મિઠાશ ડાયાબિટીસને નોતરતી નથી, ડાયાબીટીસ થાય તો મિઠાશ બંધ કરવી જરૂરી
વિશ્વમાં લગભગ 6.7% એટલે કે એટલે કે 529 મિલિયન લોકો આ રોગની પકડમાં
અબતક-રાજકોટ: એક સમયનો રાજ રોગ મધુપ્રમેહ થતો હતો પરંતુ બદલાતી જીવનશૈલી, માનસીક સ્થિતિ અને અસમાન ખોરાકનું પ્રમાણ કે જે શરીરમાં શર્કરાનું પ્રમાણ અપ્રમાણસર રહે છે. જે સ્વાદુંપીંડને સીધી અસર કરે છે અને એટલે જ ડાયાબીટીસને અંકુશમાં રાખવા ઇન્સ્યુલીનની માત્રા વ્યક્તિ વ્યક્તિએ અલગ પડે છે. બદલાતી જીવનશૈલીએ ખાસ કરીને શહેરી વિસ્તારમાં અને તણાવવાળા જીવનથી નાની ઉંમરમાં પણ ડાયાબીટીસના રોગનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. આગામી ત્રણ દશકામાં કહેવાય છે. ભારતમાં ડાયાબીટીસના દર્દીઓ ડબલ થઇ જશે. તેથી જ શરીર માટે જરૂરી ગળપણને યોગ્ય માત્રામાં જળવાય તો જે મીઠાશ શરીર માટે યોગ્ય રહે નહિં તો ઝેર થઇ જાય. આજના જમાનામાં સુગર એટલે એક ડાયાબિટીસ જેવી ભયંકર બીમારી.જો એ ઘટી જાય કે વધી જાય તો બંને રીતે મુશ્કેલી સર્જે છે .શરીરની કુદરતી રચનામાં ખોરાકમાંથી બનતી શર્કરા વ્યવસ્થિત ઓગળી જાય એવું નેચરલ બેલેન્સ હોય છે. આવનારા 10 વર્ષમાં ડાયાબિટીસ એક વિશ્વની ભયંકર સમસ્યા હશે દર વર્ષે તેજીથી વધતો તેનો આંકડો માનવ સમુદાય માટે એક લાલબત્તી સમાન છે. આજના યુગમાં ખાંડ એટલે સફેદ ઝેર. વિશ્વમાં 52.9કરોડ લોકો ડાયાબિટિસનો શિકાર , 2050 સુધીમાં 130 કરોડ લોકો આવી શકે છે ઝપેટમાં . 30 વર્ષમાં જ ડાયાબિટિસના દર્દીઓની સંખ્યા બમણીથી પણ વધુ થઈ શકે છે. હાલમાં , વિશ્વની વસ્તીના લગભગ 6.7% એટલે કે એટલે કે 529 મિલિયન લોકો આ રોગની પકડમાં છે.
ઉંમર પ્રમાણે ખાંડનું સેવન કરવું : દક્ષા પટેલ (ફુડ કુક)
અબતક મીડિયા સાથેની વાતચીતમાં દક્ષાબેન પટેલે જણાવ્યું કે ખાંડથી શરીરમાં ગ્લૂકોઝનું પ્રમાણ વધે છે. આપણા શરીરમાં નબળાઈ આવે ત્યારે આપણે ખાંડનો ઉપયોગ કરતા હોઈએ છે.અમુક ઉંમર પછી આપણે ખાંડ ન ખાવી જોઈએ.ખાંડ ચામડીમાં સ્ક્રબ તરીકે પણ ઉપયોગ થતી હોય છે.શરીરમાં જો ખાંડનું પ્રમાણ વધી જાય તો તે હદયને નુકશાન કરે છે .વધુ પડતી ખાંડના સેવનથી ભૂલવાની બીમારી ,સ્કિનમાં નુકશાન અને ઓવર ફેટ થવાની શક્યતા છે.આપણે ખાંડની જગ્યાએ સાકરનો ઉપયોગ કરી શકીએ છીએ.જે લોકોમાં સામાન્ય ખાંડનું પ્રમાણ છે તે લોકો ગોળ અને મધનો ઉપયોગ કરી શકે છે.નાના બાળકોમાં ખાંડનું પ્રમાણ વધુ હોય તો ચાલે પણ 35 કે તેથી વધુ ઉંમરના વ્યક્તિએ બે ચમચી ખાંડનો ઉપયોગ કરવો જોઈએ અને 45 વર્ષ પછી સાવ ખાંડનો ઉપયોગ કરવો જોઈએ નહીં . કારણકે તે ચામડીને નુકશાન કરે છે.જો વજન ઘટાડવો હોય તો ખાંડ અને મીઠાથી દુર રહેવું જોઈએ અથવા તો સાવ ઓછા પ્રમાણમાં લેવાથી વજન ઘટી શકે છે .લીંબુ અને ખાંડનો વધુ પડતો ઉપયોગ ચામડીમાં અસર કરે છે ઘણી વખત તે આપણા શરીરના કોષોને પણ નુકશાન કરે છે. આપણી ચામડીને સ્વસ્થ રાખવા ખાંડનું અતિરેક સેવન ન કરવું જોઈએ .
જરૂરી માત્રામાં લેવાતી ખાંડ શરીરને ઊર્જા આપે છે : ડો. રીમા રાઓ (ડાયટિશ્યન)
અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે ખાંડ એક સાદો કાર્બોદિત પદાર્થ છે.આપણે જે રોજિંદા જીવનમાં ખાંડ ખાઈએ છે તે સુક્રોઝ છે .આપણા ખોરાકમાં ખાંડ એ શક્તિ આપતો પદાર્થ છે..એક ગ્રામ ખાંડ આપણને 4 કિલો કેલેરી આપે છે. ખાંડથી આપણને તાત્કાલિક શક્તિ મળે છે એટલે જ્યારે આપણને ચક્કર અને બીપી ઓછું થઈ જાય છે ત્યારે આપણે ખાંડ ખાતાં હોય છે . ફળોમાંથી મળતી ખાંડને ફ્રુકટોસ કહેવાય. ગ્લુકટોસ એ દૂધની શર્કરા છે. ફ્રુક્ટોસ અને ગ્લુકોઝ એ બેઝિક યુનિટ છે એ બંને ભેગા મળીને જુદા જુદા ખાંડનાં પ્રકાર બનાવે છે જ્યારે સુક્રોઝ છે તે શેરડીના રસમાંથી અને બીટરૂટ માંથી મળે છે .મેલટોસ અનાજમાંથી મળે છે..વાત રિફાયન્ડ ખાંડની કરવામાં આવે તો ખાંડ, ગોળ અને મધ સાદી શર્કરા આપે છે. આપણે જરૂર હોય એના કરતાં વધુ ખાંડ ખાઈએ તો મોટાપો વધે છે. આપણા શરીરમાં કેલેરી વધે છે .તેના કારણે ચરબી વધે છે.આના લીધે આપણે મોટાપાના શિકાર બનીએ છે.ખાંડની માત્રા અનાજ, કઠોળ, શાકભાજી, દૂધ બધામાં છે જ. બધાં જ ખાદ્ય પદાર્થ માંથી મળી રહે છે.નેચરલ દૂધમાંથી જ ખાંડ મળી રહે છે તેમ છતાં આપણે દૂધમાં ખાંડ નાખીને પીતા હોય છે અને ખાંડની અવેજીમાં ગોળ આપણે લેતા હોય છે. 4 ચમચી એટલે કે 20 ગ્રામ જેટલી ખાંડ લઈ શકાય. ખાંડનું શક્તિ અને સ્વાદ બંને આપવાનું કામ છે. સુગર એ ચામડીની ઈલાસ્ટીસિટીને ઓછી કરે છે. વૃદ્ધ વ્યક્તિની ચામડીને સુગર સ્કિન પણ કેહવાય છે કારણકે તેની ચામડીમાં કળચોલી પડવાને લીધે તેમની સ્કિનને સેગી સ્કિન પણ કેહવાય.આપણે ખાંડનું સેવન ઓછું કરવું જોઈએ કારણકે આપણને રોજિંદા ખોરાકમાંથી ખાંડ મળે જ છે. વધારાની ખાંડનું સેવન ઓછું કરી સ્વાસ્થ્ય સારું રાખી શકીએ છે.
કુદરતી મિઠાશ મળતો ખોરાક લેવો ડો.સોનલ રાવલ (ડાયટિશ્યન)
અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે ખાંડ જેટલી સ્વાસ્થ્ય માટે સારી છે એટલી ખરાબ પણ છે.શરીરમાં જો શકિત વધતી જાય તો બીજા પોષક તત્વોનો ભાગ ઘટતો જાય છે અને તેને લીધે રોગપ્રતિકારક શક્તિમાં ફેરફાર થાય છે.ખાંડની વધુ પડતી જરૂર મગજને હોય છે જેટલા પ્રમાણમાં ખાંડ તમે લો છો એટલાં જ પ્રમાણમાં શક્તિ તમારા શરીરમાં ઉત્પન્ન થાય છે.ખાંડનું પ્રમાણ સ્ત્રીઓએ દિવસ દરમ્યાન 6/7 ચમચી લેવી જોઈએ. બાળકોએ 3/5 ગ્રામ હોવું જોઈએ અને પુરુષમાં 10/15 ગ્રામ હોવું જોઈએ. જેટલા પ્રમાણમાં ખાંડ આપણે લઈએ પણ તેનો ઉપયોગ શરીરમાં ન થાય તો એના લીધે ઘણા રોગો થઈ શકે છે…જેમ કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર વગેરે. આપણે જમવામાં દાળ, શાકમાં ખાંડ નાખીને ખાતા હોય છે તે ન ખાવી જોઈએ.કારણકે લોહીમાં જો ખાંડનું પ્રમાણ વધી જાય તો કિડની પર પણ અસર કરે છે. ડાયાબિટસવાળા લોકો ખાંડને બદલે શુગર ફ્રી ખોરાક લેતા હોય છે તેમણે સુગર ફ્રી ખોરાક પણ ન લેવો જોઈએ અને જો ખોરાક શુગર ફ્રી ખાતા હોય તો બને ત્યાં સુધી ઓછી માત્રામાં લેવો જોઈએ. શરીરમાં કેલેરી વધે એટલે આપણને રોગ થાય અને તેની દવા લેવાથી આડઅસરો વધતી જાય છે.ઇન્સ્યુલીનનું પ્રમાણ ન જળવાવાથી અને શર્કરાનો વપરાશ યોગ્ય પ્રમાણમાં ન થતો હોય તો એ જમા થવાનું ચાલુ થાય છે અને લોહીને પરિભ્રમણ થતું નથી.ઘણી વખત માતા પિતાને ડાયાબિટીસ હોય તો એના બાળકોમાં પણ આવી શકે છે તેવી શક્યતા હોય છે.ગોળ અને મધમાં પણ મીઠાસ તો ખરી જ એ પણ માપીને જ લેવી જોઈએ. બને ત્યાં સુધી કુદરતી મીઠાસનો ઉપયોગ કરવો જોઈએ.જેમ કે ચીકુ, કેરી ,કેળાં વગેરે. જેમ બને તેમ કૂદરતી મિઠાશનું સેવન કરવું જોઈએ જેથી કરીને બીજાં રોગોથી બચી શકીએ.