રાજકોષીય ખાધને અંકુશમાં રાખવા સરકારનો મહત્વનો નિર્ણય
બિન-આવશ્યક વસ્તુઓની આયાત ઘટાડી વિદેશી હૂંડિયામણનો વ્યય થતો બચાવવાનો સરકારનો પ્રયાસ
સરકાર હાલ રાજકોશીય ખાધને અંકુશમાં લેવા સતત પ્રયત્નશીલ છે. જે સંદર્ભે સરકારે વિદેશી હૂંડિયામણનો વ્યય થતો બચાવવા માટે સોનાના દાગીના સહિતની વસ્તુઓની આયાત ઉપર પ્રતિબંધ લાગુ કરી દીધો છે.
ભારત સરકારે સોનાના આભૂષણો પર મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે સોનાના દાગીનાની સાથે અન્ય ઘણી વસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારનું માનવું છે કે આનાથી ઘણી બિન-આવશ્યક વસ્તુઓની આયાત ઘટાડવામાં પણ મદદ મળશે. હવે સોનાના દાગીનાની આયાત કરવા માટે લાઇસન્સ હોવું ફરજિયાત છે. ભારત-યુએઇ મુક્ત વ્યાપાર કરાર પર કોઈપણ પ્રકારના નિયંત્રણો લાદવામાં આવ્યા નથી.
ડીજીએફટીએ આ માટે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ઘણા ઉત્પાદનોની આયાત નીતિમાં સુધારો કરવામાં આવ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-મે દરમિયાન મોતી, કિંમતી પથ્થરોની આયાતમાં ઘટાડો નોંધાયો છે. હવે તે 25.36 ટકા ઘટીને 4 બિલિયન ડોલર થઈ ગયો છે. તે જ સમયે, આ સમયગાળા દરમિયાન સોનાની આયાતમાં 40 ટકાનો ઘટાડો થયો છે. હવે તે માત્ર 4.7 બિલિયન ડોલર બાકી છે. કુલ મર્ચેન્ડાઈઝ આયાત 10.24 ટકા ઘટીને 107 બિલિયન ડોલર થઈ ગઈ છે. તે જ સમયે, માલસામાનના વેપારની આયાત વધીને 37.26 બિલિયન ડોલર થઈ ગઈ છે. એપ્રિલ-મેમાં તે 40.48 બિલિયન ડોલર હતી.
આ નાણાકીય વર્ષમાં એપ્રિલ-મેમાં સોનાના આભૂષણોની કેટલીક આયાત 110 મિલિયન યુએસ ડોલરને વટાવી ગઈ છે. તે મુખ્યત્વે યુએઈ, ઇન્ડોનેશિયા અને અમેરિકા જેવા દેશોમાંથી આયાત કરવામાં આવ્યું હતું.