સિલબંધ બોટલ લઇ જવાની છૂટ પણ મેટ્રોમાં દારૂ પીવા અથવા ગેરવર્તન કરવા પર કાર્યવાહી કરાશે
દિલ્હી મેટ્રોમાં દારૂની બે બોટલ લઈ જવાની મંજૂરી આપવામાં આવી છે. સીઆઈએસએફ અને મેટ્રો અધિકારીઓની કમિટીએ આ નિર્ણય લીધો છે. મેટ્રોમાં મુસાફરો માત્ર સીલબંધ દારૂની બોટલો જ લઈ જઈ શકશે. અત્યાર સુધી માત્ર મેટ્રોની એરપોર્ટ લાઇન પર જ દારૂની સીલબંધ બોટલ લઇ જવાની છૂટ હતી, હવે નવો આદેશ તમામ મેટ્રો લાઇન પર લાગુ થશે.દિલ્હી મેટ્રોમાં શરાબની બે બોટલ લઈ જવાની પરવાનગી આપવામાં આવી છે,
પરંતુ મેટ્રોમાં દારૂ પીવા અથવા ગેરવર્તન કરવા પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ડીએમઆરસીએ કહ્યું છે કે મેટ્રો મુસાફરોને મુસાફરી દરમિયાન યોગ્ય વર્તન રાખવા વિનંતી કરવામાં આવે છે. જો કોઈ મુસાફર દારૂના નશામાં ગેરવર્તન કરતો જોવા મળશે તો કાયદાની જોગવાઈઓ હેઠળ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. દિલ્હી મેટ્રોમાં સામાન લઈ જવાના પણ નિયમો છે. આ મુજબ મુસાફરો પોતાની સાથે માત્ર 25 કિલો વજનનો સામાન લઈ જઈ શકે છે અને આ વજનની માત્ર એક બેગ હોવી જોઈએ. આ સિવાય દિલ્હી મેટ્રોમાં પ્રતિબંધિત સ્પિરિટ અને જ્વલનશીલ પ્રવાહીને તમામ સ્વરૂપે લઈ જવા પર પ્રતિબંધ છે.