આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોય આજે સાંજે સુધીમાં ઉમેદવારો જાહેર કરી દેવાશે: સૌરાષ્ટ્રના બે ક્ષત્રીય અગ્રણીઓના નામ ચર્ચામાં

ગુજરાતની રાજયસભાની આગામી ઓગસ્ટ માસમાં ખાલી પડનારી ત્રણ બેઠકો માટે આગામી ર4મી જુલાઇના રોજ ચુંટણી યોજાવાની છે. ધારાસભ્યોની સંખ્યાને જોતા આ ત્રણેય બેઠકો પર ભાજપની જીત નિશ્ર્ચીત મનાય રહી છે. ભાજપે કેન્દ્રીય વિદેશ મંત્રી એસ.જયશંકરને રીપીટ કર્યા છે તેઓએ ગત સોમવારે રાજયસભાના ઉમેદવાર તરીકે નામાંકન ફાઇલ કરી દીધું છે. દરમિયાન અન્ય બે બેઠકો માટે ભાજપ વર્તમાન સાંસદોને રિપીટ કરવાના મુડમાં નથી બે નવા ચહેરને તક આપવામાં આવશે. આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. ત્યારે બે નામોને લઇ ભાજપમાં હજી સસ્પેન્સ યથાવત છે દરમિયાન આજે સાંજે સુધીમાં ભાજપ દ્વારા કોઇપણ ઘડીએ ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવશે.

રાજયસભાના સાંસદ એસ. જયશંકર જુગલજી ઠાકોર અને જગદીશ અનાવડિયાની મુદત આગામી ઓગસ્ટ માસમાં પૂર્ણ થઇ રહી છે. ગુજરાતની રાજયસભાની ત્રણ સહિત ત્રણ રાજયોની 10 બેઠકો માટે આગામી ર4 મી જુલાઇના રોજ મતદાન યોજાવાનું છે.

વિદેશ મંત્રી એસ. જયશંકરને ભાજપે ગુજરાતમાંથી ફરી રીપીટ કર્યા છે. તેઓએ ગત સોમવારે ઉમેદવારી ફોર્મ ભરી દીધું હતું. જયારે અનય બે બેઠકો માટે હજી ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી નથી. આવતીકાલે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે. છતાં ભાજપમાં ઉમેદવારોના નામને લઇ ભારે સસ્પેન્સ ચાલી રહ્યું છે. ગત 7મી જુલાઇના રોજ દિલ્હીની મુલાકાતે ગયેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ અને સંગઠન મહામંત્રી રત્નાકરજી દ્વારા ઉમેદવારોના નામની પેનલ હાઇકમાન્ડ સમક્ષ રજુ કરી દેવામાં આવી હોવા છતાં નામ જાહેર કરવામાં ભાજપ સતત ઢીલ કરી રહ્યું છે. આજે સાંજે સુધીમાં ગમે ત્યારે રાજયસભાની બે બેઠકો માટે ઉમેદવારોના નામો જાહેર કરી દેવામાં આવશે ભાજપના બન્ને ઉમેદવારો આવતીકાલે બપોરે 1ર કલાક અને 39 મીનીટના શુભ વિજય મુહુર્ત ઉમેદવારી નોંધાવશે.

ભાજપમાં થતી ચર્ચાઓ મુજબ રાજયસભાની બે બેઠકો માટે ભાજપ સૌરાષ્ટ્રના ક્ષત્રીય આગેવાનોને ટિકીટ આપી શકે છે. જેમાં હાલ રાજય સરકારના પૂર્વ મંત્રી હકુભા જાડેજા અને આઇ.કે. જાડેજાના નામોની ચર્ચા ચાલી રહી છે. જયારે અન્ય એક ઉમેદવાર તરીકે સુરતના આહીર અગ્રણી રઘુભઇ હુંબલના નામની ચર્ચા ચાલી રહી છે. ભાજપ આજે ગમે તે ઘડીએ ઉમેદવારોના નામો જાહેર કરી દેશે.

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ રાજયસભાની ચુંટણીમાં ઉમેદવારો નહી ઉતારવાની ઘોષણા કરી દીધી છે છતાં જો અંતિમ ઘડીએ ઉમેદવારોને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લેવાય તો પણ ભાજપના ઉમેદવારોની જીત નિશ્ર્ચીત મનાય રહી છે. જો કોંગ્રેસ કે આપ ઉમેદવારો નહી ઉતારે તો ભાજપના ત્રણેય ઉમેદવારો બીનહરીફ ચુંટાઇ આવશે.

ગુજરાતમાંથી રાજ્યસભામાં ગુજરાતની બહારના ચૂંટાયેલા મહાનુભાવોની યાદી

(1) સુમિત્રા કુલકર્ણી

મહાત્મા ગાંધીજી ના પૌત્રી

અને રામદાસ ગાંધી ના પુત્રી

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

10-4-1972 થી 9-4-1978 સુધી

(2)એલ. કે. અડવાણી

પૂર્વ નાયબ વડાપ્રધાન અને

ભારતીય જનસંઘ અને ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ

3/4/1976 થી 2/4/1982 સુધી

(3)પ્રણવ મુખરજી

પૂર્વ રાષ્ટ્રપતિ

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

14/8/1981 થી13/8/1987 સુધી

(4) પીલુ મોદી

સ્વતંત્ર પક્ષના નેતા

જનતા પક્ષ

10/4/1978 થી 9/4/1978

(5) પી. શિવશંકર 

પૂર્વ કેન્દ્રીય પ્રધાન

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

10/5/1985 થી13/8/1987 સુધી પ્રથમ ટર્મ

14/8/1987 થી 13/8/1993 સુધી

બીજી ટર્મ

(6) બાંગારૂ લક્ષમણ

ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટી

10/4/1996 થી 9/4/2002 સુધી

 (7) યોગેન્દ્ર કે.અલઘ

પૂર્વ કેન્દ્રીય પ્રધાન,  26/11/1996 થી2/4/2000

અપક્ષ

ભાજપના સાંસદ કનકસિંહ માંગરોલા રાજપમાં જોડાતા રાજ્યસભામાં થી રાજીનામું આપતા ખાલી પડેલી બેઠક ઉપર

(8) અરુણ જેટલી

પૂર્વ નાણા અને સંરક્ષણ પ્રધાન

3/4/2000 થી2/4/2006

પ્રથમ ટર્મ

3/4/2006 થી 2/4/2012 સુધી

બીજી ટર્મ

3/4/2012 થી 2/4/2018 સુધી

ત્રીજી ટર્મ

ભારતીય જનતા પાર્ટી

(9) જના કૃષ્ણમૂર્તિ

ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ

10/4/2002 થી 9/4/2008 સુધી ની ટર્મ

ભારતીય જનતા પાર્ટી

(25/9/2007 અવસાન)

(10) સ્મૃતિ ઇરાની

ભારત સરકાર ના કેબિનેટ પ્રધાન

19/8/2011 થી18/8/2017 પ્રથમ ટર્મ

19/8/2017 થી 18/8/2023 બીજી ટર્મ

ભારતીય જનતા પાર્ટી

2019 માં લોકસભા માં અમેઠી લોકસભા બેઠકમાં વિજેતા થતા રાજ્યસભામાં થી  29/5/2019 ના રાજીનામુ આપતા ખાલી પડેલી બેઠક

(11) એસ. જયશંકર

વિદેશપ્રધાન

6/7/2019 થી18/8/2023  પ્રથમ ટર્મ

ભારતીય જનતા પાર્ટી અમિતભાઇ શાહ ગાંધીનગર લોકસભાની બેઠકમાં વિજેતા થતા રાજ્યસભામાં થી રાજીનામુ આપતા ખાલી થયેલી બેઠક ઊપર

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.