ઇન્કમ ટેક્ષ ભરવાની છેલ્લી તારીખ ભૂલતા નહિ..નહિ તો આવશે 5,000નો દંડ
પેન્શન ધારકોએ ખાસ ધ્યાન આપવું ..
માર્ચ એન્ડીંગમાં સામાન્ય રીતે બધા વ્યવસાયિક અને નાણાંકીય વ્યવહારને પુરા કરવા દોડાદોડી થતી હોય છે, જેને પૂછો એ બસ એક જવાબ આપતા હોય છે કે ‘યાર માર્ચ એન્ડીંગ છે’ પહેલે એ પૂરું કરવા દે. માર્ચ પછી જુલાઈ એવો મહિનો છે, જેમાં પણ કેટલાક નાણાકીય વ્યવહારો સમયસર પુરા કરવા જરૂરી છે.જેમાં ઇન્કમ ટેક્સ રીટર્ન ભરવાની છેલ્લી તારીખ, EPFO તરફથી ઉચ્ચ પેન્શન માટે કરવાની અરજી માટેની છેલ્લી તારીખ આ સિવાય અન્ય મહત્વપૂર્ણ બાબતોનો પણ સમાવેશ થાય છે.
ITR એટલે ઇન્કમ ટેક્સ રીટર્ન ભરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ છે. નાણાકીય વર્ષ 2022-23 અને અસેસમેન્ટ વર્ષ 2023-24 માટે ઇન્કમ ટેક્સ ભરવાની છેલ્લી તારીખ એટલે ચાલુ મહિનાની જ છેલ્લી તારીખ છે. અને હા જો ૩૧મી જુલાઈ સુધીમાં ITR નથી ફાઈલ નથી કરી શક્યા તો ત્યાર પછી રૂપિયા 5000નો દંડ પણ ભરવાનો વારો આવશે.
EPFO એમપ્લોયી પ્રોવીડેન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન
11 જુલાઈ 2023 એટલે EPFO તરફથી ઉચ્ચ પેન્શન માટે કરવાની અરજી ની છેલ્લી તારીખ છે. 26 જુન 2023 છેલ્લી તરીખ હતી પરંતુ સભ્યોને અસુવિધા ન થાય એ માટે છેલ્લી તારીખની લીમીટ વધારવામાં આવી છે.
આધા – પાન લીંક
આમતો આધાર કાર્ડ અને પાન કાર્ડ લીંક કરવાની છેલ્લી તારીખ 30 જુન હતી અને ત્યાર બાદ 1લી જુલાયીથી રૂપિયા 1000 ભરી ઓનલાઈન લીંક કરવાનું છે. પરંતુ જો હાવે આના કરતા મોડું થશે તો ખબર નહિ કેટલો વધુ દંડ ભરવો પડશે.
નાની બચત યોજનાના વ્યાજદર
કેન્દ્ર સરકાર દ્વારા ત્રીમાસિક જુલાઈ થી ઓક્ટોબરની નાની બચત યોજનાઓના વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો છે. જેનો અમલ 1 જુલાઈથી લાગુ કરવામાં આવ્યો છે. પોસ્ટ ઓફિસની એક અને બે વર્ષની એફ ડી ના વ્યાજદરમાં 10 આધાર અંક અને 5 વર્ષની એફ ડી ના વ્યાજદરમાં 30 આધાર અંકનો વધારો કરવામાં આવ્યો છે.