બાઈક પર મિસ્ત્રી કામ માટે જતી વેળાએ યમદૂત સમાન ટ્રકે હડફેટે લેતા બંને ભાઈઓ કાળનો કોળિયો બન્યા: અકસ્માત સર્જી નાશી છુટેલા ટ્રક ચાલકની સીસીટીવી ફુટેજ આધારે શોધખોળ
શહેરમાં ટ્રાફિક પોલીસની બેદરકારીના કારણે માર્ગ પર પુરપાટ ઝડપે ટ્રક દોડી રહ્યા છે થોડા દિવસો પહેલા જ એક ટ્રકે તબીબી યુવતીને અડફેટે લેતા તેનું કરુણ મોત નીપજ્યું હતું ત્યારે આજે બપોરના સમયે ફરી એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં અયોધ્યા ચોકથી માધાપર ચોકડી વચ્ચેના રસ્તા પર એક પુરપાટ ઝડપે આવતા ટ્રકે બાઇકને ઠોકરે ચડાવતા બાઈક પરના બે સગા ભાઈઓના કરુણ મોત નીપજ્યા હતા. બંને ભાઈઓ કોઠારીયા ગામ થી માધાપર તરફ મિસ્ત્રી કામ કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે ટ્રકના તોતિંગ વ્હીલ નીચે આવી જતા બંને કાળનો કોળિયો બન્યા હતા. આ મામલે પોલીસ ઘટના સ્થળે દોડી જઇ અકસ્માત સર્જી નાસી છૂટેલા ટ્રક ચાલક ની શોધ ખોળ હાથ ધરી છે.
બના અંગેની મળતી માહિતી અનુસાર કોઠારીયા ગામમાં રહેતા જીતભાઈ નીતિનભાઈ નારીગરા ઉ.30 તેના મોટાભાઈ ભાવેશભાઈ નીતિનભાઈ નારીગરા ઉ.35 સાથે માધાપર ચોકડી પર મિસ્ત્રી કામ કરવા માટે પોતાની બાઈક પર જતા હતા ત્યારે અયોધ્યા ચોકથી માધાપર ચોકડી વચ્ચેના રસ્તે પુરપાટ ઝડપે આવતા એક યમદૂત બનીને ઘસી આવેલા ટ્રકે તેમના બાઈકને ઠોકર મારતા બંને સગા ભાઈઓ ટ્રકના તોતિંગ વ્હીલ નીચે આવી જતા ચગદાઈ ગયા હતા જેમાં બંનેને ગંભીર રીતે ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે 108 મારફત સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા તેમના અકસ્માતના સમાચાર તેમના પરિવારજનોને અને પોલીસ સ્ટાફને થતા તેઓ તાત્કાલિક સિવિલ હોસ્પિટલે દોડી આવ્યા હતા. જ્યારે બંને યુવકનું સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી.
એક જ પરિવારના બંને યુવાનો આજે પોતાના ઘરેથી મિસ્ત્રી કામ કરવા માટે નીકળ્યા ત્યારે કોને ખબર હતી કે આજે દેવોનો છેલ્લો દિવસ છે અયોધ્યા ચોપડી પાસે બંને ભાઈ પહોંચ્યા ત્યારે યમદૂત બનીને આવેલા ટ્રકે તેમની બાઈકને પાછળથી ઠોકર મારતા બંને રોડ પર ફેંકાયા હતા અને ટ્રક તેના પર ફરી વળ્યો હતો. જેમાં બંને ભાઈઓને ગંભીર રીતે ઈજા પોહચી હતી. બાદ તેઓનું ટૂંકી સારવારમાં જ મોત નીપજ્યું હતું.
આ બનાવ મામલે પોલીસ સ્ટાફ દ્વારા તેમના પરિવારજનોને પ્રાથમિક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે જીતભાઈ ના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતા અને તેઓને સંતાનમાં કોઈ હતું નહીં જ્યારે ભાવેશભાઈ ના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતા અને તેને સંતાનમાં આઠ માસ અને અઢી માસની બે દીકરીઓ છે આ બનાવથી બંને દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી હતી જ્યારે અકસ્માતમાં બંને ભાઈઓના એક સાથે મોત થતા કુંભાર પરિવારમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી.
પોલીસ સ્ટાફ દ્વારા આ મામલે અકસ્માત સર્જી નાસી છૂટેલા ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ કરવા માટે 150 ફૂટ રીંગ રોડ પર લગાવેલા સીસીટીવી કેમેરા ના ફોટા જો તપાસવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે શહેરના મુખ્ય માર્ગો હવે સુરક્ષિત બન્યા હોય અને ટ્રાફિક પોલીસની ઘોર બેદરકારીના કારણે આવા કાળમુખા ટ્રકો શહેરમાં પુર ઝડપથી દોડી રહ્યા હોય જેના કારણે લોકો કાળનો કોળીયો બની રહ્યા છે. તેથી ટ્રાફિક પોલીસ દ્વારા તાત્કાલિક જ આવા ટ્રક ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવી જરૂરી બની છે.