શોર્ટ સર્કિટના કારણે રૂમમાં આગ લાગતા નાસભાગ મચી જવા પામ્યો : કોલેજના વિદ્યાર્થીઓએ ફાયર સેફ્ટીના સાધનોથી આગને કાબૂમાં લેવા પ્રયાસો કર્યા
ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ આગને બુઝાવી નાખી : રૂમમાં રહેલા ગાદલા અને કબાટ બળીને ખાક
શહેરમાં મોરબી રોડ પર આવેલ મારવાડી યુનિવર્સિટીના હોસ્ટેલ રૂમમાં આવેલા દસમા માળના એક રૂમમાં બપોરના સમયે આગ લાગી હોવાની ઘટના બનવા પામી હતી. આગ લાગતા જ બિલ્ડીંગ માંથી ધુમાડાના ગોટેગોટા ઉમટી નીકળ્યા હતા. ત્યારે કોઈ વિદ્યાર્થી દ્વારા ફાયર વિભાગને આ બનાવની જાણ કરવામાં આવી હતી જ્યારે ઘટના સ્થળે રહેલા અન્ય વિદ્યાર્થીઓ તેમની શુજબુઝથી હોસ્ટેલમાં રહેલા ફાયર સેફટી ના સાધનોથી આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો કર્યા હતા ત્યારે તાત્કાલિક ફાયર ની ટીમો પહોંચી જતા તેમના દ્વારા પાણીનો માળો ચલાવી આંખ પર કાબુ મેળવ્યો હતો સદ્નસીબે હોસ્ટેલમાં કોઈ વિદ્યાર્થીઓ ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.
વિગતો મુજબ રાજકોટમાં મોરબી રોડ ઉપર આવેલી મારવાડી યુનિવર્સિટીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. અહીં વિદેશી વિદ્યાર્થીઓ રહેતા હોય તે હોસ્ટેલમાં સવારના સમયે આગ લાગવાની ઘટના બની હતી જો કે મોટાભાગના વિદ્યાર્થીઓ કોલેજમાં અભ્યાસ કરવા માટે ગયા હોય કોઈ જાનહાનિ થઈ ન હતી પણ હોસ્ટેલમાં કેટલાક અન્ય વિદ્યાર્થીઓ હોય જેના લીધે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા બે જેટલા ફાયર ફાઈટર નો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આ બનાવમાં લખાઈ છે ત્યાં સુધી કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ સામે આવ્યા નથી. શોર્ટસર્કિટના લીધે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ લગાવવામાં આવ્યું છે. જ્યારે આગમાં ચાર બેડ ,8 કબાટ,8 બુક સેલ્ફ તેમજ અન્ય ફર્નિચર ભરી થાક થઈ ગયો હતો.