– બે કપ ચણાની દાળ

– એક મોટો કાંદો ઝીણો સમારેલો

– ૨ થી ૩ લીલા મરચા ઝીણાં સમારેલા

– અડધી ટી સ્પુન લસણ પીસેલુ.

– પા ટી સ્પુન વરિયાળી

– ૧૦ થી ૧૨ કઢી પત્તાના પાન

– ચમચી હિંગ

– મીઠું સ્વાદ અનુસાર

– તેલ

સૌ પ્રથમ ચણાની દાળને બેથી ત્રણ કલાક પલાડી રાખો. ત્યાર બાદ તેનું પાણી નિતારી લઇ અને ચોખ્ખા ટુવાલમાં બાંધી રાખી વધારાનું પાણી સુકવી  દો. હવે ચણાની દાળને મિક્સરમાં અધકચરી પીસી લો. હવે તેલ સિવાયની તમામ સામગ્રી આ અધકચરી પીસેલી દાળમાં ઉમેરી દો. આ મિશ્રણના નાના-નાના ગોળા વાળો હવે એક પેનમાં તેલ લઇ એને સરખું ગરમ કરો તેલ ગરમ થાય તાપને મધ્યમ રાખી તેમાં ગોળા તળી લો. દરેક ગોળો તેલમાં તળવા નાખતા પહેલા તમારા હાથ જરા ભીના કરતા રહેજો અને પછી જ આ ગોળા તેલમાં સરકાવજો નહીંતર તેલમાં જતા જ આ પકોડા તૂટી જવાની ભીતી રહેશે. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પકોડા તળો વધુ ક્રિસ્પી જોઇતા હોય તો થોડા વધુ ડાર્ક બ્રાઉન થાય ત્યાં સુધી તળી શકાય. ત્યાર બાદ તેને તમે ચટણી, સોસ અથવા ચા-કોફી સાથે સર્વ કરી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.