બંને દેશોએ ટેકનોલોજી ક્ષેત્રે ક્રાંતિ સર્જવા હાથ મિલાવ્યા : યુ.કેના ટીમ બેરો ભારતની મુલાકાતે
યુ.કેમાં ખાલીસ્તાની ચળવળ અને ભારત વિરુદ્ધ સૂત્રોચાર કરનાર ભાગલાવાદી લોકોને શાખી નહીં લેવાય. જે વાતને ધ્યાને લઇ યુકે અને ભારત વચ્ચે કરારો થયા છે. એટલું જ નહીં ટેકનોલોજી ક્ષેત્રે ક્રાંતિ સર્જવા પણ બંને દેશો આગળ આવ્યા છે. સાથો સાથ એ વાતની પણ ચર્ચા કરવામાં આવી હતી કે યુનાઇટેડ કિંગડમમાં જે ભારતીય દુતાબા ઉપર હિંસાની ઘટના જે થઈ રહી છે તેના ઉપર યોગ્ય કાર્યવાહી થવી જોઈએ અને આ ભારતની માંગને યુકેના ટીમ બેરો દ્વારા સ્વીકારવામાં આવી હતી કારણ કે યુકે ગવર્મેન્ટ તરફથી ટીમ બેરો હાલ ભારતના મહેમાન બન્યા છે.
એટલું જ નહીં યુનાઇટેડ કિંગડમ એ પણ આ વાતને ગંભીરતા દાખવતા જણાવ્યું હતું કે ભારતના દુતાવાસ ઉપર કોઈપણ પ્રકારની હિંસા ન થાય તે માટે સરકાર કટિબદ્ધ છે. બીજી તરફ વિશ્વભરમાં વ્યવસાય ક્ષેત્રે ભારતનું આગવું સ્થાન ઊભું થઈ રહ્યું છે ત્યારે બંને દેશો વચ્ચે ટેકનોલોજી ની આપ લે કરવામાં આવશે અને આ ક્ષેત્રે ક્રાંતિ સર્જાશે સાથોસાથ આંતકી પ્રવૃત્તિઓ ઉપર રોગ લગાવવા તથા આંતકી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવા માટે ઉપયોગમાં લેવાતા ઇન્ટરનેટ ઉપર પણ અંકુશ લાદવામાં આવશે અને ભાગલાવાદી લોકોને કઈ રીતે ઝેર કરાય તે દિશામાં પણ સરકાર કાર્ય હાથ ધરશે.
ભારત અને યુનાઇટેડ કિંગડમ સમયાંતરે વૈશ્વિક મુદ્દાઓને ધ્યાને લઇ જરૂરી કરારો દ્વિપક્ષીય વાતચીતો કરવામાં આવતી હોય છે. સુરક્ષા ના દરેક પાસાઓને બંને દેશો હવે ગંભીરતાપૂર્વક ધ્યાને લેશે અને છીંડાઓ જોવા મળી રહ્યા છે તેને પૂરવામાં આવશે.