ટેલિકૉમ વિશ્વમાં આવતાની સાથે જ નવો મુકામ હાસિલ કરવા વાળી કંપની જીયો હવે પોતાની વર્ચ્યુઅલ રિયાલિટી (વીઆર) એપ્લિકેશન બનાવવાની તૈયારીમાં છે. અને તે આગામી વર્ષ એટલે કે 2018 માં લોન્ચ થઈ શકે છે. તાજેતરના અહેવાલોમાં આ બાબત સામે આવી છે. કંપનીએ તેના માટે ઈંગ્લેન્ડના બરમિંઘમ શહેર યુનિવર્સિટી સાથે ભાગીદારી કરી શકે છે.
આઈએએનએસના અહેવાલ મુજબ, યુનિવર્સિટી સાથે ભવિષ્યમાં ભાગીદારીની સંભાવનાની શોધ કરવા માટે અને તે જાણવા માટે કે વર્ચ્યુઅલ રિયાલિટી (વીઆર) પ્રોફેશનલ્સની આગળની જનરેશનને કેવી રીતે તાલીમ આપી રહી છે, જીઓ સ્ટુડિઓના પ્રમુખ આદીત ભટ્ટ અને ક્રિએટીવ ડિરેક્ટર અંકિત શર્માએ બુધવારે યુનિવર્સિટીની મુલાકાત લીધી.
philmCGI ના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર આનંદ ભાનુશાલી પણ બ્રિટનના આંતરરાષ્ટ્રીય વેપાર વિભાગ દ્વારા આયોજીત આ યાત્રામાં શામેલ થયા. તેમણે યુનિવર્સિટીના વરિષ્ઠ શિક્ષકો સાથે સમય વિતાવ્યો.
આ ઉપરાંત રિલાયન્સ જીઓએ પોતાના પ્રાઇમ કસ્ટમર્સ માટે નવા ઓફર્સની જાહેરાત કરી છે. જો કે આ કેશબેક ઓફર છે અને આ જીઓ પ્રાઇમ ગ્રાહકો માટે છે કંપની મુજબ રૂ. 399 અથવા તેનાથી વધુ રિચાર્જ પર ગ્રાહકોને 2,599 રૂપિયા સુધીનું કેશબેક આપવામાં આવશે.
રિલાયન્સ જીઑ 399 રૂપિયા અથવા તેનાથી વધારેના રિચાર્જ પર 400 રૂપિયાના કેશબેક વાઉચર આપશે. આ ઉપરાંત રિલાયન્સ જીઓએ ડિજિટલ વૉલેટ સાથેની ભાગીદારી કરી છે, જેમાં દરેક રિચાર્જ પર 300 રૂપિયા સુધી ઇન્સ્ટન્ટ કેશબેક આપવામાં આવશે.
રિલાયન્સ જિઑએ આ કેશબેક ઓફર માટે લિડીંગ ઇ-કૉમર્સ કંપનીઓ સાથે પણ ભાગીદારી કરી છે, જેમાં રિચાર્જ પર 1,899 રૃપિયાનું કેશબૅક વાઉચર આપવામાં આવશે. ભાગીદાર વૉલેટ માં એમેઝોન પે, પેટીએમ, મોબિક્વીક, ફોન પે, એક્સિસ પે અને ફ્રીચાર્જનો સમાવેશ થાય છે જ્યાંથી તમે કૅશબેક લઇ શકો છો.
આ ઉપરાંત રિલાયન્સ જીઑ સ્પેશલ વાઉચર દ્વારા ઇ-કૉમર્સ પાર્ટનર્સ જેવા કે એજીયો, યાત્રા ડોટ કોમ અને રિલાયન્સ ટ્રેન્ડ પર વાઉચર રેડીમ કરી શકાશે. જિયો પ્રાઇમ કસ્ટમર્સને યાત્રા ડોટ કોમ દ્વારા બુક કરેલ ડોમેસ્ટિક ફ્લાઇટ ટિકિટ પર 1000 રૂપીયા ઓફ મળશે. જો એક યાત્રા માટે માત્ર 500 રૂપિયા જ ડિસ્કાઉન્ટ આપશે.