લેણદારોને ગેરમાર્ગે દોરવા વીડિયો વાયરલ કર્યો હોવાની શંકા : આજી ડેમમાંથી મૃતદેહને શોધવા માટે ફાયર અને પોલીસનો સ્ટાફ ઊંધા માથે
આજ રોજ આજીડેમમાં ઝંપલાવી સી.એનો અભ્યાસ કરતા શુભમ બગથરિયા (ઉં.વ.21) નામના યુવાનની એક સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થયો હતો. જેમાં તે બોલે છે કે, ‘તીનપત્તી માસ્ટરમાં રૂપિયા હારી ગયો છું, મારી પાસે એટલાં પાપ છે કે શબ્દોમાં બયાન કરી શકતો નથી’ અને મારી માથે રૂ.1 લાખનું લેણું થઈ ગયું છે.જેથી હું સ્યુસાઈડ કરવા માંગુ છું. નો વીડિયો બનાવ્યા બાદ યુવક આજી ડેમમાં કૂદી ગયો હોવાના સમાચાર મળ્યા ફાયરબ્રિગેડ અને પોલીસ ટીમ દોડી ગઈ હતી અને તેના મૃતદેહને શોધવા માટે ઉંધે માથે લાગતી હતી.
શુભમ બગથરિયા નમન યુવાને પોતાનો વિડિયો વાયરલ કર્યો હતો જેમાં તે જણાવે છે કે ’બહુ મહેનત કરી મેં, આ સ્ટેપ ઉઠાવવા માટે હું મજબૂર છું, કારણ કે મારી પાસે એટલાં પાપ થઈ ગયાં છે કે શબ્દોમાં બયાન કરી શકતો નથી. આજી નદી છે…હું કૂદું છું, મારી જાન દઉં છું, કોઈનો કાંઈ વાંક નથી, મારા શેઠ બધા સારા હતા. તેના 65 હજાર રૂપિયા, હર્ષના 30 હજાર, અશ્વિનભાઈના 20 હજાર અને 15 હજાર તેના શેરના, ઓનલાઈન તીનપત્તી માસ્ટરમાં હું હારી ગયો. એટલે જાન નથી દેતો, કારણ છે જિંદગીથી છે થાકી ગયો છું હું, હવે હું સુસાઈડ કરવા માગું છું. બહુ થઈ ગયું…પપ્પા-મમ્મી આઈ લવ યુ…હસતા રહેજો અને બની શકે તો મને માફ કરી દેજો અને મારા વગર જિંદગી જીવવાની ટ્રાય કરજો. પ્લીઝ…જિંદગી જીવજો. પપ્પા મારી ગાડી આજી ડેમ પાસે નદી છે ત્યાં ભરવાડ પાસે પડી છે, વેચીને જેટલા પૈસા આવે એચૂકવાય તેને ચૂકવી દેજો. બસ આટલું જ કહેવું છે, જાઉં છું હવે. આટલું બોલી હાથથી બાય બાય કર્યું હતું’
શુભમે ગઈકાલે સાંજે વીડિયો બનાવી તેના પપ્પાને મોકલ્યો હતો. પરંતુ પપ્પાનું નેટ બંધ હતું. સાંજે 7 વાગ્યે નેટ શરૂ કરતા વીડિયો જોતાં તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. બાદમાં રાતભર પરિવાર તેમને શોધવા નીકળી ગયો હતો. આજે સવારે લોકેશન મળતાં વહેલી સવારે 5 વાગ્યાથી શુભમના મૃતદેહની શોધખોળ હાથ ધરી છે.યુવક વીડિયોમાં તીનપત્તી ગેમમાં એક લાખથી વધુ રૂપિયા હારી ગયાનું બોલે છે, જેમાં તેણે અલગ અલગ વ્યક્તિ પાસેથી પૈસા લીધા હતા તેવો ઉલ્લેખ કર્યો છે. માત્ર આ જ કારણ નહીં અન્ય પણ કેટલાક કારણોને લઈને આપઘાત કરતો હોવાનું વીડિયોમાં જણાવ્યું છે. પરંતુ ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા કલાકો સુધી યુવાનના મૃતદેહને શોધવા છતાં પણ તેનો મૃતદેહ ન મળતા હાલ યુવાને આપઘાત કર્યો છે કે કેમ તે પણ તપાસ ચાલી રહી છે.