આજી-1 ડેમ ઓવર ફલો થવા 3.70 ફુટ છેટુ: 32 ડેમમાં નવા નીરની આવક
સૌરાષ્ટ્રમાં છેલ્લા 18 દિવસથી અવિરત વરસાદ વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જળાશયોમાં માતબર પાણીની આવક થઇ રહી છે. અનેક જળાશયો ઓવરફલો થઇ ગયા છે. હજી જળાશયોની સપાટી સતત વધારો થઇ રહ્યો છે. આજે સવારે પુરા થતા છેલ્લા ર4 કલાક દરમિયાન ભાદર સહિત 3ર જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે.
રાજકોટ સિંચાઇ વર્તુળ પુર એકમના સુત્રોના જણાવ્યાનુસાર આજે સવારે પુરા થતા છેલ્લા ર4 કલાક દરમિયાન રાજકોટ જિલ્લાના ભાદર ડેમમાં નવુ 0.72 ફુટ પાણી આવ્યું છે. 34 ફુટે ઓવરફલો થતા ભાદરની સપાટી 24.90 ફુટે પહોંચી જવા પામી છે. જળાશયમાં 2760 એમસીએફટી પાણી સંગ્રહિત છે. આજી-1 ડેમમાં નવુ 0.82 ફુટ પાણીની આવક થવા પામી છે.
29 ફુટની સપાટી ધરાવતા આજી-1 ની સપાટી 25.30 ફુટે પહોંચી જવા પામી છે. ડેમ ઓવરફલો થવામાં 3.70 ફુટ બાકી છે. 679 એમસીએફટી પાણી સંગ્રહિત છે. આજી-ર ડેમમાં 0.95 ફુટ પાણીની આવક થવા પામી છે. આ ઉપરાંત આજી-3 માં 1.28 ફુટ, ડોડીમાં 0.98 ફુટ, ન્યારી-1 ડેમમાં 0.82 ફુટ, મોતીસરમાં 0.98 ફુટ, ફાડદંગ બેટીમાં 1.80 ફુટ, છાપરવાડીમાં 0.33 ફુટ, છાપરવાડી ર માં 0.66 ફુટ અને ઘેલો સોમનાથ ડેમમાં 1.31 ફુટ પાણીની આવક થવા પામી છે. જિલ્લાના જળાશયોમાં 62.35 ટકા પાણી સંગ્રહિત છે.
મોરબી જિલ્લામાં મચ્છુ-1 ડેમમાં 2.23 ફુટ, મચ્છુ-ર માં 0.66 ફુટ, ડેમી-1 ડેમમાં 0.33 ફુટ, પાણીની આવક થવા પામી છે. જિલ્લાના જળાશયોમાં 48.72 ટકા પાણી સંગ્રહિત છે. જામનગર જિલ્લાના સસોઇ ડેમમાં 0.59 ફુટ, પન્નામાં 0.69 ફુટ, ડાઇમીણસરમાં 1.05 ફુટ, ફોફળ-ર માં 2.46 ફુટ, આજી-4 માં 0.30 ફુટ, રૂપાવટીમાં 2.62 ફુટ અને સસોઇ-ર ડેમમાં 3.77 ફુટ પાણીની આવક થવા પામી છે. જિલ્લાના જળાશયોમાં 65.70 ટકા પાણી સંગ્રહિત છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વર્તુ-ર ડેમમાં 0.33 ફુટ, શેઢા ભાડથરીમાં 0.49 ફુટ, વેરાડી-1 માં 0.33 ફુટ, વેરાડી-ર ડેમમાં 0.33 ફુટ પાણીની આવક થઇ છે. જિલ્લાના જળાશયોમાં 15.92 ટકા પાણી સંગ્રહિત છે. સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ ભોગાવો-1 (નાયકા)માં 0.52 ફુટ, વઢવાણ ભોગાવો-ર (ધોળીધજા)માં 0.30 ફુટ, ફળકુમાં 0.16 ફુટ, વાંસલમાં 0.16 ફુટ, પાણીની આવક થવા પામી છે. સુરેન્દ્રનગર જીલ્લાના જળાશયોમાં 47.86 ટકા પાણ સંગ્રહિત છે. પોરબંદર જિલ્લાના સોરઠી ડેમમાં નવુ 0.85 ફુટ પાણીની આવક થવા પામી છે.