ઇશરોએ કઈ તારીખ જાહેર કરી છે ચન્દ્રયાન-૩ને લોન્ચ કરવાની??
ભારતની યશગાથામાં ફરી એક કલગી સમાવિષ્ટ થવા જઈ રહી છે. ઇન્ડિયન સ્પેસ સેન્ટર એટલે કે ઈસરો દ્વારા ટ્વિટ પર ચન્દ્રયાન-૩ ના લોન્ચીંગની તારીખ જાહેર કરવામાં આવી હતી. 14 જુલાઈ એ ચંદ્રયાન-૩ ને લોન્ચ કરવામાં આવશે, આ પહેલા 5 જુલાઈએ લોન્ચ થવાનું હતું. શ્રીહારી કોટાથી બપોરના 2:30 વાગ્યે લોન્ચ કરવામાં આવશે.
ઈસરોના પ્રમુખ સોમનાથના કહેવા અનુસાર ચંદ્રયાન-3 23 અથવા 24 ઓગસ્ટે ચંદ્ર ઉપર સોફ્ટ લેન્ડીંગ કરવાનો પ્રયત્ન કરશે. આ યાનમાં એક અર્બીટર, એક લેન્ડેર અને એક રોવર છે. ઇસરોનું પૂરું ધ્યાન ચન્દ્રયાનનું ચંદ્ર પર સફળ લેન્ડીંગ કરવા પર છે. ચંદ્રયાન-3 પૃથ્વીના કુદરતી ઉપગ્રહ ચંદ્ર પર ઉતરી અનેકવિધ રીસર્ચ શરુ કરશે. આ પહેલા ચંદ્રયાન-2 દ્વારા પણ ચન્દ્ર પર લેન્ડીંગ કરવાની કોશિશ કરવામાં આવી હતી પરંતુ એ હાર્ડ લેન્ડીંગ હોવાથી ચંદ્રયાન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.
જો ચંદ્રયાન-3ની સફર સફળ રહી તો ભારત વિશ્વનો ચોથો દેશ બનશે જેને ચંદ્ર પર લેન્ડ થવામાં સફળતા મળી હોય. આ અગાઉ અમેરિકા, રશિયા અને ચીન આ મિશનમાં સફળતા પ્રાપ્ત કરી હતી. તો હવે ભારત પણ એ હરોળમાં શામેલ થવા જઈ રહ્યું છે