લોકસભાની ચુંટણી સુધી સી.આર.પાટીલને ગુજરાતમાં જ રખાય તેવી સંભાવના: પ્રદેશ ભાજપ અઘ્યક્ષ તરીકેના ત્રણ વર્ષના કાર્યકાળમાં અનેક કિર્તીમાનો પ્રસ્થાપિત કર્યા
ગુજરાત પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલની પ્રમુખ તરીકેની ત્રણ વર્ષની મુદત આગામી ર0મી જુલાઇના રોજ પૂર્ણ થઇ રહી છે. લોકસભાની ચુંટણીના આડે હવે નવ માસનો સમય જ બાકી હોય તેઓને પ્રમુખ પદે યથાવત રાખવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.
ભાજપ હાઇકમાન્ડ દ્વારા ર0 જુલાઇ 2020 ના રોજ ગુજરાત ભાજપની કમાન નવસારીના સાંસદ સી.આર. પાટીલની સોંપવામાં આવી હતી. ત્યારે કોઇ સામાન્ય કાર્યકરની મોડા પ્રદેશના મોટા ગજાના ભાજપને નેતાને પણ એવી કલ્પના ન હતી કે, પાટીલ ભાજપની રાજકીય પ્રયોગ શાળા ગણાતા ગુજરાતમાં બોટમ ટુ ટોપ સુધી ફેરફાર કરી નાંખશે. તેઓના ત્રણ વર્ષના કાર્યકાળમાં ભાજપને ગુજરાતમાં કલ્પનાતીત સફળતા સાંપડી છે. ગુજરાત વિધાનસભાની પેટા ચુંટણીમાં ભાજપના ઉમેદવારોનો જાજરમાન વિજય થયો હતો. મહાપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચુંટણી માટે પણ તેઓએ નવા નવા નિયમો બનાવ્યા હતા. જેમાં સતત ત્રણ ટર્મથી ચૂંટાતા પ્રતિનિધિઓને ટિકીટ ન આપવી, પદાધિકારીઓના સગા સંબંધીઓને ટિકીટ ન આપવી, 60 વર્ષથી મોટી ઉમરના લોકોને ટિકીટ ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શરુઆતમાં આ નિયમ થોડો આકરો લાગ્યો હતો પરંતે કાર્યકરો અને મતદારોએ આ નિર્ણયને હોંશભેર આવકાર્યા હતા રાજયની તમામ મહાપાલિકા ઉપરાંત 33 પૈકી 31 જિલ્લા પંચાયતમાં ભાજપ પૂર્ણ બહુમત સાથે વિજેતા બન્યું હતું.
ગુજરાતમાં સપ્ટેમ્બર 2021માં ભાજપ હાઇકમાન્ડ દ્વારા નેતૃત્ય પરિવર્તન કરવામાં આવ્યું હતું. વિજયભાઇ રૂપાણીના સ્થાને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્રભાઇ પટેલની નિયુકિત કરવામાં આવી હતી. આ નેતૃત્વ પરિવર્તનની ઘટના પાછળ પણ સી.આર. પાટીલનો મોટો હાથ હોવાનું મનાઇ રહ્યું છે. ગત ડિસેમ્બર માસમાં ગુજરાત વિધાનસભાની ચુંટણી સી.આર. પાટીલના સંગઠન નેતૃત્વમાં ભાજપને ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી અને ઐતાહાસિક જીત મળી હતી રાજયની 18ર બેઠકો પૈકી ભાજપ 156 બેઠકો જીતવામાં સફળ રહ્યું છે. ચુંટણી બાદ પણ તેઓએ રાજયમાં સતત સંગઠનમાં ફેરફાર કર્યા હતા. એક વ્યકિત એક હોદાના નિયમને તેઓ ચુસ્ત પણે વળગી રહ્યા છે.
પક્ષના બંધારણ મુજબ ભાજપના પ્રમુખની મુદત ત્રણ વર્ષની હોય છે ર0 જુલાઇ 2020ના રોજ સી.આર. પાટીલની ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે નિયુકિત કરવામાં આવી હતી. આગામી ગુરૂવારે તેઓની પ્રમુખ તરીકેની ત્રણ વર્ષની મુદત પૂર્ણ થઇ રહી છે. ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડાની મુદત પણ પૂર્ણ થ જવા પામી છે. પરંતુ 2024 માં યોજાનારી લોકસભાની ચુંટણીને ઘ્યાનમાં રાખી તેઓની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. દરમિયાન સી.આર. પાટીલને પણ લોકસભાની ચુંટણી સુધી ગુજરાતમાં જ રાખવામાં આવશે તેઓએ ભાજપને ઐતિહાસિક જીત અપાવવા માટે પેજ સમિતિની રચના કરી હતી. તેની ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડા દ્વારા સરાહના કરવામાં આવી હતી.
સી.આર. પાટીલનો કેન્દ્રીય મંત્રી મંડળમાં સમાવેશ કરાવવામાં આવે તેવી વાત છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. જો કે લોકસભાની ચુંટણીના આડે હવે આઠથી નવ માસનો સમય જ બાકી રહ્યો હોય તેઓને પ્રમુખપદે ચાલુ રાખવામાં આવશે અને 2024 લોકસભાની ચુંટણી બાદ જો કેન્દ્રમાં ત્રીજીવાર નરેન્દ્ર મોદીની સરકાર બનશે તો નિશ્ર્ચીત પટે પાટીલને કેન્દ્રમાં મંત્રી પદ આપવામાં આવશે.
પ્રદેશ ભાજપમાં વધુ ત્રણ સહપ્રવકતાની નિમણુંક
પ્રેરક શાહ, ડો. શ્રઘ્ધા રાજપુત અને જયરાજસિંહ પરમારને સહપ્રવકતા બનાવાયા
ગુજરાત પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા ગઇકાલે પ્રદેશ ભાજપની ટીમમાં નવા ત્રણ સહ પ્રવકતાની નિયુકિત કરવામાં આવી છે. લોકસભાની ચુંટણી સંદર્ભે હાલ પક્ષ દ્વારા અનેક વિધ કાર્યક્રમોની વણઝાર ચાલી રહી છે. ત્યારે મીડિયા સુધી તમામ માહિતીઓ વ્યવસ્થીત પહોંચી જાય તે માટે પ્રવકતાની નિયુકિત કરવામાં આવ્યું હોવાનું મનાવ રહ્યું છે.
પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલની સુચના બાદ ભાજપના મુખ્ય પ્રવકતા યમલભાઇ વ્યાસ દ્વારા પક્ષમાં નવા ત્રણ સહપ્રવકતાની નિયુકિત કરવામાં આવી છે. અગાઉના તમામ સહ પ્રવકતાને યથાવત રાખવામાં આવ્યા છે. પ્રેરકભાઇ શાહ, ડો. શ્રઘ્ધાબેન રાજપુત અને જયરાજસિંહ પરમારની વધારાના ત્રણ સહ પ્રવકતા તરીકે નિયુકિત કરવામાં આવી છે.
હાલ પ્રદેશ ભાજપ એક મુખ્ય પ્રવકતા ઉપરાંત આઠ સહપ્રવકતા છે પ્રદેશ ભાજપની મીડિયા ટીમમાં પ્રદેશ ભાજપના મુખ્ય ક્ધવીનર તરીકે ડો. યજ્ઞેશ દવે જવાબદારી નિભાવી રહ્યા છે. જયારે મુખ્ય પ્રવકતા તરીકે યમલભાઇ વ્યાસ અને સહ ક્ધવીનર તરીકે ઝુબીન આશરા જવાબદારી નિભાવી રહ્યા છે. જયારે પ્રદેશની મીડિયા ટીમમાં ડો. ઋત્વિજભાઇ પટેલ, કિશોરભાઇ મકવાણા, ડો. ભરતભાઇ ડાંગર, હિતેન્દ્રભાઇ પટેલ, હિનુભાઇ કનોડિયા, જયરાજસિંહ પરમાર અને ડો. શ્રઘ્ધાબેન રાજપુત સહ પ્રવકતા તરીકે સેવા આપી રહ્યા છે.