સમગ્ર દેશમાં મોધવારીએ મધ્યમવર્ગની કમર તોડી નાંખી છે. એવામાં ટમેટાના ભાવમાં વધારો થયા બાદ હવે લીલા મરચાના ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. રૂપિયા 40 લેખે કિલોના ભાવને મળતા મરચામાં પાંચ ગણો ભાવ વધારો થયો છે. જથ્થાબંધ માર્કેટમાં લીલા મરચાની કિંમત 80 થી 200 રૂપિયા સુધીની થઈ ચૂકી છે.
સતત અને સખત રીતે વધી રહેલી મોંઘવારીએ હવે જમવાની થાળી નો પણ સ્વાદ બગાડી નાખ્યો છે ઉનાળો શરૂ થયો ત્યારે લીંબુના ભાવ પછી ચોમાસામાં ટમેટાના ભાવ અને હવે અત્યારે મરચાના ભાવ માં નોંધપાત્ર વધારો થયો છે જેના કારણે શાકની તીખાશ ઓછી થાય તો નવાઈ ની વાત નથી છૂટક માર્કેટમાં લીલા મરચા ની કિંમત રૂપિયા કિંમત રૂપિયા 80 થી 200 સુધી પહોંચી ગયા છે ટમેટાના ભાવ આર્થિક સ્તર પર સ્થિતિને લાલ કર્યા બાદ હવે મરચાના સ્વાદમાં થી તીખા છીનવી છે વાવાઝોડાની માઠી અસર પહોંચી છે સીઝન હોવા છતાં શાકભાજીના ભાવ ઘટવાને બદલે આસમાને પહોંચી ગયા છે.