આજે હેન્ડશેક દિવસ
વિશ્વભરની ઘણી સંસ્કૃતિઓમાં હેન્ડશેક આવકાર્ય છે. વિવિધ દેશોમાં તેના રિવાજ પણ જુદા જુદા છે: તે વ્યાવસાયિક સંબંધો વધારવાની ચાવી પણ છે
કોરોના કાળમાં આપણા દેશ સાથે વિવિધ દેશોમાં હાથ મિલાવાને બદલે ‘નમસ્કાર’ની રસમને વેગ મળ્યો હતો
ભારતીય સંસ્કૃતિમાં પગે લાગવું, હાથ મિલાવવા, હાથ જોડીને નમસ્કાર કરવા જેવી વિવિધ રસમો – રિવાજો આદિ કાળથી ચાલી આવી છે. આજે વૈશ્ર્વિકસ્તરે ‘હેન્ડશેક’ દિવસ ઉજવાય રહ્યો છે. ત્યારે એક સમુહ ભાવનાનું ગીત ‘હાથ સે હાથ મિલા’ યાદ આવી જાય છે. હાથ મિલાવો એટલે સ્વીકૃતિ, સન્માન, આદર સાથે પ્રેમ ભાવનાનું નિરુપણ છે. વિશ્વની ઘણી સંસ્કૃતિઓમાં હેન્ડશેક આવકાર્ય છે. જો કે દુનિયાના વિવિધ દેશોમાં તેની રીતો અલગ અલગ જોવા મળે છે. રીલેશન શિપ વધારવામાં તે મહત્વનું અંગ ગણાય છે.
સંબંધો વિસ્તારવાના વિવિધ પગલાઓમાં ‘હેન્ડ શેક’ સૌથી મોખરે આવે છે. વ્યાવસાયિક સંબંધો વધારવાને ચાવીરુપ માનવામાં આવે છે. કોરોના કાળમાં આપણાં દેશની પ્રાચિન પરંપરા નમસ્કાર ની રસમને વેગ મળ્યો હતો. નાની વયના લોકો વડિલોને પગે લાગીને આશિર્વાદ મેળવતા હોય છે, ત્યારે મિત્ર વર્તુળ કે સગા-સંબંધી સ્વાગત કે આવકાર માટે હાથ મિલાવતા હોય છે.
હેન્ડ શેક એ સંદેશા વ્યવહારનું એક મહત્વપૂર્ણ માઘ્યમ ગણાય છે. 2005 થી ઉજવાતા આ દિવસ આપણી ભારતીય સંસ્કૃતિની વર્ષોથી ચાલી આવતી પૌરાણિક પ્રક્રિયા છે. કેટલીક વાર સુક્ષ્મ જંતુઓ અને રોગ ફેલાવાના ભયથી લોકો હાથ મિલાવતા નથી. જન્મના ક્ષણથી ત્વચાથી ત્વચાનો સંપર્ક માનવી માટે જીવીત રહેવા અને વિકાસ કરવા સક્ષમ છે. હાથ મિલાવીની રસમના ઘણા શારીરિક ફાયદાઓ પણ છે, જેમાં તેમા તે ચેતા પ્રેષકોના સ્તરમાં વધારો કરીને ‘સ્પર્શ’ રોગ પ્રતિકારક શકિતમાં વધારો કરે છે.
હાથથી હાથ મિલાવવાથી થતો સ્પર્શ ચેતાને સક્રિય કરે છે અને માનવીમાં કરુણાની લાગણી અને માનસિક સ્વાસ્થ્યને વેગ આપે છે. વ્યકિતગત જોડાણમાં વધારો અને તે પ્રક્રિયા સાથે આંખનો સંપર્ક એક સકારાત્મક રીતે સંબંધ વધારે છે. આજના યુગમાં યુવા વર્ગ માં આ પ્રથાનો જબ્બર ક્રેશ જોવા મળે છે. આજે તો છોકરીઓ પણ બેધડક છોકરા સાથે હસ્તધુનન કરતી જોવા મળે છે.
કેટલાક દેશોમાં સ્ત્રીઓ હાથ મિલાવવાનું ટાળે છે
વિશ્વના વિવિધ ભાગોમાં વિવિધ પ્રકારના ‘હેન્ડ શેક’ ને આવકારે છે. કેટલાક દેશોમાં સ્ત્રીઓ હાથ મિલાવવાનું ટાળે છે, તો કેટલાક દેશોમાં હાથ મિલાવીને ગાલ પર પેક કરાય છે. ડેવલપમેન્ટ કોચ મિરિયમ રોડી દ્વારા આ દિવસની શરુઆત કરવામાં આવી હતી. હેન્ડ શેકના વિવિધ પ્રકારોમાં બે હાથનો હેન્ડશેક ફિંગર વાઇઝ હેન્ડ શેક, પરસંવાવાળી હથેળીનો હેન્ડ શેક લોબસ્ટર કલો હેન્ડ શેક, પુશર હેન્ડ શેક જેવા વિવિધ પ્રકારો છે.