‘અબતક’ નુ મુલાકાતમાં વાસ્તુની અસરકારકતા, દોષ નિવારણ અંગે હિરેનભાઇ ભટ્ટ અને નરેન્દ્રભાઇ નથવાણીએ કરી ચર્ચા
વાસ્તુ શાસ્ત્રની પૌરાણીક વિરાસત આજના યુગમાં પણ જીવન સુખમય બનાવવામાં અસરકાર બની શકે ‘અબતક’ ની મુલાકાતે આવેલા વાસ્તુ શાસ્ત્રી હીરેનભાઇ ભટ્ટ, અને સામાજીક આગેવાન નરેન્દ્રભાઇ નથવાણીએ વાસ્તુ શાસ્ત્ર અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.
માનવ જીવનમાં ઘટના શું બને એ મહત્વનું નથી પણ એ ઘરના બનવા પાછળનું પંચતત્વોનું બેલેન્સ કે ઈન બેલેન્સ શું થયું છે તે અતિ મહત્વનું હોય છે . મનુષ્ય જીવનમાં સામાન્ય રીતે મુખ્ય પાંચ પ્રકારની જ સમસ્યાઓ હોય છે , જેને આપણે વાસ્તુશાસ્ત્ર અને પંચતત્વો સામે સીધો સંબંધ છે.
બિઝનેશમાં સ્ટાફ , સ્કીલબેસ સ્ટાફ , બેંક , વેપારીઓ , મશીનરી આ બધાનો સપોર્ટ મળે તો જ બિઝનેશમાં અણધારી સફળતાએ મળે છે . આથી આ બધાનો સપોર્ટ ખૂબ જ જરૂરી છે . વાસ્તુશાસ્ત્રમાં સપોર્ટ માટે નોર્થ વેસ્ટ ( વાયવ્ય ) ખૂણાને જોવામાં આવે છે . વાયવ્ય ખૂણામાં રસોડુ , ટોયલેટ , પેન્ટ્રી , આગની ભટ્ટી ( ફેકટરીમાં ) અથવા લાલ રંગ કે પીળો રંગ હોય તો જોઈ એવો સપોર્ટ ન મળે અને ખોટા કોર્ટ કેસ પણ બનતા હોય છે . વાયવ્ય ખૂણાના દોષ દૂર કરવાથી સપોર્ટ સારો મળે અને સપોર્ટ મળવાથી બિઝનેસને નવા લેવલ સુધી લઈ જઈ શકવામાં સરળતા રહે છે .
પ્રગતિ : આજે હું જે જગ્યાએ છે ત્યાંથી આવતીકાલે એક ડગલું આગળ વધે આ પ્રયાસ અને આ વિચાર પ્રત્યે અનવીનો હોય છે . પ્રગતિ માટેના બધા પ્રથમોધા છતાં પણ સંતોષકારક પ્રગતિ ન થતી હોય તો પશ્ચિમ ( વેસ્ટ ) દીશામાં લીલો કલર , ટોયલેટ , લાલ કલર , અગ્નિ , રસોડુ હોય તો પ્રગતિમાં અવશ્ય અવરોધ આવે છે . પ્રગતિ માટે પશ્ચિમ દીશાના દોષ કરીને આગળ વધવામાં મદદરૂપ થાય છે . માનવ જીવનના આ પાંચ મહાપ્રશ્નોના પાંચ તત્વોના ઈનબેલેન્સને લીધે બનતા હોય છે જેને પંચતત્વોના બેલેન્સ દ્વારા ઉપાય કરવામાં આવે છે અને તેનાથી મનચાહા પરીણામો મેળવી શકાય છે . ગ્રાફોલોજી : – માનવ જીવનના અંતર મતમાં રહેલી વાતો , ભાવનાઓ ને કોઈપણ જગ્યાએથી જોઈ શકતા નથી અને માપી પણ શકતા નથી . આથી અંતરમન ( સબકોન્સીયસ કે અનકોન્સીયસ માઈન્ડ ) માટે માનવીની બોલચાલ , રીતભાત ( એટીટયુડ ) અને લખાણ ( ગ્રાફોલોજી ) દ્વારા સબકોન્સીયસ માઈન્ડનું રીડીંગ થઈ શકે છે .
આમ વાસ્તુ શાસ્ત્રનો સવિનય ઉપયોગ થકી જીવનને વીંટબણાથી મુકત કરી છે.
હેલ્થ : શરીર તંદુરસ્ત ન હોય તો બધી તકલીફો રહે . શરીર તંદુરસ્ત હોય તો મન તંદુરસ્ત રહે અને મન તંદુરસ્ત તો જીવન તંદુરસ્ત થાય . આથી સારી હેલ્થ જરૂરી છે . જેમાં નોર્થ અને ઇસ્ટની વચ્ચે રસોડું , ટોયલેટ અથવા કપાયેલો ભાગ હશે તો એ ઘરમાં રહેનારનેઉન્સર તા રોગ થઈ શકે છે . હેલ્થના પ્રશ્નો હોય તો ઘરની ઉત્તર – પૂર્વ દીશા ચૈક કરો અને તેનું નિવારણ કરીને સુખમય તંદુરસ્ત જીવન પ્રાપ્ત કરી શકાય.
પૈસા : પૈસા જીવનનો અતિ મહત્ત્વપૂર્ણ ભાગ છે , માનવ જીવનના અસ્તીત્વ સાથે પૈસા જોડાયેલ છે , પૈસામાં ટ્રાન્સફરમેશનની શકિત છે.પૈસા આગ સ્વરૂપ છે , જે ઘર , દુકાન , ઓફીસ કે ફેકટરીમાં અગ્નિખૂણા ( સાઉથ ઈસ્ટ ) માં પાણીનો બોર , અંડર ગ્રાઉન્ડ ટાંકો , અરીસો ( મીર ) બ્લુ કે બ્લેક રંગ હશે તો પૈસા આવવામાં ખૂબ તકલીક થાય , અગ્નિ ( સાઉથ ઈસ્ટ ) ખૂણામાં આવી વસ્તુઓ તો નથી ને અને હોય તો તેના ઉપાય કરીને પૈસા સંબંધી મુશ્કેલીઓ દૂર કરી શકાય છે.
સંબંધો : આપણા જીવનમાં સંબંધો અતિમહત્વપૂર્ણ છે કારણ કે એકલા કોઈ રહી જ ન શકે . ઘરના સભ્યો સાથે , વ્યાપારમાં કે નોકરીમાં અથવા પડોશીઓ સાથે સારા સંબંધો પણ એક મુકી છે . સંબંધો માટે વાસ્તુશાસ્ત્રમાં નૈઋત્ય ( સાઉથ વેસ્ટ ) ખૂણો જોવામાં આવે છે . ત્યાં ગ્રીન કલર , અરીસા , પાણીનો બોર કે અંડર ગ્રાઉન્ડ ટાંકો , ઝાડપાન , બ્લ્યુ કલર , બ્લેક કલર હશે તો સંબંધો ખરાબ કરશે જ . અને ઘણીવાર છૂટાછેડાની પરિસ્થિતિ પણ બને છે .