કાજૂ એ ડ્રાયફ્રૂટનો મહત્વનો ભાગ છે. ત્યારે કાજૂને શાકના સ્વરુપમાં આરોગવું એ પણ એક લ્હાવો છે. તો આવો જણાવીએ કે કઇ રીતે ઘરે બનાવશો કાજૂ કરી.
સામગ્રી :
માખણ – ૨ ચમચી
આદુ-લસણની પેસ્ટ – ૧ ચમચી
ડુંગળીની પેસ્ટ – ૩ ચમચી
કાજૂની પેસ્ટ – ૨ ચમચી
ખસખસની પેસ્ટ – ૧ ચમચી
નાળિયેરની પેસ્ટ – ૨ ચમચી
લાલ મરચું પાઉડર – ૨ ચમચી
ગરમ મસાલો પાઉડર – ૨ નાની ચમચી
હળદળ – ૧ નાની ચમચી
ફ્રેશ ક્રિમ – ૩ ચમચી
દૂધ – ૨ ચમચી
મીઠુ – સ્વાદ મુજબ
તેલ – જરુરત મુજબ
આખા કાજૂ – ૧ કપ
‘કાજૂ કરી’ બનાવવાની રીત.
– એક વાસણમાં માખણ ગરમ કરી તેમાં આદુ-લસણની તેમજ ડુંગળીની પેસ્ટ નાંખો
– ૨-૩ મિનિટ સુધી એ મિશ્રણને પકાવો.
– હવે તેમાં કાજૂ, ખસખસ, નાળિયેર પેસ્ટ ઉમેરી એક રસ કરો.
– ત્યાર બાદ તે મિશ્રણમાં મરચું, ગરમ મસાલો, હળદળ ઉમેરો મિક્સ કરો અને ફ્રેશ ક્રિમ, દૂધ અને મિઠુ ઉમેરી હલાવો.
– આ મિશ્રણને બે મિનિટ સુધી પાકવા દો અને અલગ રાખો.
– હવે એક કડાઇમાં તળવા માટે તેલ લઇ લો, ગરમ તેલમાં આખા કાજૂને તળી લો. તે કાજૂ તૈયાર કરેલી ગ્રેવીમાં ઉમેરો અને સર્વ કરો.