વિધર્મી યુવકે કેવી રીતે બનાવડાવ્યું હિંદુ નામથી આધારકાર્ડ ???
સુરતના પુણા વિસ્તારમાં અવધ માર્કેટમાં કાપડની દુકાન ધરાવનાર વિધર્મી યુવકે હિન્દૂ નામથી આધારકાર્ડ બનાવી વેપાર શરૂ કર્યો હતો જોકે આ મામલે હિન્દૂ સંગઠનો દ્વારા સમગ્ર મામલે તપાસ કરતા ઘટસ્ફોટ થયો હતો અને પુણા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આરોપી ઓઝેર આલમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે
વિશ્વ હિન્દુ પરીષદના દક્ષિણ ગુજરાત વિભાગના સંયોજક નરેન્દ્રભાઈ ચૌધરીને ગત સોમવારે માહિતી મળી હતી કે સહારા દરવાજા સ્થિત અવધ ટેક્ષટાઇલ માર્કેટ દુકાન નં.૧૪ માં રુહી ફેશનના નામે મુસ્લિમ યુવાન હિન્દુ નામ ધારણ કરી વેપાર કરે છે.આથી તેમણે ત્યાં જઈ તપાસ કરતા ઓજે૨ જુગુન અનવર આલમ નામનો ઇસમ હિન્દુ નામ અર્જુનસિંગ ધારણ કરી વેપાર કરતો મળ્યો હતો.તેના વિઝિટિંગ કાર્ડ, ફેસબુક પ્રોફાઈલમાં પણ તે અર્જુનસિંગ નામ રાખતો હોય તેણે તેનો દુરુપયોગ કર્યાની અરજી નરેન્દ્રભાઈ ચૌધરીએ પુણા પોલીસ મથકમાં કરતા પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસને મૂળ બિહારના પશ્ચિમ ચંપારણના ઓજે૨ જુગુન અનવર આલમ પાસેથી અર્જુનસિંગ લાભુસિંગ નામનો આધારકાર્ડ પણ મળ્યો હતો.આથી પોલીસે તેણે આધારકાર્ડ ક્યાં બનાવ્યો? શું કામ બનાવ્યો તે દિશામાં તપાસ શરૂ કરી તેના વિરુદ્ધ બોગસ આધારકાર્ડ બનાવવા અંગે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.પ્રાથમિક પુછપરછમાં તેણે હિન્દુ નામનું આધારકાર્ડ સુરતમાં બનાવડાવ્યું હોવાની કબૂલાત કરી હતી.જોકે સાથે સાથે એક યુવતીને હિન્દૂ નામ બતાવી સાપુતારા ફરવા લઈ ગયો હતો અને જે મામલે પણ હિન્દૂ સંગઠન દ્વારા તપાસ કરવામાં આવી હતી અને યુવતીએ પણ કબુલ્યું હતું કે હિન્દૂ નામ બતાવી વારંવાર લેવા મુકવા આવતો હતો જે મામલે પોલીસે યુવતીનું પણ નિવેદન નોંધી તપાસ હાથ ધરી હતી