સંસ્કાર સિંચન માટે સ્વામિનારાયણ મંદિરના સંતો વિદેશ યાત્રાએ
લોકોને ઘર બેઠા સત્સંગનો લાભ મળી રહે તે માટે સરદાર સ્વામિનારાયણ મંદિરના સંત પૂજય શ્રી નિત્ય સ્વરૂપદાસજીએ શરૂ કરાવેલી ઘરસભાની ખ્યાતિ દેશના સીમાડાઓ ઓળંગીને વિદેશ સુધી પહોંચી છે , ચાલુ માસ તેમજ ઓગસ્ટ માસમાં સરધાર મંદિરના સંતો સંસ્કાર સિંચન માટે વિદેશ યાત્રા એ નીકળ્યા છે , અને ત્યાં ઘરસભાના આયોજનો થયા છે સંપૂર્ણ વિગતો આપતા પૂજ્ય સ્વામી જણાવ્યું હતું કે સત્સંગથી મનુષ્યને તન અને મનની શાંતિ મળે છે દરેક વ્યક્તિ હિન્દુ સંસ્કાર અને સંસ્કૃતિ વાકેફ થાય તે અનુસંધાને સંતો કેનેડા અમેરિકા દુબઈ યુકે ના પ્રવાસે છે અને આધ્યાત્મિકતા નો પ્રચાર કરી રહ્યા છે , તેમની સાથે પૂજ્ય પ્રતીત પાવનદાસજી સ્વામી , નિર્દોષ સ્વામી અમૃત સ્વામી , મહાપુરુષ સ્વામી , જ્ઞાન સાગર સ્વામી, સંત વલ્લભ સ્વામી, હરી કૃષ્ણ સ્વામી, વગેરે સંતો જોડાયા છે.3