખાન અને ઐશ્ર્વર્યા રાય બચ્ચન લાંબા સમય પછી આમને સામને જોવા મળશે. સલમાન ખાનની ‘રેસ-૩’ અને ઐશ્ર્વર્યા રાય બચ્ચનની ‘ફન્ને ખા’ બોક્સ ઓફિસ પર ૨૦૧૮માં ઇદના અવસર પર એક સાથે રિલીઝ થશે. આ પ્રથમ ઘટના હશે જ્યારે સલમાન ખાન અને ઐશ્ર્વર્યા બોક્સ ઓફિસ પર એકબીજાને ટક્કર આપશે, એ વાત તો જગજાહેર છે કે સલમાન રેસ-૩ માટે ૨૦૧૮ની ઇદનું બુકિંગ કરાવી ચુક્યો છે રિપોર્ટ મુજબ ઐશ્ર્વર્યા અનિલ કપુર, રાજકુમાર રાવ સ્ટારર ફિલ્મ ફન્ને ખા ૫૧ જુનના રોજ રિલીઝ થવાની છે. એ વાતમાં કોઇ શક નથી કે ૨૦૧૮નો ક્લેશ ધમાકેદાર હશે. એની સાથે જ એશ અને સલમાનને લગતી ઘણી ખબરો સામે આવે તેવી શક્યતાઓ છે. જો કે સલમાન અને એશ એકબીજાના કટ્ટર દુશ્મનો છે આવામાં બંનેની ફિલ્મ સાથે આવવાની છે.
વર્ષો પછી સલમાન અને ઐશ્વર્યા વચ્ચે ટક્કર
Previous Articleસાતમાં પગારપંચમાં પ્રિન્સીપાલનો પગાર એસો. પ્રોફેસરની સમકક્ષ
Next Article ત્રણ વર્ષ સુધી રાજકીય પક્ષોને લટકતા રાખશે હાર્દિક