સ્કેચર અને પુમા કંપનીના શુઝની ડીલીવરી કરવા આવેલા શખ્સે ઓટીપી મેળવી શુઝ એકસચેન્જમાં મોકલી ઠગે કપડાની ખરીદી કરી લીધી
સાયબર ભેજાબાજોના હાથમાં ઓટીપી આવ્યા બાદ કંઇ રીતે ઠગાઇ કરે છે તે અંગેની સાયબર પોલીસ દ્વારા ઉંડી તપાસ કરી શિક્ષિકાની અજીયો શોપિંગ એપ્લીકેશન હેક કરી જીન્સ પેન્ટ અને ટીશર્ટની ખરીદી કર્યાની સાયબર ક્રાઇમમાં જંગલેશ્ર્વરના શખ્સ સામે ફરિયાદ નોંધાતા પોલીસે તેની ઘરપકડ કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કાલાવડ રોડ પર સેન્ટ મેરી સ્કૂલ સામે સુર્યોદય સોસાયટી શેરી નંબર 2માં રહેતા અને સૌરાષ્ટ3 હાઇસ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ચંદ્રિકાબેન મનોજગીરી ગૌસ્વામીએ પોતાના મોબાઇલમાં અજીયો શોપિંગ એપ્લીકેટશન ડાઉન લોડ કરી ખરીદી કરે છે. તેઓએ મગાવેલા સ્કેચર અને પૂમા કંપનીના શુઝની ડીલીવરી કરવા આવેલા જંગલેશ્ર્વરના ડીલીવરી બોય ગુલામહૈદર ઇશાભાઇ સલોતે ઓટીપી મેળવી એપ્લીકેશન હેક કરી ઓન લાઇન જીન્સ પેન્ટ અને ટીશર્ટની ખરીદી કરી છેતરપિંડી કર્યાની સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા એસીપી વિશાલકુમાર રબારી અને પી.આઇ. એમ.એ.જન્કાત સહિતના સ્ટાફે ગુલામહૈદર સલોતની ધરપકડ કરી છે.
ચંદ્રીકાબેન ગૌસ્વામીએ સ્કેચર અને પુમા કંપનીના શુઝમાં સ્કીમ હોવાતી અજીયો એપ્લીકેશન દ્વારા ઓન લાઇન ખરીદી કરી ડીલીવરી કોઠારિયા રોડ પર હુડકો કવાર્ટર ખાતે પોતાના પિતાને ત્યાં ડીલીવરી મગાવી હતી તા.8 જુનના રોજ એક ડીલીવરી બોય બંને શુઝની ડીલીવરી કરી ત્યારે તેને ઓટીપી નંબર આપ્યો હતો. ત્યાર બાદ બીજા દિવસે સુઝ એક્ષચેન્જ માટે રીકવેસ્ટ આપી હતી અને તા.14 જુનના રોજ સુઝ એક્ષચેન્જ થઇ ગયાનો ચંદ્રીકાબેનના મોબાઇલમાં મેસેજ આવ્યો હતો. તેણીએ શુઝ એક્ષચેન્જ કર્યા ન હોવા છતાં મેસેજ આવ્યો હોવાથી તેઓ ચોકી ઉઠયા હતા. અને સાયબર ક્રાઇમમાં પોતાની સાથે ફોડ થયાનું જણાતા પી.આઇ મહેન્દ્રસિંહ જન્કાત સહિતના સ્ટાફે મોબાઇલ નંબરના આધારે જંગલેશ્ર્વરના ગુલામહૈદર સલોતને શોધી કાઢયો હતો. તેને ઓટીપી નંબરના આધારે ચંદ્રીકાબેન ગૌસ્વામીની અજીયો એપ્લીકેશન હેક કરી ઓનલાઇન જીન્સ પેન્ટ અને ટીશર્ટની ખરીદી કરી હોવાનું બહાર આવ્યું છે.