લાંબા સમયનો આતુરતાના અંત વચ્ચે 17 ફોજદારની આંતરિક બદલી
જુનાગઢ જિલ્લાના 17 પીએસઆઇ.ની આંતરિક બદલીઓનો હુકમ કરાયો છે, જેમાં માણાવદરના પી.એસ.આઇ. લાલકાની ભવનાથ પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ છે.
જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસણ સીટી દ્વારા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી 17 જેટલા પીએસઆઇની અરસપરસ બદલીઓના હુકમમાં કરવામાં આવ્યા છે, જેમાં સી ડિવિઝનના પીએસઆઇ. જે એમ. વાળાને રીડર ટુ એસપી જુનાગઢ, પેરોલ ફ્લો શાખાના પી.એસ.આઇ. અને સી. ડિવિઝન પોલીસ સ્ટેશનના જાડેજાને સેક્ધડ પીએસઆઇ, શહેર ટ્રાફિક લીવ રીઝરમાં રહેલા પીએસઆઈ એમડી વાળાને રીડર ટુ ડીવાયએસપી જુનાગઢ, માળીયા હાટીના પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ બીકે ચાવડાને રીડર ટુ ડીવાયએસપી માંગરોળ, તથા ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમસી ચુડાસમાને માળીયાહાટીના પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે.
જ્યારે માણાવદર પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે બી લાલકાની ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ સી.વાય. બારોટની માણાવદર પોલીસ સ્ટેશન ખાતે બદલી કરાઈ છે, તો એન એન ક્ષત્રિયને જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવ્યા છે, માંગરોળ મરીને પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.આર. સોલંકીને રીડર ટુ ડીવાયએસપી. એસ.ટી.એસ.સી. સેલ જુનાગઢ ખાતે મુકાયા છે, કેશોદ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ કે જે પટેલને માંગરોળ મરીન તેમજ રીડર ટુ એસપી જુનાગઢના પી.એસ.આઇ. ડી.એચ વાળાને કેશોદ પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવ્યા છે.આ સાથે લીવ રિજર્વમાં રહેલા પીએસઆઇ. એન.એન. સોનારાને કેશોદ એરપોર્ટ સિક્યુરિટીની જવાબદારી સોંપવામાં આવી છે, લીવ રિઝર્વમાં રહેલા આર.ડી ડામોરને લીવ રિઝર્વ વંથલી એટેચ અને પીએમ દેસાઈને લીવ રિઝર્વ વિસાવદર તેમજ વિસાવદરના એસઆઇ સુમરા ને યુનિટ મહિલા પોલીસ સ્ટેશન ખાતે અને વાય પી સલીયાને લીવ રીજર્વ પેરોલ ફ્લો સ્કોડ માં મૂકવામાં આવ્યા છે.