ભારત હવે માત્ર ૩ સ્પીનરો સાથે જ રમે તેવા મળી રહેલા સંકેતો
શ્રીલંકા સામેની આગામી ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી માટે ઓલરાઉન્ડર હાર્દિક પંડયાને આરામ અપાયો છે. ટીમ મેનેજમેન્ટ સાથે વાટાઘાટો થયા બાદ સિનિયર સિલેકશન સમિતિએ હાર્દિકને આરામ આપવાનો નિર્ણય લીધો હતો.
આ પહેલા હાર્દિકને શ્રીલંકા સામેની પ્રથમ ૨ ટેસ્ટ માટે પસંદ કરવામાં આવ્યો હતો. ટીમ મેનેજમેન્ટે આગામી ભરચકક કાર્યક્રમને ધ્યાનમા રાખીને હાર્દિક ઈજાગ્રસ્ત ન બને તે માટે આરામ આપવાનો નિર્ણય લીધો હતો.
આ દરમિયાન હાર્દિક બેંગ્લોર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમી (એનસીએ) ખાતે કન્ડિશનિંગમાં સામેલ થશે. ટીમમાં આર. અશ્ર્વીન, રવીન્દ્ર જાડેજા ઉપરાંત ઈશાન શર્માનો પણ સમાવેશ કરાયો છે. હવે ભારત ૩ સ્પીનર્સ સાથે રમે તેવા સંકેત છે.
પ્રથમ બે ટેસ્ટની ભારતીય ટીમ આ મુજબ છે. વિરાટ કોહલી (સુકાની) લોકેશ રાહુલ મુરલી વિજય શિખર ધવન, ચેતેશ્ર્વર પૂજારા, અજિંકય રહાણે (ઉપ સુકાની), રોહિત શર્મા, રિધ્ધિમાન સાહા (વિકેટ કીપર) આર. અશ્ર્વીન રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, ભુવનેશ્ર્વર કુમાર તથા ઈશાન શર્માનો સમાવેશ કરવામાં આવ્યો છે.