‘અબતક’ પરિવાર દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને જન્મદિનની અઢળક શુભકામના
ભાજપના કાર્યકરો દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના જન્મદિનની સેવાકીય કાર્ય સાથે ઉજવણી
રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અન કેન્દ્રીય ગૃહમંત્રી સહિતના મહાનુભાવોએ સી.એમ.ને જન્મદિનની શુભકામના પાઠવી
ગુજરાતના મકકમ અન મૃદુભાષી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનો આજે જન્મદિન છે. સાદગીને વરેલા સીએમના પ્રાગટય પર્વની ભાજપના કાર્યકરો દ્વારા સેવાકીય કાર્યો સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આજે જન્મ દિન નિમિતે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ, ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડા અને ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ શુભકામના પાઠવી હતી.
દાદા ભગવાનમાં અનન્ય આસ્થા અને શ્રઘ્ધા ધરાવતા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનો જન્મ તા. 15-7-1962 ના રોજ થયો છે. આજે તેઓ પોતાના યશસ્વી અને સફળ કારર્કિદીના 61 વર્ષ પૂર્ણ 6રમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. તેઓ સિવીલ એન્જિનિયરીંગમાં ડિપ્લોમાં કર્યુ છે. પાટીદાર સમાજના તેઓ કદાવર નેતા છે સાથે સાથ વિવાદ વગરનું વ્યકિતત્વ છે. તેઓ સરદાર ધામ અને વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી છે. તેઓ નાનપણથી જ સેવાકીય સ્વભાવ ધરાવે છે.
ભાજપના રંગે રંગાયેલા છે. તેઓએ પોતાની રાજકીય કારર્કિદીની શરૂઆતમાં મેમનગર નગર પાલિકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન તરીકે કરી હતી. ત્યારબાદ તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કુલ બોર્ડના વાઇસ ચેરમેનની જવાબદારી પણ સંભાવી હતી. વર્ષ 2010 થી 2015 સુધી તેઓ અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેનની જવાબદારી સંભાળી હતી. આ કાર્યકાળ દરમિયાન તેઓએ અમદાવાદ ને મેટ્રો સિટીની હરોળમાં મૂકી દેતા અનેક વિધ મોટા વિકાસ પ્રોજેકટને બહાલી આપી. 2015 થી 2017 સુધી તેઓ અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી (ઔડા) ના ચેરમેન તરીકે સેવા આપી હતી.
પક્ષ પ્રત્યેની નિષ્ઠા અને લોકસેવા કરવાની ધગશ નિહાળી ભાજપ હાઇકમાન્ડ દ્વારા તેઓને ગુજરાત વિધાનસભાની 2017 ની ચુંટણીમાં અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ચુંટણી જંગમાં ઉતાર્યા હતા. ભાજપના ગઢ સમી આ બેઠક પરથી ભુપેન્દ્રભાઇ પટેલ રેકોર્ડ બ્રેક લીડ સાથે વિજેતા બન્યા હતા. ભાજપ દ્વારા સપ્ટેમ્બર-2021 માં ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. વિજયભાઇ રૂપાણીના સ્થાને ભુપેન્દ્રભાઇ પટેલની ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નિયુકિત કરવામાં આવી હતી.
પ્રથમવાર જ ધારાસભ્ય બન્યાના માત્ર ચાર વર્ષમાં તેઓ મુખ્યમંત્રી પદ સુધી પહોંચી ગયા હતા. સી.એમ. તરીકેની પ્રથમ ટર્મમાં માત્ર સવા વર્ષના કાર્યકાળમાં તેઓને વિકાસ કામોની હારમાળા સર્જી દીધી હતી. ભાજપ ગુજરાત વિધાનસભાની 2022 ની ચુંટણી પણ ભુપેન્દ્રભાઇના નેતૃત્વમાં લડયું તેઓએ કેશુભાઇ પટેલ, નરેન્દ્રભાઇ મોદી અને વિજયભાઇ રૂપાણી જે કામ ન કરી શકાય તે કામ ભુપેન્દ્રભાઇ પટેલે કરી બતાવ્યું. વડાપ્રધાન ચુંટણીની દરેક સભામાં કહેતા હતા કે આ વખતે ‘નરેન્દ્રનો રેકોર્ડ ભુપેન્દ્ર તોડશે’ તેઓના આ શબ્દોને ભુપેન્દ્રભાઇ પટેલને સાચા કરી બતાવ્યા.
ર022 નીગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભાજપ રેકોર્ડ બ્રેક જીત થઇ રાજયની વિધાનસભાની 182 બેઠકો પૈકી 156 બેઠકો પણ આન, બાન, શાન સાથે કળમ ખીલ્યું અનેક બેઠકો પર ભાજપના ઉમેદવારો ભુતકાળમાં કયારેય ન મળી હોય તેવી તોતીગ લીડ સાથે વિજેતા બન્યા. ડિસેમ્બર. 2022 માં ફરી તેઓએ ગુજરાતની ગાદી સંભાળી. માત્ર 17 સભ્યોના મંત્રી મંડળ સાથે તેઓ દેશના સૌથી વિકસતા રાજયના નાથ તરીકે સર્વોતમ જવાબદારી નિભાવી રહ્યા છે.
ગત મહિને ગુજરાત પર વિનાશક બિપરજોય વાવાઝોડુ ત્રાટકયું હતું. આ વાવાઝોડાથી રાજયમાં ઝીરો કેઝયુઆલીટી ના સંકલ્પ સાથે તેઓએ આયોજન કર્યુ. વાવાઝોડા એટલું વિનાશક હતું કે તેની કલ્પનાથી પણ ધ્રુજારી ઉત્પન્ન થઇ જાય પરંતુ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની કુનેહ પૂર્વકના આયોજન અને વ્યવસ્થાની વાવાઝોડાથી ગુજરાતમાં એક પણ વ્યકિતનું મોત નિપજયું ન હતું. સર્વત્ર તેઓની કામગીરીની સરાહના કરવામાં આવી હતી. બિપરજોય વાવાઝોડાથી જે બે જિલ્લાને સૌથી વધુ અસર થવા પામી છે તેઓ માટે સી.એમ. દ્વારા ર40 કરોડનું ઉદાર સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.
સાદગીને વરેલા ગુજરાતના મુદુ અને મિતીભાષી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના 6રમાં જન્મ દિન નિમીતે ભાજપના કાર્યકરો દ્વારા રાજયભરમાં વિવિધ સેવાકીય કાર્યો થકી ઉજવણી કરવામાં આવી રહી છે. ભુપેન્દ્રભાઇ જીવનમાં સતત સફળતાના શિખરો સર કરે તેવી શુભકામના ‘અબતક’ પરિવાર પાઠવી રહ્યું છે.