Transsion હોલ્ડિંગ બ્રાન્ડ Infinix તેના નવા સ્માર્ટફોનને મંગળવારે 14 નવેમ્બરે લોન્ચ કરવા માટે તૈયાર છે. આ સ્માર્ટફોનનું નામ Infinix Zero 5 નું છે. ઇવેન્ટ દુબઈમાં હશે પરંતુ સ્માર્ટફોનને ભારતમાં લાવવામાં આવશે.
Infinix ભારતીય બજારમાં તેની એન્ટ્રી આ વર્ષે ઓગસ્ટમાં કરી હતી, પછી કંપનીએ નોટ 4 અને હોટ 4 પ્રો લોન્ચ કર્યા હતા. ટ્રાન્સસીશનના બે બ્રાન્ડ આઇટેલ અને ટેક્નોએ પણ આ વર્ષે ભારતમાં એન્ટ્રી કરી છે.
લોન્ચની પહેલા જ આ સ્માર્ટફોનનાં કેટલાક ફોટા અને માહિતી લીક થઇ છે. તેની સાથે, આમાં કોર્નિંગ ગોરીલા ગ્લાસ પ્રોટેક્શન સાથે 5.98-ઇંચ એફએચડી 1080p ડિસ્પ્લે હશે. ઝીરો 5 માં 6 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે 2.6GHz ઓક્ટા-કોર મીડિયાટેક P25 પ્રોસેસર હાજર હશે. તેના ઇન્ટરનલ સ્ટોરેજને 128 જીબી સુધી વધારવાનો વિકલ્પ પણ છે.
ફોટોગ્રાફી માટે તેમાં ડ્યુઅલ કૅમેરા સેટઅપ હાજર છે. એક કેમેરા 12 મેગાપિક્સલ અને બીજો કેમેરા 13 મેગાપિક્સલ હશે. અહેવાલ મુજબ, એક કૅમેરા ટેલિફૉટો અને બીજો વાઇડ એંગલ હશે. ડ્યુઅલ કૅમેર સેટઅપમાં 2X ઑપ્ટિકલ ઝૂમ પણ આપવામાં આવશે. અને ફ્રન્ટ સેલ્ફિ માટે 16 મેગાપિક્સલનો કેમેરા પણ આપવામાં આવશે.
આ ડીવાઇસ એન્ડ્રોઇડ 7.0 નોગેટ પર ચાલશે. તેની બેટરી 4350 એમએએચની છે કિંમતની વાત કરીએ તો પાછલા અહેવાલો અનુસાર, 20,000 રૂપિયાથી ઓછી હશે અને તેનું વેચાણ આ મહિનાના અંત સુધીમાં થશે. આ લીડિંગ ઓનલાઇન ઇ-કૉમર્સ વેબસાઈટ પર ઉપલબ્ધ કરવામાં આવશે. સાથે સાથે ઘણા કલર ઑપ્શન પણ આપવામાં આવશે.