સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી અને બોટાદમાં બંધ ફેકટરીને નિશાન બનાવી હાથફેરો કર્યાની કબુલાત: સુત્રધારની શોધખોળ
સમગ્ર સૌરાષ્ટ્ર અને દાહોદ પંથકમાં ચોરી અને લૂંટના અનેક ગુનામાં સંડોવાયેલી દાહોદ પંથકની ચડ્ડી બનીયનધારી ગેંગના છ શખ્સોને ઝડપી લેવામાં જોરાવનગર પોલીસને મહત્વની સફળતા મળી છે. રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને બોટાદમાં 58 જેટલી બંધ ફેકટરીને નિશાન બનાવી હાથફેરો કર્યાની કબુલાત આપી છે. ચોરીના ગુનામાં સંડોવાયેલા મુખ્ય સુત્રધારની શોધખોળ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સમગ્ર સૌરાષ્ટ્રમાં ચડ્ડીબનીયનધારી ગેંગ દ્વારા અનેક સ્થળે ત્રાટકી મોટી રકમનો હાથફેરો કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા સમગ3 સૌરાષ્ટ્રની પોલીસ ચડ્ડી બનીયનધારી ગેંગના સીસીટીવી ફુટેજ મેળવી શોધખોળ કરી રહી હતી તે દરમિયા સુરેન્દ3નગર એસપી હરેશ દુધાત અને ડીવાય.એસ.પી.એચ.પી. દોશીને મળેલી બાતમીના આધારે જોરાવનગર પી.એસ.આઇ. આર.જાડેજા, હેડ કોન્સ્ટેબલ અનિરુધ્ધસિંહ અને મિતભાઇ સહિતના સ્ટાફે ધોરીધજા ડેમની પાળ પાસે વોચ ગોઠવી હતી.
પોલીસની વોચ દરમિયાન મુળ દાહોદના ગરબાડા પાસે આવેલા છરછોડા ગામના વતની અને હાલ બોટાદ રહેતા સોબન મોજી બારીયા, મંડુ ઉર્ફે વીરસિંગ ભાવસિંગ પલાસ, પપ્પુ ભાવસિંગ પલાસ, ગજાનન માનસીંગ બારીયા અનેે મુકેસ મલસીંગ રાઠોડ નામના શખ્સોને ઝડપી તેની પાસેથી રુા.2.20 લાખની રોકડ કબ્જે કર્યા છે. તેઓએ દાહોદના ધાનપુર પાસેના કાલીયાવડ ગામના ભાદર હાવસીંગ ભાભોર નામના શખ્સની સાથે મળી, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટમાં 58 જેટલા બંધ કારખાનામાં ચોરી કર્યાની કબુલાત આપી છે.