તુમજીઓ હજારો સાલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસે થોકબંધ નકકર સેવા કાર્યો
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જન્મદિવસની દિનચર્યાનો પ્રારંભ અડાલજ ત્રિમંદિર ખાતે વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી ભગવાન તથા અન્ય દેવી દેવતાઓની પૂજા-અર્ચના કરીને કર્યું હતું તેઓએ સૌ જીવોનું મંગલ કલ્યાણ થાય તેમજ ગુજરાત પર ઈશ્વર કૃપા સદૈવ વરસતી રહે અને રાજ્ય વિકાસ માર્ગે સતત આગળ ધપતું રહે તેવી પ્રાર્થના પ્રભુ ચરણોમાં કરી હતી.
વિકાસશીલ રાજ્યના સ્વપ્નદ્રષ્ટા એવા આપણા લોક લાડીલા મુખ્યમંત્રી જન્મદિન હોય શબ્દોરૂપી શુભેચ્છાઓ જીલ્લા સંગઠન પ્રભારી ધવલભાઈ દવે, રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરીયા, મહામંત્રીઓ નરેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઈ હેરભા, રવિભાઈ માંકડિયા શુભેચ્છા પાઠવી હતી.
શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી
શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી અશ્ર્વીન મોલીયા, ડો. માધવ દવે, વિ2ેન્દ્રસિંહ ઝાલાએ મુદુ, મકકમ અને પારદર્શી સરકારના પ્રણેતા લોકલાડીલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો જન્મદિવસ છે ત્યા2ે શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના સફળ શાસનમાં નિર્મળતા અને નિર્ણાયક્તા એકમેકના પર્યાય બની ગયા છે.
ભુપેન્દ્રભાઈ પટેલનાં નેતૃત્વમાં પાછલા દિવસોમાં સરકારે જે નિર્ણયો લીધા છે તે નિર્ણયો જે તે વર્ગ માટે ગેમચેન્જર છે. ભૂપેન્દ્રભાઈ પટેલે અનેક મોટા નિર્ણય લીધા છે. જેમાં આ વર્ષે 25 હજાર સરકારી નોકરી, દરિયાકાંઠે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી , વ્યાજખોરો સામેનું અભિયાન, ડ્રગ્સ રેકેટ તોડવાનું અભિયાન વગેરે સામેલ છે. આવા નિર્ણયોથી ભૂપેન્દ્રભાઈ પટેલના નામે કેટલાક રેકોર્ડ લખાઈ ગયા છે.
વધુમાં જણાવાયા અનુસાર, સરકારના 10 મોટા નિર્ણયો પર નજર કરીએ તો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાનું મંત્રી મંડળ નાનું રાખીને પણ કાર્યક્ષમ કામગીરી કરી દેખાડી છે. ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટું 3લાખ 1 હજાર 22કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું. રાજ્ય સરકારે આ વર્ષે યુવાનોને 25 હજાર સરકારી નોકરી આપવાનો પણ નિર્ણય લીધો છે. પેપર લીક વિરોધી કાયદો લાવીને પેપર ફોડનારા તત્વો પર અંકુશ મૂકાયો છે. જમીનોની રિસર્વેની કામગીરીમાં ક્ષતિ હતી, ત્યાં રિસર્વેની કામગીરી ફરી શરૂ કરાવાઈ છે. સરકારે રાજ્યના દરેક જિલ્લા અને તાલુકામાં સ્પોર્ટસ સંકુલ બનાવવાની પણ જાહેરાત કરી છે. જી 20 સમિટના ઉપક્રમે મુખ્યમંત્રીના નેતૃત્વમાં સતત કાર્યક્રમો અને બેઠકો યોજાઈ રહી છે.
બેટ દ્વારકા- થી પોરબંદર સોમનાથ સુધી દરિયાકિનારે સરકારી જમીન માં દબાણ કરનારા સામે લાલ આંખ કરી ગેરકાયદેસર દબાણો દૂર કરી દેશદ્રોહી પ્રવૃતિ અને દાણચોરી કરનારો ઉપર દંડો વિંજી રૂક જાવ નો કડક સંદેશ આપ્યો છે.દ્વારકામાં દેવભૂમિ કોરિડોર હેઠળ ભગવાન કૃષ્ણની સૌથી ઊંચી પ્રતિમા પણ બનાવવામાં આવશે. દ્વારકામાં જ દરિયાકાંઠે મોટા પાયા પર ગેરકાયદેસર દબાણો દૂર કરીને ડ્રગ્સ માફિયાઓના મદદગારોને સીધો સંદેશ અપાયો છે. રાજ્યની 17 જેલોમાં એક સાથે સર્ચ ઓપેરેશન ચલાવીને જેલ તંત્રમાં સુધારા લાવવાની પણ કવાયત શરૂ કરાઈ છે.
મુખ્યમંત્રીના જન્મદિવસે ધારાસભ્ય ઉદયભાઈ કાનગડે સેવાકાર્ય સાથે ઉજવ્યો
ગુજરાતના વિકાસના સ્વપ્નદ્રષ્ટા એવા રાજયના મૃદુ અને મકકમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આજે તા.1પ જુલાઈના રોજ જન્મદિવસ અંતર્ગત શુભેચ્છા પાઠવતા રાજકોટ પૂર્વ, વિધાનસભા-68ના ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવેલ કે સરળ અને નીખાલસ મુખ્યમંત્રીની ઓળખ ધરાવતા ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજયની પ્રજા સુશાસનનો અનુભવ કરી રહી છે. વિકાસ સર્વસમાવેશક, સર્વપોષક અને સર્વવ્યાપક હોવો જોઈએ.આવા સ્પષ્ટ અભિગમથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર જનકલ્યાણના દરેક ક્ષ્ોત્રને પ્રગતિના શિખરે પહોંચાડવા કટીબધ્ધ છે.
ઉદય કાનગડ ધ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસ અંતર્ગત હિના ફાઉન્ડેશન સંસ્થાના દિવ્યાંગ (મંદબુધ્ધિ ) બાળકોને ફરસાણ અને સ્વીટસભર ભાવતા ભોજન કરાવી મુખ્યમંત્રીના જન્મદિવસની ઉજવણી કરેલ હતી. આ તકે ધારાસભ્ય ઉદય કાનગડ, શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વીન મોલીયા, પૂર્વ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ સહીતના ઉપસ્થિત રહયા હતા.
શહેર ભાજપની સેવાકાર્ય થકી મુખ્યમીત્રના જન્મદિનની ઉજવણી
રાજયના મૃદુ અને મકકમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો જન્મદિવસ છે ત્યારે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપના તમામ મોરચા ધ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાશે. જેમાં આસીફ સલોત, યાકુબભાઈ પઠાણ, વાહીદભાઈ સમા, રાજુભાઈ દલવાણીની આગેવાનીમાં શહેર ભાજપ લઘુમતી મોરચા ધ્વારા પદમકુવરબા હોસ્પિ. ગુંદાવાડી ખાતે સવારે 11:00 કલાકે ફ્રુટ વિતરણ કરાશે ત્યારબાદ ભરત શીંગાળા, રસીકભાઈ પટેલ, યોગેશ ભુવાની આગેવાનીમાં શહેર ભાજપ ક્સિાન મોરચા ધ્વારા રમણીક કુવરબા વૃધ્ધાશ્રમ ખાતે બપોરેે 1ર:00 કલાકે વૃધ્ધોને ભોજન કરાવાશે તેમજ કિશન ટીલવા, કુલદીપસિહ જાડેજા, હેમાંગ પીપળીયાની આગેવાનીમાં શહેર ભાજપ યુવા મોરચા ધ્વારા સાંજે 4:30 કલાકે કાલાવડ રોડ ખાતે સેવા કાર્ય દ્વારા ઉજવવામાંઆવશે.
સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયાની મુખ્યમંત્રીને શુભેચ્છા
રાજકોટ લોક્સભાના સાંસદ મોહનભાઈ કુંડારીયા અને રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ આજે તા.1પ/7ના રોજ રાજયના મુદુ, મકકમ અને પારદર્શી સરકારના પ્રણેતા લોકલાડીલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો જન્મદિવસ છે ત્યારે શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ રાજયમાં સુશાસન ધ્વારા પ્રજામાં લોકચાહના મેળવી છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વિકાસની કેડી કાંડરેલ તેને સફળતાપૂર્વક આગળ વધારી રહયા છે અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત આજે વિકાસના નવા સીમાચિન્હો સર કરી રહયું છે.
લઘુમતી મોરચા દ્વારા ફ્રુટ વિતરણ
રાજયના મૃદુ અને મકકમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો જન્મદિવસ અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપના તમામ મોરચા ધ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજવામાં આવેલ, તે અંતર્ગત શહેર ભાજપ લઘુમતી મોરચા ધ્વારા પદમકુવરબા હોસ્પિ. ગુંદાવાડી ખાતે દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવેલ હતું. આ તકે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, ધારાસભ્ય ડો.દર્શીતાબેન શાહ, પૂર્વ પ્રમુખ કમલેશ મિરાણી, લઘુમતી મોરચાના પ્રભારી આસીફ સલોત, પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના હારૂનભાઈ શાહમદાર, શહેર ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી રાજુભાઈ દલવાણી તેમજ ફીરોજભાઈ ડેલા, ઈબ્રાહીમ સોની, શાહનવાઝ સીદીકી, યુસુફભાઈ કટાર, અમીન સમા, અનવરભાઈ દલ, રમઝાનભાઈ ભલુર, રફીકભાઈ, સલીમભાઈ દલસાડીયા, ઈશાભાઈ, ફતેહ મોહમદભાઈ, અજીતભાઈ ક્યડા, મુનાવર પઠાણ, ગફારભાઈ ખલીફા, કાળુ મુરાદીયા, રસુલભાઈ, ઈકબાલભાઈ કાજી, ગફારભાઈ કુરેશી, હનીફભાઈ માડકીયા, રમીઝભાઈ મુલતાની, હુસેન અંસારી સહીતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
કોર્પોરેટર કિર્તીબા રાણા
વોર્ડ નં.17 ભાજપના કોર્પોરેટર કિર્તીબા રાણાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા જણાવેલ કે ગુજરાતના વિકાસના સ્વપ્નદ્રષ્ટા લોકલાડીલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો જન્મદિવસ છે. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ રાજયમાં સુશાસન દ્વારા પ્રજામાં અનેરી લોકચાહના મેળવી છે.
મુખ્યમંત્રીને શુભકામના પાઠવતા રાજુભાઈ ધ્રુવ
પ્રગતિશીલ ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તેમના આજના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવતા સૌરાષ્ટ્ર કચ્છ ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે કહ્યું છે કે ઈશ્વર તેમને દીર્ઘાયુ આપે. ગુજરાતના યશસ્વી લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે પરિશ્રમ કરીને ગુજરાતને સફળતાના શિખરે બેસાડ્યું છે. એક વ્યક્તિ તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ મૃદુ સ્વભાવના છે, મિતભાષી છે, જો કે વાત જ્યારે મોટા નિર્ણયો લેવાની આવે, ત્યારે તેઓ પાછી પાની કરીને જોતાં નથી. જાહેર કાર્યક્રમોમાં તેઓ પોતાની આગવી છટાથી લોકોને સરકારની વાત સમજાવે છે લોકકલ્યાણ-વિકાસ કાર્યો ને આગળ વધારે છે. ભાજપ સરકારના શાસનમાં અનેક મોટા નિર્ણયો લેનાર ભૂપેન્દ્રભાઈ પટેલનું વિઝન ઘણું મોટું છે. લો પ્રોફાઈલ વ્યક્તિત્વ, તેમનું મોટું પાસું છે. આ જ કારણ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ વખતોવખત તેમની પ્રશંસા કરે છે.